AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘Taarak Mehta…’ ની ‘રોશન ભાભી’ એ તેમના ગળામાં આ શું પહેરી રાખ્યું છે ? જોઈને બધા ચોંકી ગયા

જેનિફર મિસ્ત્રીએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં જેનિફર પિકોકપ્રિન્ટ વાળા ડ્રેસમાં જોવા મળી રહી છે. તેમના ગળા પરના નેકલેસ પર એક નજર નાખો.

'Taarak Mehta...' ની 'રોશન ભાભી' એ તેમના ગળામાં આ શું પહેરી રાખ્યું છે ? જોઈને બધા ચોંકી ગયા
Jennifer Mistry Bansiwal
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2021 | 1:44 PM
Share

છેલ્લા ઘણા સમયથી, ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) ઘરે ઘરની પસંદનો કોમેડી શો બની છે. આ શોના દરેક કલાકાર પ્રેક્ષકોના હૃદયમાં વસી ચુક્યા છે. તેમની શૈલી, કોમેડી અને સંવાદ પણ હવે લોકોના હોઠ ઉપર થઈ ગયા છે. શો લાંબા સમયથી ટીઆરપીની દ્રષ્ટિએ હંમેશાં પ્રથમ ક્રમે રહ્યો છે. તે જ સમયે, ચાહકો પણ તેમના પ્રિય સ્ટાર્સના અંગત જીવન વિશે નજીકથી જાણવા માંગે છે.

તો, આજે અમે તમને ‘રોશન ભાભી’ એટલે કે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની જેનિફર મિસ્ત્રી બંસીવાલ (Jennifer Mistry Bansiwal) વિશે જણાવવા જઈ રહ્યા છીએ. અભિનય સિવાય જેનિફર તેમના સ્ટાઇલ સેન્સ માટે જાણીતા છે. પરંતુ આ વખતે તેમની ફેન્સી સેન્સ લોકોના માથા ઉપરથી જઈ રહી છે. જો તમને ખાતરી ન હોય તો જાતે જ તેમની આ નવીનતમ તસ્વીરો જુઓ …

જેનિફર મિસ્ત્રી બંસીવાલ આ દિવસોમાં ભલે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં જોવા મળતા નથી, પરંતુ તેનાથી તેમની ફેન ફોલોઇંગને કોઈ ફરક પડ્યો નથી. જેનિફરે તેમની ગર્ભાવસ્થાને કારણે આ શોને અલવિદા કહી દીધો હતો. તે જ સમયે, ફરી એકવાર રોશન ભાભીના ચાહકો તેમને શોમાં પાછા જોવા માંગે છે. જેનિફર આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે વાસ્તવિક જીવનમાં ખૂબ જ ફેશનેબલ અને સ્ટાઇલિશ છે. પરંતુ આ વખતે તેમણે જે ફેશન ટ્રાય કર્યો છે તે એકદમ વિચિત્ર છે.

ખરેખર, જેનિફર મિસ્ત્રીએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટા શેર કર્યા છે, જેને જોઈને બધા જ આશ્ચર્યચકિત થયા. આ તસ્વીરોમાં જેનિફર પિકોકપ્રિન્ટ વાળી ડ્રેસમાં જોવા મળી રહી છે. તે જ સમયે, તેમના ગળા પરના નેકલેસ પર એક નજર નાખો. તેમણે પોતાના ગળામાં માળો જેવું નેકલેસ પહેર્યું છે. અભિનેત્રીના આ નેક્લેસની ખૂબ ચર્ચા થાય છે.

‘હકીકતમાં, તેમનો આ નેકલેસ માળો જ છે, જેમાં ત્રણ ઇંડા અને એક પક્ષી પણ જોડાયેલ છે. જો કે, આ ઓરિજનલ નહીં પણ આર્ટિફિશિયલ માળો છે. આ નેકલેસ પહેરીને, જેનિફરે ઘણાં પોઝમાં ફોટા ક્લિક કર્યા છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી ઘણા ચાહકોને આ તસ્વીરો પસંદ આવી છે.

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">