સોની ટીવીની 'ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ'ની (India's Got Talent) આ વર્ષની સીઝન રવિવારે પૂર્ણ થઈ ચૂકી છે. ગ્રાન્ડ ફિનાલેમાં ટાઈગર શ્રોફ, તારા સુતારિયા અને નવાઝુદ્દીન સિદ્દીકીએ પણ ગેસ્ટ જજ તરીકે હાજરી આપી હતી.
સોની ટીવીના (Sony TV) લોકપ્રિય ટેલેન્ટ રિયાલિટી શો ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ને (India’s Got Talent)તેનો વિજેતા રવિવારે મળી ચૂક્યો છે. ભરતપુરના મનુરાજ અને જયપુરના દિવ્યાંશ કચોટિયાએ IGTની સિઝન 9ની ટ્રોફી જીતી લીધી છે. મનુરાજ અને દિવ્યાંશની જોડીએ વાંસળીની પરંપરાગત વાદન (FlutePlaying) સાથે બીટ બોક્સિંગના પશ્ચિમી સંગીતનો અનોખો સંગમ રજૂ કરીને ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ના મંચ પર સૌના દિલ જીતી લીધા હતા. અમે તમને જણાવી દઈએ કે, બંને IGTના મંચ પર અલગ-અલગ પાર્ટનર સાથે આવ્યા હતા. પરંતુ કમનસીબે દિવ્યાંશનો સાથી સંગીતકાર બીમાર પડ્યો, તેથી કોઈ કારણસર મનુરાજના પાર્ટનરને પણ શો છોડવો પડ્યો હતો.
જ્યારે દિવ્યાંશ અને મનુરાજને સપોર્ટ કરનારા તેમના પાર્ટનર્સ શોમાંથી બહાર નીકળી ગયા ત્યારે બંનેએ વિચાર્યું કે જજની સામે એક ટીમ તરીકે પરફોર્મ કરવું જોઈએ. સ્ટેજ પર પરફોર્મ કરતા પહેલા તેણે ઘણી વખત રિયાઝ પણ કર્યો હતો. ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ ટ્રોફીની સાથે વિજેતાને 20 લાખ રૂપિયા અને લક્ઝુરિયસ કાર પણ મળી છે. તેઓ બંને પોતાની જીતથી ખૂબ જ ખુશ છે. આ ટ્રોફી જીત્યા પછી, દિવ્યાંશ અને મનુરાજ બંનેએ જનતાને ‘આભાર’ પણ કહ્યું જેણે તેમને વિજયના મુકામની નજીક લઈ ગયા હતા.
જો કે, આ શો પૂરો થાય તે પહેલાં જ, દેવી શ્રી પ્રસાદ અને રોહિત શેટ્ટી જેવા દિગ્ગજ કલાકારો દ્વારા દિવ્યાંશ અને મનુરાજને તેમની સાથે કામ કરવાની તક આપવામાં આવી છે. આ સફળતા વિશે વાત કરતાં બંનેએ કહ્યું હતું કે, આ રીતે કામની સાથે સન્માન મેળવવું સારું લાગે છે કારણ કે અમે બંને ઘણા વર્ષોથી સખત મહેનત કરી રહ્યા છીએ. અમને આટલી મોટી તક મળી છે અને કોઈપણ કલાકાર આવી ઑફરો આવવાની રાહ જુએ છે. અમે ખૂબ જ ખુશ છીએ કે અમને રોહિત અને દેવી શ્રી પ્રસાદ સાથે કામ કરવાની તક મળી રહી છે અને અમે તેમની સાથે વધુ કામ કરવા આતુર છીએ.
‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ પહેલીવાર સોની ટીવી પર પ્રસારિત થયેલો
સોની ટીવીની ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ની સીઝન 9 અર્જુન બિજલાની દ્વારા સફળતાપૂર્વક હોસ્ટ કરવામાં આવી છે. અભિનેત્રી કિરણ ખેર અને શિલ્પા શેટ્ટી, રેપર બાદશાહ અને ગીતકાર, કવિ અને પટકથા લેખક મનોજ મુન્તાશીરે આ પ્રખ્યાત શોને જજ કરવાની જવાબદારી નિભાવી હતી. પહેલા આ શો કલર્સ ટીવી પર આવતો હતો. જો કે, ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટની 8 સીઝન કલર્સ ટીવી પર પ્રસારિત થઈ હતી, પરંતુ કોઈ કારણસર હવે આ સીઝન સોની ટીવી પર શિફ્ટ થઈ ગઈ છે.