AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Disha Vakani Net Worth: કરોડોની સંપત્તિની માલિક છે દિશા વાકાણી, એક એપિસોડ માટે લે છે ભારે ફી

Disha Vakani as Dayaben Fees and Net worth: તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલની દયાબેન એટલે કે દિશા વાકાણીનો આજે જન્મદિવસ છે, આ ખાસ પ્રસંગે અમે તમને અભિનેત્રીની નેટવર્થ સાથે પરિચય કરાવીએ છીએ.

Disha Vakani Net Worth: કરોડોની સંપત્તિની માલિક છે દિશા વાકાણી, એક એપિસોડ માટે લે છે ભારે ફી
Disha Vakani
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 9:30 PM
Share

Disha Vakani Net Worth : સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં ચાહકો દયાબેનને ક્યારેય ભૂલી શકતા નથી. જોકે દિશા લાંબા સમયથી શોમાંથી ગેરહાજર છે, પરંતુ તેમ છતાં તે ચાહકોમાં છવાયેલા છે. દિશા ખરેખર દયાબેનની ભૂમિકા ભજવીને આજે ઘરે ઘરે લોકપ્રિય છે. દિશા વાકાણીએ લાંબા સમય સુધી તારક મહેતા શોમાં કામ કર્યું હતું. હવે ચાહકો અભિનેત્રીના શોમાં પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે.

ચાહકોના દિલ પર રાજ કરનાર દિશાનો આજે જન્મદિવસ છે. તારક મેહતા સિવાય દિશાએ કેટલાક ગુજરાતી નાટકોમાં પણ કામ કર્યું છે, આ સાથે તેમણે બોલીવુડમાં પોતાનો અભિનય રજૂ કર્યો છે. આજે અભિનેત્રીના જન્મદિવસ પર ચાલો તમને તેમની નેટવર્થથી પરિચિત કરાવીએ.

દિશાની ફી

દિશા વાકાણી (Disha Vakani) તે નાના પડદાની અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે જે દરેક એપિસોડ માટે મોટી રકમ લેતી હતી. મીડિયા અહેવાલો અનુસાર, દિશા વાકાણી ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ના એપિસોડ માટે 1.50 લાખ રૂપિયા લેતી હતી. રિપોર્ટ અનુસાર, તે તારક મેહતા શોથી દર મહિને લગભગ 20 લાખ કમાતી હતી.

દિશાની નેટવર્થ

દિશા વાકાણીએ પોતાની મહેનતના આધારે આજે કરોડોની સંપત્તિ ભેગી કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિશાની નેટવર્થ 37 કરોડ રૂપિયાથી વધુ છે. જોકે દિશાની નેટવર્થ અલગ અલગ પ્લેટફોર્મ પર અલગ અલગ જણાવવામાં આવી છે. દિશાની કમાણીનું સાધન ટીવી શો સિવાયની જાહેરાતો છે.

દિશાએ 2017 માં તારક મેહતા કા ઉલ્ટા ચશ્માને અલવિદા કહ્યું હતું, તે વખતે અભિનેત્રી માતા બનવાની હતી. ત્યારથી, તેમણે હજી સુધી શોમાં વાપસી કરી નથી. નિર્માતાઓ અને તેમની વચ્ચે ફી અંગે વિવાદ ચાલુ છે. ખાસ વાત એ છે કે નિર્માતાઓએ આટલા વર્ષોમાં દયા માટે અન્ય કોઈ ચહેરો આપ્યો નથી, તેઓ પ્રયાસ કરી રહ્યા છે કે ચાહકોને વાસ્તવિક દયાબેન જ શોમાં પાછા ફરે.

આ પણ વાંચો :- Shershaahમાં કેપ્ટન વિક્રમ બત્રાના અંતિમ સંસ્કારનું દ્રશ્ય જોઈને રડી પડી કિયારા અડવાણી, વાયરલ થયો વીડિયો

આ પણ વાંચો :- Good News: સૈફ અલી ખાનના ચાહકોને મળી અનોખી ભેટ, સપ્ટેમ્બરની આ તારીખે OTT પર રિલીઝ થશે ‘ભૂત પોલીસ’

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">