AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું કેટરિના કૈફ-વિક્કી કૌશલના લગ્ન માટે સલમાન ખાને મુલતવી રાખ્યું ‘ટાઈગર 3’નું શૂટિંગ?

કેટરિના અને વિક્કી કૌશલના લગ્નના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાને તેમની આગામી ફિલ્મ 'ટાઈગર 3'નું શૂટિંગ સ્થગિત કરી દીધું છે.

શું કેટરિના કૈફ-વિક્કી કૌશલના લગ્ન માટે સલમાન ખાને મુલતવી રાખ્યું 'ટાઈગર 3'નું શૂટિંગ?
Vicky Kaushal, Katrina Kaif, Salman Khan
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 6:43 AM
Share

બોલિવૂડ એક્ટર વિક્કી કૌશલ (Vicky Kaushal) અને કેટરિના કૈફ (Katrina Kaif)ના લગ્નની ચર્ચા હેડલાઇન્સમાં છે, જો કે વિક્કી અને કેટરીના તરફથી હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિક્કી કૌશલની માતાએ કેટરિના માટે દિવાળીનું શગુન મોકલ્યું હતું. વિક્કીની માતાએ ડાર્ક ચોકલેટ, કેટલીક જ્વેલરી અને પરંપરાગત સાડી ભેટમાં આપી હતી.

એક અહેવાલ મુજબ, બોલિવૂડનું આ પ્રેમી યુગલ ડિસેમ્બરમાં રાજસ્થાનમાં હશે. આ કપલે તેમના લગ્ન માટે તેમના પ્રોફેશનલ વર્ક પર રોક લગાવી દીધી છે. એક અહેવાલ મુજબ, કેટરીના કૈફના લગ્નને કારણે સલમાન ખાને (Salman Khan) ‘ટાઈગર 3’ (Tiger 3)નું શૂટિંગ મોકૂફ રાખ્યું છે. ફિલ્મનું શૂટ જાન્યુઆરીમાં રિશેડ્યુલ કરવામાં આવ્યું છે.

સલમાન અને શાહરૂખે સ્થગિત કર્યું ફિલ્મનું શૂટિંગ

રસપ્રદ વાત એ છે કે સલમાન ખાને (Salman Khan) તેમના ખાસ મિત્ર શાહરૂખ ખાન માટે મદદનો હાથ લંબાવ્યો છે. બંને દિગ્ગજ કલાકારો તાજેતરમાં ‘ટાઈગર 3’ અને ‘પઠાણ’ (Pathan) માટે શૂટિંગ કરવાના હતા. પરંતુ રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાન તેના પુત્ર આર્યન ખાન (Aryan Khan) સાથે થોડો ક્વોલિટી ટાઈમ વિતાવવા માંગે છે જેને તાજેતરમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. કિંગ ખાન આ દિવસોમાં બ્રેક પર છે અને સલમાને તેની ફિલ્મનું શેડ્યૂલ ડિસેમ્બર સુધી લંબાવ્યું છે.

સલમાન ખાન અંતિમ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે

જો કે સલમાન ખાન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘અંતિમઃ ધ ફાઈનલ ટ્રુથ’ (Antim: The Final Truth)ના પ્રમોશનમાં વ્યસ્ત છે. અંતિમ મરાઠી બ્લોકબસ્ટર મુલશી પેટર્નની હિન્દી રિમેક છે. આ ફિલ્મમાં આયુષ શર્મા (Aayush Sharma) લીડ રોલમાં છે. મહેશ માંજેકરે (Mahesh Manjrekar) આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. સિનેમાઘરોમાં અંતિમ 26 નવેમ્બરે રિલીઝ થશે. સલમાનની ફિલ્મ જોન અબ્રાહમ (John Abraham) સ્ટારર ‘સત્યમેવ જયતે 2’ (Satyameva Jayate 2) સાથે બોક્સ ઓફિસ પર ટક્કર કરશે. બંનેએ એકબીજાને તેમની ફિલ્મો માટે સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા હતા. એક સમયે બંને કલાકારો વચ્ચે ઘણા મતભેદ હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા એક વર્ષથી કેટરિના અને વિક્કીના રિલેશનશિપના સમાચારો ચર્ચામાં છે, લોકડાઉન દરમિયાન બંનેની નિકટતા વધી છે. બંને ઘણીવાર પાર્ટીમાં સાથે જોવા મળે છે. તાજેતરમાં આરતી શેટ્ટીની દિવાળી પાર્ટીમાં વિક્કી અને કેટરીના સાથે જોવા મળ્યા હતા.

આ પણ વાંચો :- Kusu Kusu Song Teaser: નોરા ફતેહીએ ‘સત્યમેવ જયતે 2’ના આ ગીતમાં બતાવ્યા હોટ અને સિઝલિંગ મૂવ્સ, જુઓ વીડિયો

આ પણ વાંચો :- Sooryavanshi BO Collection Day 4 :100 કરોડનાં ક્લબમાં અક્ષયની ફિલ્મની એન્ટ્રી, જાણો ચોથા દિવસે થઈ કેટલી કમાણી?

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
g clip-path="url(#clip0_868_265)">