એકતા કપૂર અને તેની માતાએ ALTBalajiમાંથી આપ્યું રાજીનામું, હવે આ વ્યક્તિને સોંપાઈ જવાબદારી
એકતા કપૂર અને શોભા કપૂરે રાજીનામું આપ્યું હોવાથી, ALTBalajiએ નવા ચીફ બિઝનેસ ઓફિસરની જાહેરાત કરી છે."
એકતા કપૂર મનોરંજન ઈન્ડસ્ટ્રી જાણીતું નામ છે. તેણે ક્યૂંકી સાસ ભી કભી બહુ થી, નાગિન અને બડે અચ્છે લગતે હૈ જેવી ઘણી ટીવી સિરિયલો બનાવી છે. આજે તેમનું નામ લોકપ્રિય ફિલ્મ નિર્માતાઓમાં સામેલ છે. ટીવી ઉપરાંત તેણે પોતાની OTT એપ Alt Balaji દ્વારા પણ દર્શકોનું મનોરંજન કર્યું છે. એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર ઓલ્ટ બાલાજીના વડા હતા, જોકે હવે તેઓએ આ પદ પરથી રાજીનામું આપી દીધું છે.
પોતાના પદ પરથી રાજીનામું આપ્યા બાદ એકતા કપૂર અને તેની માતા ચર્ચામાં આવી ગયા છે. એકતા કપૂરે શુક્રવારે સવારે સોશિયલ મીડિયા પર એક પ્રેસ રિલીઝ શેર કરતા આ અંગેની માહિતી આપી છે. બંનેના રાજીનામા બાદ આ કંપનીના ચીફની જવાબદારી વિવેક કોકાને સોંપવામાં આવી છે.
ALTBalaji માંથી રાજીનામું
જાહેર કરાયેલી પ્રેસ રિલીઝમાં લખવામાં આવ્યું છે કે, “એકતા કપૂર અને શોભા કપૂરે રાજીનામું આપ્યું હોવાથી, ALTBalajiએ નવા ચીફ બિઝનેસ ઓફિસરની જાહેરાત કરી છે.” આ અખબારી યાદીમાં આગળ લખવામાં આવ્યું છે કે, “અલ્ટ બાલાજી એ ભારતના અગ્રણી મનોરંજન પ્લેટફોર્મમાંનું એક છે. આજે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી કે એકતા કપૂર અને શોભા કપૂરે કંપનીના વડા પદ પરથી રાજીનામું આપી દીધું છે.
View this post on Instagram
વધુમાં કહેવામાં આવ્યું હતું કે, “ આ પ્રક્રિયા ગયા વર્ષે શરૂ થઈ હતી, હવે ALTBalajiની જવાબદારી સંભાળવા માટે એક નવી ટીમ બનાવવામાં આવી છે. અન્ય સાહસો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ નિર્ણય લેવાયો છે. કંપનીને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે વિવેક કોકાને અલ્તા બાલાજીના નવા ચીફ બિઝનેસ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિવેક કોકાના નેતૃત્વ હેઠળ, ALTબાલાજી દર્શકોને ઉચ્ચ ગુણવત્તા અને મૂળ સામગ્રી પ્રદાન કરવાના મજબૂત ટ્રેક રેકોર્ડના તેમના પગલે ચાલવાનું લક્ષ્ય રાખે છે.”
એકતા કપૂરે નવી ટીમને અભિનંદન પાઠવ્યા
આ પ્રેસ રિલીઝ શેર કરીને એકતા કપૂરે નવી ટીમને અભિનંદન પાઠવ્યા છે. તેણે લખ્યું, “શુભ ટીમ. જરૂર પડ્યે હંમેશા તમારી પોસ્ટ અને સપોર્ટ શેર કરશે. ચાલો નવા મેનેજમેન્ટનું સ્વાગત કરીએ.”