Dhanush Net Worth: ધનુષ અને ઐશ્વર્યા એક સાથે કરતા હતા કરોડોની કમાણી, ગત વર્ષે કરી છે આટલા કરોડની કમાણી
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા એક્ટર ધનુષ 2013 માં લોકોની નજરમાં આવ્યો જ્યારે તેણે 'કોલાવેરીડી' ગીત ગાયું હતું. ધનુષના આ ગીતે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી હતી.
સાઉથ ઈન્ડસ્ટ્રીના (South Cinema) ખૂબ જ લોકપ્રિય કપલ ધનુષ (Dhanush) અને ઐશ્વર્યા રજનીકાંતે (Aishwarya Rajinikanth) એક મોટી જાહેરાત કરી હતી. સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા રજનીકાંત અને ‘અતરંગી રે’ સ્ટાર ધનુષે તેમના 18 વર્ષ જૂના સંબંધોને સમાપ્ત કરવાનું મન બનાવી લીધું છે. સમાચાર અનુસાર, આ કપલ એકસાથે કરોડો રૂપિયા કમાતા હતા, જ્યારે હવે તેઓ અલગ થવા જઈ રહ્યા છે.
મલ્ટી ટેલેન્ટેડ ધનુષની કમાણી વિશે વાત કરવામાં આવે તો એકલા ધનુષે વર્ષ 2020માં લગભગ 145 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. એક રિપોર્ટ અનુસાર, ધનુષે ગયા વર્ષે 20 મિલિયન યુએસ ડોલરની કમાણી કરી હતી એટલે કે ભારતીય ચલણ અનુસાર, અભિનેતાએ 142 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. મીડિયા રિપોર્ટ મુજબ, વર્ષ 2021માં ધનુષની કુલ સંપત્તિ 22 મિલિયન ડોલર એટલે કે 160 કરોડ હતી.
ધનુષ આ રીતે કરે છે કમાણી
મીડિયામાં છપાયેલા અહેવાલો અનુસાર, ધનુષ તેની એક ફિલ્મ માટે લગભગ 7 થી 8 કરોડ રૂપિયા લે છે. છેલ્લા 5 વર્ષથી, ધનુષની નેટવર્થ દર વર્ષે 1 થી 2 મિલિયન ડોલર વધી છે. ધનુષ ફિલ્મો ઉપરાંત જાહેરાતો અને અન્ય વસ્તુઓમાંથી પણ કમાણી કરે છે. ધનુષની લાઇફસ્ટાઇલ વિશે વાતકરવામાં આવે તો, અભિનેતા ચેન્નઈના પોશ વિસ્તારમાં રહે છે. સ્ટાર ધનુષ પાસે ચેન્નાઈમાં કરોડોની કિંમતનો બંગલો છે. અત્યાર સુધી ધનુષ તેના બે બાળકો અને પત્ની ઐશ્વર્યા સાથે આ બંગલામાં રહેતો હતો. ધનુષના આ બંગલાની કિંમત 20 થી 25 કરોડની આસપાસ છે. તેથી ધનુષની માત્ર આ મિલકત નથી. આ સિવાય ધનુષે અન્ય ઘણી જગ્યાએ પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે.
ઐશ્વર્યા કરે છે આટલી કમાણી
આમ જો ઐશ્વર્યાની કમાણી વિશે વાત કરીએ તો રજનીકાંતની પુત્રી પણ કરોડોમાં કમાણી કરે છે. સિંગર ઐશ્વર્યા વ્યવસાયે એક વર્ષમાં 7 થી 35 કરોડની કમાણી કરે છે. આવી સ્થિતિમાં, અંદાજ લગાવી શકાય છે કે ધનુષ અને ઐશ્વર્યાએ મળીને લગભગ 145 કરોડની કમાણી કરી છે.
‘કોલાવેરીડી’થી ફેન્સના દિલ જીતી લીધા હતા
તમને જણાવી દઈએ કે, નેશનલ એવોર્ડથી સમ્માનિત અભિનેતા ધનુષ વર્ષ 2013માં લોકોની નજરમાં આવ્યો હતો જ્યારે તેણે ‘કોલાવેરીડી’ ગીત ગાયું હતું. ધનુષના આ ગીતે સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી દીધી હતી. તે સમયે આ ગીતનો ક્રેઝ એટલો વધી ગયો હતો કે દરેક બાળકના હોઠ પર આ ગીત હતું. સોનુ નિગમનો પુત્ર પણ ધનુષનું આ ગીત પાછળથી ગાતો જોવા મળ્યો હતો.
ખાસ વાત એ છે કે ધનુષ માત્ર એક કળા સુધી મર્યાદિત નથી. ધનુષ પણ વ્યવસાયે ડોક્ટર છે. તો કલાના ક્ષેત્રમાં પણ તેણે પોતાની જાતને અનેક રીતે સાબિત કરી છે. ધનુષે એક્ટિંગ ઉપરાંત દિગ્દર્શક, પ્લેબેક સિંગર અને પ્રોડ્યુસર તરીકે પણ પોતાની જાતને સાબિત કરી છે. તો ત્યાં લોકો તેને રજનીકાંતના જમાઈ તરીકે પણ ઓળખે છે. આ પણ વાંચો : Harivansh Rai Bachchan Death Anniversary: બચ્ચનની એ અમર પંક્તિઓ જે આજે પણ છે લોકોના દિલમાં જીવંત
આ પણ વાંચો : Dhanush Aishwarya Divorce : રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા સાથે ધનુષે તોડ્યો 18 વર્ષનો સંબંધ, આપ્યુ આ નિવેદન