રિયા ચક્રવર્તી વિશે ઇમરાન હાશ્મીએ આપ્યું ચોંકાવનારુ નિવેદન, સુશાંતના મૃત્યુ પછી રિયા સાથે જે થયું એ….
રિયા ચક્રવર્તી ટૂંક સમયમાં ઇમરાન હાશ્મી અને અમિતાભ બચ્ચનની ફિલ્મ ચેહરેમાં પણ જોવા મળશે. તાજેતરમાં, ઇમરાને તેના સહ-કલાકારના સમર્થનમાં વાત કરી હતી.
સુશાંત સિંહ રાજપૂતના (Sushant Singh Rajput) મૃત્યુ બાદ તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) પર ઘણા સવાલો ઉભા થયા હતા. અભિનેત્રીને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી. જોકે અભિનેત્રીના ફેન્સ અને ઘણા બોલિવૂડ સેલેબ્સે તેને ટેકો આપ્યો હતો.
હવે ઇમરાન હાશ્મીએ (Emraan Hashmi) રિયાના કેસ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. ઇમરાનનું કહેવું છે કે તેની કો-સ્ટાર રિયા ચક્રવર્તી સાથે જે પણ થયું તે બિલકુલ યોગ્ય નથી. ઇમરાને એક સમાચાર સંસ્થા સાથે વાત કરતા કહ્યું, ‘તેની સાથે જે પણ મીડિયા ટ્રાયલ થયું તે મારા મતે બિલકુલ યોગ્ય નહોતું. તમે લગભગ એક પરિવારનું જીવન બરબાદ કરી દીધું. કેમ? જરા અનુમાન કરો કે લોકો તેના વિશે શું કહી રહ્યા છે.
ઇમરાને આગળ કહ્યું, ‘કેટલાક લોકો વાસ્તવિક રિપોર્ટિંગ કરે છે, પરંતુ કેટલાક આ બધી બાબતોને અનુસરતા નથી. જો દરેક વ્યક્તિ આ વસ્તુને અનુસરે તો આ દુનિયા ઘણી સારી બની જશે. કારણ કે દરેક વ્યક્તિએ સમજવું પડશે કે આપણા દેશમાં ન્યાય વ્યવસ્થા પણ છે. તો શા માટે કેટલાક લોકો અથવા અમુક મીડિયા સંસ્થાએ ચુકાદો જાણ્યા વગર કોઈને ગુનેગાર જાહેર કરે.
જણાવી દઈએ કે સુશાંતના મૃત્યુ બાદ રિયાની પહેલી ફિલ્મ ‘ચેહરે’ છે જે રિલીઝ થવાની છે. જોકે, રિલીઝ થવા જઈ રહેલી આ ફિલ્મના અગાઉના પોસ્ટર્સ અને ટીઝરમાં રિયા દેખાઈ નહોતી. પણ પછી જ્યારે ટ્રેલર રિલીઝ થયું ત્યારે તેમાં રિયાની થોડી ઝલક જોવા મળી.
ડિરેક્ટરે પણ ટેકો આપ્યો
તે જ સમયે, ફિલ્મના નિર્દેશક રૂમી જાફરીએ રિયાના અંગત જીવન વિવાદ વિશે કહ્યું હતું, ‘મને લાગે છે કે ફિલ્મ રિયાના અંગત જીવન વિવાદથી પ્રભાવિત નહીં થાય. ગયા વર્ષે રિયાને ગોલ્ડ ડિગર અને શું નહીં કહેવાયું, પરંતુ આ વર્ષે રિયાને મોસ્ટ ડિઝાયરેબલ વુમનનો ખિતાબ મળ્યો. તેથી જ મને નથી લાગતું કે રિયાના કારણે ફિલ્મને નકારાત્મક પ્રતિસાદ મળશે.
આનંદ પંડિતે આ વાત કહી હતી
ફિલ્મના નિર્માતા આનંદ પંડિતે રિયાની ગેરહાજરી વિશે કહ્યું હતું કે, ‘મને કહો કે આ ફિલ્મ કોની છે? આ અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મીની ફિલ્મ છે. તેથી મારું ધ્યાન ફક્ત તે બે સ્ટાર પર હતું. આ બે સિવાય અન્ય કલાકારો છે. હું અન્ય કલાકારો પર ધ્યાન કેન્દ્રિત કરી શક્યો નહીં. મારું ધ્યાન ફક્ત મુખ્ય કલાકારો પર હોવું જોઈએ, તેથી હું અન્ય નાના કલાકારો પર ધ્યાન કેન્દ્રિત કરી શકું નથી.
આ પણ વાંચો: ઐશ્વર્યા રાય ઈચ્છતી હતી કે આરાધ્યા રણબીરને ‘અંકલ’ કહે, પરંતુ દીકરીએ કહ્યું એવું કંઈક કે સૌ હસી પડ્યા
આ પણ વાંચો: Indian Idol 12: પવનદીપ રાજન અને અરુણિતા કાંજીલાલ આવ્યા વધુ નજીક, એક જ બિલ્ડિંગમાં લીધું ઘર