KANGANAની ‘DHAAKAD’માં હોંશ ઉડાવનારો છે DIVYA DUTTAનો રોલ, રિલીઝ થયો ફર્સ્ટ લુક

|

Jan 20, 2021 | 5:02 PM

કંગના રનૌતની (KANGANA RANAUT) ફિલ્મ ધાકડનું (DHAAKAD) હાલમાં મધ્ય પ્રદેશમાં શૂટિંગ ચાલી રહ્યું છે. સોશિયલ મીડિયામાં ફિલ્મના મુખ્ય પાત્રોને રજૂ કરવામાં આવી રહ્યા છે.

KANGANAની DHAAKADમાં હોંશ ઉડાવનારો છે DIVYA DUTTAનો રોલ, રિલીઝ થયો ફર્સ્ટ લુક
DIVYA DUTTA

Follow us on

કંગના રનૌતની (KANGANA RANAUT) ફિલ્મ ધાકડનું (DHAAKAD) હાલમાં મધ્ય પ્રદેશમાં શૂટિંગ ચાલી રહ્યું છે. સોશિયલ મીડિયામાં ફિલ્મના મુખ્ય પાત્રોને રજૂ કરવામાં આવી રહ્યા છે. હવે દિવ્યા દતનો (DIVYA DUTTA) રોલ નિભાવનારી રોહિણીની પહેલી ઝલક, દેખાડવામાં આવી છે. પોસ્ટર પર દિવ્યાની સ્ટાઇલ જોઈને તેના પાત્ર વિશે અનુમાન લગાવવું મુશ્કેલ નથી.

પોસ્ટર પર દિવ્યા ભાવ શૂન્ય ચહેરા સાથે બેઠી છે. એક પગની ઘૂંટણ સુધી ચડેલી સાડી અને આંગળીઓ વચ્ચે લ સિગારેટ તેના પાત્રની બેદરકારી અને નિર્ભયતાનું પ્રતિબિંબ છે. આ પોસ્ટરની સાથે દિવ્યાએ લખ્યું – તે ડરામણી લાગે છે, પરંતુ તે કેટલી ખરાબ હોઇ શકે તે પણ ખબર નથી. મારી પાસે રોહિનીના પાત્રની ઝલક છે. ધાકડ 1 ઓક્ટોબરે રિલીઝ થશે.

દિવ્યા દત્તાના આ લુકને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને તેના માટે તેને જોરદાર પ્રતિક્રિયાઓ મળી રહી છે. આ પહેલા મંગળવારે અર્જુન રામપાલના (ARJUN RAMPAL) પાત્ર રુદ્રવીરનું પોસ્ટર શેર કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં અર્જુન વિલનનો રોલનિભાવી રહ્યો છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

ધાકડ એક સ્પાઈ-એક્શન ફિલ્મ છે, જેમાં કંગના જાસૂસ એજન્ટ અગ્નિના રોલમાં છ છે. કંગનાએ આ ફિલ્મમાં તેના પાત્ર માટે ખૂબ મહેનત કરી છે. તેણે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે, જેમાં કંગના બોક્સીંગ, કિક બોક્સિંગ કરતી જોવા મળી રહી છે.

આ ફિલ્મમાં કંગના ખતરનાક એક્શન કરતી જોવા મળશે. કંગના ધાકડને હિન્દી સિનેમાની પહેલી નાયિકા પ્રધાન એક્શન ફિલ્મ તરીકે પણ પ્રમોટ કરી રહી છે. ધાકડનું દિગ્દર્શન રજનીશ રાજી ઘાઇએ કર્યું છે. આ ફિલ્મથી જ તેને દિગ્દર્શન ક્ષેત્રે ડેબ્યૂ કર્યું છે. ધાકડ પહેલા કંગના 2014માં આવેલી ફિલ્મ રિવોલ્વર રાનીમાં એક્શનમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેમણે એક રાજકીય પક્ષના દબંગ નેતાની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો: DIPIKA PADUKONE એ કહ્યું કે, SHAHRUKH KHAN આ ફિલ્મથી સિલ્વર સ્ક્રીન પર ફરશે પરત

Next Article