AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Doctor G નો આયુષ્માન ખુરાનાનો ફસ્ટ લુક થયો રિલીઝ, ડૉક્ટરનો કોટ પહેરીને આપી ક્યૂટ સ્માઈલ

તમને જણાવી દઈએ કે આ ફિલ્મ જંગલી પ્રોડક્શન્સના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે. જંગલી પ્રોડક્શન સાથેની આયુષ્માન ખુરાનાની આ ત્રીજી ફિલ્મ છે.

Doctor G નો આયુષ્માન ખુરાનાનો ફસ્ટ લુક થયો રિલીઝ, ડૉક્ટરનો કોટ પહેરીને આપી ક્યૂટ સ્માઈલ
Ayushmann Khurrana
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 4:15 PM
Share

બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરના (Ayushmann Khurrana) હાલમાં મધ્ય પ્રદેશના ભોપાલમાં છે, જ્યાં તેઓ તેની આગામી ફિલ્મ ‘ડોક્ટર જી’ (Doctor G) નું શૂટિંગ કરી રહ્યા છે. આ દરમિયાન, આયુષ્માન ખુરનાએ ફિલ્મ ડોક્ટર જીના સેટ પરથી પોતાનો પહેલો લુક શેર કર્યો છે. હાથમાં એક પુસ્તક અને ચહેરા પર સ્મિત સાથે આયુષ્માન ખુરાના આ લુકમાં ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે. તેમણે ડોક્ટરોનો કોટ પણ પહેર્યો છે. ફોટો જોઇને લાગે છે કે તે એક કોલેજ કેમ્પસમાં છે, જ્યાં તે શૂટિંગ કરી રહ્યા છે.

ટ્વિટર પર પોતાનો પહેલો લુક શેર કરતાં આયુષ્માન ખુરનાએ લખ્યું- “ડોક્ટર જી તૈયાર થઈ ને નિકળ્યા છે. હવે શૂટિંગ થશે. ” આયુષ્માન ખુરનાના ચાહકોને તેમનો નવો અવતાર ખૂબ પસંદ આવી રહ્યો છે. આયુષ્માનના આ પહેલા લુકમાં જે વસ્તુંએને લઈને તેમના ચાહકો સૌથી વધુ કમેન્ટ કરી રહ્યા છે તે છે તેમના હાથમાં રાખેલું પુસ્તક છે. આ પુસ્તક પર લખ્યું છે – સ્ત્રીરોગ ઉપચાર એટલે કે તે એક સંકેત આપે છે કે આયુષ્માન ફિલ્મમાં ગાયનેકોલોજિસ્ટ તરીકે જોવા મળશે.

અહી જુઓ આયુષ્માનના ડોક્ટર જીનો પ્રથમ લુક

https://twitter.com/raogajraj/status/1416982846007222274?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1416982846007222274%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Fentertainment%2Fbollywood-news%2Fayushmann-khurrana-shares-his-first-look-from-doctor-g-see-his-fans-reactions-on-this-photo-741755.html

આયુષ્માનના ચાહકોએ આપ્યા મજેદાર કમેન્ટ

https://twitter.com/jas_says1979/status/1416987682563973124?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1416987682563973124%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Fentertainment%2Fbollywood-news%2Fayushmann-khurrana-shares-his-first-look-from-doctor-g-see-his-fans-reactions-on-this-photo-741755.html

આયુષ્માનના સહ-કલાકાર ગજરાજ રાવે પણ તેમના દેખાવ પર પ્રતિક્રિયા આપતાં અભિનેતાને ડૉક્ટર તરીકે સંબોધન કર્યું હતું અને તેમની નવી ફિલ્મ બદલ અભિનંદન આપ્યા હતા.

ચાલો તમને જણાવી દઈએ કે આ ફિલ્મ જંગલી પ્રોડક્શન્સના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે. જંગલી પ્રોડક્શન સાથેની આયુષ્માન ખુરાનાની આ ત્રીજી ફિલ્મ છે. આ પહેલા તેમણે બરેલી કી બર્ફી અને બધાઇ હો કરી ચૂક્યા છે. આયુષ્માન ખુરાના સાથે ફિલ્મ ડોક્ટર જીમાં રકુલ પ્રીત સિંહ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. રકુલ અને આયુષ્માન આ ફિલ્મ દ્વારા પહેલીવાર સ્ક્રીન શેર કરી રહ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન અનુભૂતિ કશ્યપ કરી રહ્યા છે. આ ફિલ્મ એક કેમ્પસ કોમેડી નાટક છે.

આ પણ વાંચો :- Throwback: શિવભક્ત હતા Sushant Singh Rajput,ઘરે કરતા હતા મંત્રોચ્ચાર, જુઓ વીડિયો

આ પણ વાંચો :- New Pic: નીતુ કપૂરે શેર કરી Alia Bhattની ન જોયેલી તસ્વીર, જલ્દી કપૂર પરિવારની પુત્રવધૂ બનશે અભિનેત્રી

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">