AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ખરેખર અર્ચના પુરન સિંહે છોડી દીધો ‘The Kapil Sharma Show’? અભિનેત્રીએ આપ્યો જવાબ

થોડા સમય પહેલા અહેવાલ આવ્યા હતા કે અર્ચનાએ કપિલ શર્મા શો છોડી દીધો છે. આ વાત પર હવે અર્ચનાએ જવાબ આપ્યો છે. અને શો વિશે વાત કરી છે. જાણો તેના વિશે.

શું ખરેખર અર્ચના પુરન સિંહે છોડી દીધો 'The Kapil Sharma Show'? અભિનેત્રીએ આપ્યો જવાબ
અર્ચના પુરન સિંહ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2021 | 5:02 PM
Share

સોની ટીવીના સૌથી વધુ ફેમસ શો ‘ધ કપિલ શર્મા શો’ જલ્દી જ પરત ફરવાનો છે. લાંબા સમયથી દર્શકો શોની રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે શો ફરી શરુ થવાના અહેવાલથી દર્શકોમાં ખુશીનો માહોલ છે. આવામાં સમાચાર આવ્યા હતા કે શોની ખાસ ગેસ્ટ અર્ચના પુરન સિંહે કપિલ શર્મા શોને હંમેશા માટે બાય બાય કહી દીધું છે.

સમાચાર આવ્યા હતા કે અર્ચના કોઈ અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત હોવાના કારણે તેમણે શો છોડી દીધો છે. આ અહેવાલો પર અર્ચનાએ હવે મૌન તોડ્યું છે અને જવાબ આપ્યો છે.

એક ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર અર્ચનાએ આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે ‘મને આ બધા અહેવાલો વિશે કોઈ જાણકારી નથી. પરંતુ હું બિલકુલ કપિલ શર્મા શોની આગામી સિઝનનો ભાગ છું. ગયા વર્ષે જ્યારે હું શૂટિંગ કરી રહી હતી ત્યારે પણ આવી અફવાઓ શરુ થઇ હતી. અને આ વખતે જ્યારે મેં વેબ સિરીઝ શરુ કરી ત્યારે પણ લોકોએ માની લીધું કે હું શો છોડી દઈશ. પરંતુ આ અફવાઓમાં કોઈ સત્યતા નથી.’

અર્ચનાએ કપિલ શર્મા શો વિશે વાત કરતા કહ્યું કે, ‘મને હ્યુમર ખુબ પસંદ છે. અને જ્યારે એક્ટર્સ સ્ટેજ પર પરફોર્મ કરે છે તો મને તેમને જોવા અને માણવા ખુબ ગમે છે. હું પસંદ કરું છું આ શોને. કપિલે મને આ શો માટે પસંદ કરી છે. હું જલ્દી જ નવા સિઝન સાથે આવવાની રાહ જોઈ રહી છું.’

તમને જણાવી દઈએ કે વર્ષ 2019 થી કપિલ શર્મા શોનો ભાગ છે. આ પહેલા નવજોત સિંહ સિદ્ધુ સ્પેશિયલ ગેસ્ટ તરીકે આવતા હતા. પરંતુ તે બાદ તેમણે શો છોડી દીધો અને ત્યાર બાદ અર્ચનાએ આ શો જોઈન કર્યો હતો.

21 જુલાઈના રોજ શરુ થઇ શકે છે શો

વાત કરીએ શોની તો આ શોની ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી છે. જો કે શો ફરી શરુ થવા જઈ રહ્યો છે. ત્યારે આ શો ક્યારથી શરુ થશે તેને લઈને ઘણી અલગ અલગ તારીખો આવી રહી છે. પ્રોડક્શન હાઉસ તરફથી હજુ સુધી તારીખ જાહેર કરવામાં નથી આવી. પરંતુ અહેવાલો અનુસાર શક્યતા છે કે શો જુલાઈના છેલ્લા અઠવાડિયા કે 21 જુલાઈના રોજ શરુ થઇ શકે છે.

આ પણ વાંચો: ‘Taarak Mehta…’ ની ‘રોશન ભાભી’ એ તેમના ગળામાં આ શું પહેરી રાખ્યું છે ? જોઈને બધા ચોંકી ગયા

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">