Money Laundering Case : અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલીઓ વધી, ED સમક્ષ હાજર ન થતાં એજન્સીએ ત્રીજું સમન્સ મોકલ્યું

|

Oct 15, 2021 | 4:18 PM

મની લોન્ડરિંગ કેસમાં ઘણા નામ સામે આવી રહ્યા છે. ED આ કેસમાં પહેલાથી જ ઘણા લોકોની પૂછપરછ કરી ચૂકી છે, ત્યારે હાલ વધુ તપાસ માટે ફરીથી પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં જેકલીન ફર્નાન્ડીઝનો પણ સમાવેશ થાય છે.

Money Laundering Case : અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલીઓ વધી, ED સમક્ષ હાજર ન થતાં એજન્સીએ ત્રીજું સમન્સ મોકલ્યું
Jacqueline Fernandez (File Photo)

Follow us on

Money Laundering Case:  200 કરોડની ખંડણીના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (Enforcement Directorate) બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) ને શુક્રવારે ત્રીજું સમન્સ મોકલ્યુ છે. ઉલ્લેખનીય છે કે જેકલીનને ઈડી દ્વારા ગુરુવારે બીજુ સમન્સ મોકલવામાં આવ્યુ હતુ.

 

આ સમન્સ અંતર્ગત જેકલીનને પૂછપરછ માટે ED સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ અભિનેત્રીએ (Jacqueline Fernandez) હાજર ન થતાં એજન્સીએ અભિનેત્રીને ત્રીજુ સમન્સ મોકલ્યુ છે. આ સમન્સમાં તેમને 16 ઓક્ટોબરે દિલ્હી ઈડી ઓફિસમાં હાજરી આપવા જણાવવામાં આવ્યુ છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

ભૂતકાળમાં પણ ED દ્વારા જેકલિનની પૂછપરછ કરવામાં આવી હતી

તમને જણાવી દઈએ કે જેકલિનની ભૂતકાળમાં પણ ED દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. અગાઉ આ કેસમાં જેકલીન પણ સંડોવાયેલી હોવાનું ED માનતી હતી. પરંતુ જ્યારે ED દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી, ત્યારે તેમને ખબર પડી કે જેકલીન પોતે આ ખંડણીનો ભોગ બની છે. જેકલીન જ નહીં, EDએ આ કેસમાં અભિનેત્રી નોરા ફતેહીની પણ (Nora Fatehi) પૂછપરછ કરી છે. નોરા ફતેહી ગુરૂવારે EDની ઓફિસ પહોંચી હતી, જ્યાં એજન્સીના અધિકારીઓએ અભિનેત્રીની પૂછપરછ કરી હતી.

 

ખંડણીના રેકેટમાં ઘણા મોટા માથા સામે આવવાની શક્યતા

તમને જણાવી દઈએ કે આ કેસ કૌભાંડી સુકેશ ચંદ્રશેખર, અભિનેત્રી લીના મારિયા પોલ અને અન્ય લોકો દ્વારા કથિત રીતે ચલાવવામાં આવેલા ખંડણી રેકેટના સંબંધમાં દિલ્હી પોલીસ (Delhi Police) દ્વારા નોંધાયેલી એફઆઈઆર સાથે સંબંધિત છે. આ ખંડણી રેકેટમાં ઘણા મોટા લોકોના નામ ED સમક્ષ આવ્યા છે. ઈડીએ આ કેસમાં પહેલાથી જ ઘણા લોકોની પૂછપરછ કરી છે અને તેમને વધુ તપાસ માટે ફરીથી પુછપરછ હાથ ધરવામાં આવી છે.

 

ચૂંટણી પંચના અધિકારીઓને લાંચ આપવાનો આરોપ

અહેવાલો અનુસાર દિલ્હીની રોહિણી જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરની 2017માં તમિલનાડુની આરકે નગર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીમાં ચૂંટણી પંચના અધિકારીઓને (Election Officer) લાંચ આપવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

 

સુકેશ પર શશીકલા જૂથ માટે AIADMK ના ‘બે પાંદડા’ ચૂંટણી પ્રતીક માટે લાંચ આપવાનો આરોપ છે. લાંચની રકમ કથિત રીતે સુકેશે ટીટીવી દિનાકરન પાસેથી લીધી હતી. તેની ધરપકડ થઈ ત્યારથી જ સુકેશ જેલની અંદરથી ખંડણીનું રેકેટ (Money Laundering Case) ચલાવતો હતો. ઘણા કલાકારો અને ફિલ્મ નિર્માતાઓ તેના નિશાના પર હતા.

 

આ પણ વાંચો : Gadar 2 : ફરી એક વાર ધમાલ મચાવશે સની દેઓલ અને અમિષાની જોડી, જાણો ક્યારે રિલીઝ થશે આ ફિલ્મ

 

આ પણ વાંચો : aryan khan : આર્યન ખાનને પિતા શાહરુખ અને માતા ગૌરીની યાદ આવી, જેલમાંથી વીડિયો કોલ કરી ખૂબ રડ્યો

Published On - 4:14 pm, Fri, 15 October 21

Next Article