AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harivansh Rai Bachchan Death Anniversary: બચ્ચનની એ અમર પંક્તિઓ જે આજે પણ છે લોકોના દિલમાં જીવંત

હરિવંશ રાય બચ્ચનને 'મધુશાલા' માટે વારંવાર યાદ કરવામાં આવે છે. મધુશાલાનું પઠન મેગાસ્ટાર અમિતાભ બચ્ચન દ્વારા વારંવાર કરવામાં આવે છે.

Harivansh Rai Bachchan Death Anniversary: બચ્ચનની એ અમર પંક્તિઓ જે આજે પણ છે લોકોના દિલમાં જીવંત
Harivansh Rai Bachchan Death Anniversary ( File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 7:25 AM
Share

આજના સમયમાં હરિવંશ રાય બચ્ચનને (Harivansh Rai Bachchan ) લોકો અમિતાભ બચ્ચનના રૂપમાં જ ઓળખે છે. પરંતુ અમિતાભ બચ્ચનના જન્મ પહેલા હરિવંશરાય બચ્ચનનની ગણના હિન્દી સાહિત્યના લોકપ્રિય કવિમાં થતી હતી. હરિવંશ રાય બચ્ચનને ‘મધુશાલા’ માટે વારંવાર યાદ કરવામાં આવે છે. મધુશાલાનું પઠન મેગાસ્ટાર અમિતાભ બચ્ચન દ્વારા વારંવાર કરવામાં આવે છે.

હરિવંશ રાય બચ્ચનનો જન્મ 27 નવેમ્બર 1907ના રોજ એક કાયસ્થ પરિવારમાં થયો હતો. તેઓ પિતા પ્રતાપ નારાયણ શ્રીવાસ્તવ અને માતા સરસ્વતી દેવીના તે સૌથી મોટા પુત્ર હતા. બાળપણમાં તેમને પ્રેમથી બચ્ચન કહેવામાં આવતા હતા. પાછળથી હરિવંશે પોતાના નામમાંથી શ્રીવાસ્તવને હટાવીને તેની જગ્યાએ બચ્ચન કરી નાખી અને અને તે જ નામથી મશહૂર થયા હતા.

તે સમયે એવું કહેવામાં આવતું હતું કે, જ્યારે તેમની ઉત્તમ કૃતિ મધુશાલા પ્રકાશિત થઈ હતી ત્યારે વાચકોએ અનુમાન લગાવ્યું હતું કે તેના લેખક દારૂના નશામાં હોવા જોઈએ, પરંતુ વાસ્તવિકતા એ છે કે હરિવંશરાય બચ્ચને તેમના જીવન દરમિયાન દારૂને અડ્યો પણ ના હતો. 1926માં હરિવંશ રાયના લગ્ન શ્યામા સાથે થયા હતા. ટીબીની લાંબી બિમારી બાદ 1936માં શ્યામાનું અવસાન થયું. 1941માં બચ્ચને તેજી સૂરી સાથે બીજી વાર લગ્ન કર્યા હતા.

હરિવંશ રાયે 1941 થી 1952 સુધી અલ્હાબાદ યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્ય ભણાવ્યું. 1955 માં કેમ્બ્રિજથી પાછા ફર્યા પછી તેઓ ભારત સરકારના વિદેશ મંત્રાલયમાં હિન્દી નિષ્ણાત તરીકે નિયુક્ત થયા. 1966 માં તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે નામાંકિત થયા.

બચ્ચનને 1968માં ‘દો ચટાનેં’ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. સાહિત્યમાં તેમના યોગદાન માટે તેમને પ્રખ્યાત સરસ્વતી સન્માન, ઉત્તર પ્રદેશ સરકાર તરફથી યશ ભારતી પુરસ્કાર, સોવિયેત લેન્ડ નેહરુ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. બચ્ચનને 1976માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. 18 જાન્યુઆરી 2003ના રોજ95 વર્ષની વયે મુંબઈમાં તેમનું અવસાન થયું હતું.

આવો વાંચીએ તેની જાણીતી કવિતા મધુશાલા

મદિરાલય જાને કો ઘર સે

ચલતા હૈ પીને વાલા

કિસ રસ્તો સે જાઉં?

અસમંજસ મેં હૈ વો ભોલા-ભાલા

અલગ-અલગ પથ બદલતે સબ,

પાર મેં યહ બતલાતા હું-

રાહ પકડ તુ એક ચલા ચલ,

પા જાયેગા મધુશાલા

અગ્નિપથ

તું ના થકેગા કભી,

તું ના થમેગા કભી,

તું ના મુડેગા કભી,

કર શપથ, કર શપથ, કર શપથ,

અગ્નિપથ, અગ્નિપથ, અગ્નિપથ

રુકે ના તું

ધનુષ ઉથા, પ્રહાર કર

તુ સબસે પહેલે વાર કર

અગ્નિ સી ધડક-ધડક

હિરણ સી સજગ-સજગ

સિંહ સી દહાદ કર

શંખ સી પુકાર કર

રૂકે ના તું, થકે ના તું

ઝુકે ના તું, થામે ના તું

વિશ્વ સારા સો રહા હૈ

હૈં વિચારતે સ્વાન સુંદર,

કિન્તુ ઉનકા સંગ તાજકર,

વ્યોમ-વ્યાપિ શૂન્યતા કા

કૌન સાથી હો રહા હૈ?

વિશ્વ સારા સો રહા હૈ

આ પણ વાંચો : લગ્નની 21 મી વર્ષગાંઠ પર ટ્વીંકલ ખન્નાએ અક્ષય કુમારને સોશીયલ મીડીયા પર આ રીતે આપી શુભકામના, લોકોનુ જીતી લીધુ દીલ!

આ પણ વાંચો : Dhanush Aishwarya Divorce : રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા સાથે ધનુષે તોડ્યો 18 વર્ષનો સંબંધ, આપ્યુ આ નિવેદન

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">