Sampat Nehra : સલમાન ખાન પણ હતો લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાન પર, આ ગેંગસ્ટરને આપવામાં આવી હતી સોપારી

|

May 31, 2022 | 4:49 PM

Sampat Nehra Wanted to Kill Salman Khan : સંપત નેહરા રાજસ્થાનના રાજગઢના છે. તેના પિતા ચંદીગઢ પોલીસમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર હતા. હાલ તેઓ નિવૃત્ત છે.

Sampat Nehra : સલમાન ખાન પણ હતો લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાન પર, આ ગેંગસ્ટરને આપવામાં આવી હતી સોપારી
સલમાન ખાન પણ હતો લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાન પર
Image Credit source: Instagram

Follow us on

Sampat Nehra : પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલા (Sidhu Moose Wala) ની 29 મેના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમના અંતિમ સંસ્કાર આજે પંજાબના મુસા ખાતે કરવામાં આવશે. સિદ્ધુ મુસેવાલાની હત્યા પંજાબના કુખ્યાત લોરેન્સ બિશ્વોઈ અને ગોલ્ડી ગેંગ દ્વારા કરવામાં આવી હતી, જેની પુષ્ટિ ગોલ્ડી બ્રારે તેની એક ફેસબુક પોસ્ટ દ્વારા કરી હતી. લોરેન્સ બિશ્નોઈ ગેંગ પંજાબમાં પોતાનો દબદબો જાળવી રહી છે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, બિશ્નોઈ ગેંગને ઘણા પંજાબી ગાયકો દ્વારા પૈસા આપવામાં આવ્યા હતા. બિશ્નોઈ ગેંગના નિશાના પર માત્ર પંજાબી કલાકારો જ નહીં પરંતુ બોલિવૂડના દબંગ એટલે કે સલમાન ખાન  (Salman Khan)પણ હતા.

બિશ્નોઈ ગેંગના નિશાના પર સલમાન ખાન પણ હતો.

તમે આ સાંભળીને ચોંકી ગયા હતા ને? હા, એ વાત સાચી છે કે વર્ષ 2018માં સલમાન ખાન પણ બિશ્નોઈ ગેંગના નિશાના પર હતો. આ ટોળકીએ સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી. તેનું કારણ હતું સલમાન ખાનનો કાળિયાર શિકાર કેસ. ઓનલાઈન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોરેન્સ બિશ્નોઈ કાળિયાર ને ખુબ માનતા હતા. જ્યારે સલમાન ખાન દ્વારા કાળિયાર શિકારનો મામલો સામે આવ્યો ત્યારે બિશ્નોઈ ગુસ્સે થઈ ગયા. તેણે સલમાન ખાનને મારવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. બિશ્નોઈએ આ સુપારી કુખ્યાત ગેંગસ્ટર સંપત નેહરાને આપી હતી.

સંપત નેહરાની હરિયાણા પોલીસે જૂન 2018માં હૈદરાબાદથી ધરપકડ કરી હતી. આ ધરપકડ બાદ પૂછપરછમાં તેણે હરિયાણા પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે તેણે સલમાન ખાનને મારવા માટે આયોજન કર્યું હતું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કોણ છે સંપત નેહરા?

સંપત નેહરા રાજસ્થાનના રાજગઢના છે. તેના પિતા ચંદીગઢ પોલીસમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર હતા. હાલ તેઓ નિવૃત્ત છે. સંપતે પંજાબ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. પંજાબ યુનિવર્સીટીમાં ભણતા પહેલા તે એક પ્રબળ રમતવીર હતો. રાષ્ટ્રીય સ્તરે ઘણી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો અને મેડલ જીત્યા હતા. જ્યારે તેઓ પંજાબ યુનિવર્સિટીમાં એડમિશન લઈને વિદ્યાર્થી રાજકારણમાં પ્રવેશ્યા ત્યારે તેમની દુનિયા બદલાઈ ગઈ.

. જ્યારે પંજાબ યુનિવર્સિટી કાઉન્સિલની ચૂંટણી યોજાઈ ત્યારે સંપત નેહરા તેમાં પોસ્ટર બોય તરીકે સામે આવ્યા હતા. આ ચૂંટણીઓમાં તેમને બિશ્નોઈ ગેંગનું સમર્થન મળ્યું હતું. આ સપોર્ટથી સંપત નેહરા યુનિવર્સિટીમાં વર્ચસ્વ જમાવી શક્યા. હવે તે ન તો એથલીટ હતો અને ન તો અભ્યાસમાં ધ્યાન આપી શકતો હતો, કારણ કે, બિશ્નોઈ ગેંગના કારણે તેના હાથમાં બંદૂક આવી ગઈ હતી. બિશ્નોઈ ગેંગમાં જોડાયા બાદ તેણે વર્ષ 2016થી એક પછી એક ગુના આચર્યા હતા. બે વર્ષમાં તે હત્યા, લૂંટ અને ખંડણી જેવા ગુનાઓમાં સંડોવાયેલો હતો. તે લાંબા સમય સુધી પોલીસની પકડમાંથી બચી શક્યો ન હતો અને જૂન 2018માં પોલીસે તેની હૈદરાબાદથી ધરપકડ કરી હતી. હાલ તે જેલમાં છે.

Next Article