Video : બરફીલા મેદાનોમાં ધનશ્રીએ ગાયુ કરીના કપૂરનું સોંગ, ક્રિકેટર ચહલ વિશે કંઈક એવુ કહ્યુ કે ફેન્સ હસીને લોટ-પોટ થયા

|

Feb 14, 2022 | 1:19 PM

ધનશ્રીનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.યુઝર્સ વીડિયો પર ફની રિએક્શન આપી રહ્યા છે.

Video : બરફીલા મેદાનોમાં ધનશ્રીએ ગાયુ કરીના કપૂરનું સોંગ, ક્રિકેટર ચહલ વિશે કંઈક એવુ કહ્યુ કે ફેન્સ હસીને લોટ-પોટ થયા
Dhanashree and Yuzvendra Chahal (File Photo)

Follow us on

Viral Video : સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી ધનશ્રી વર્માએ (Dhanshree Varma)તાજેતરમાં બરફીલા વાદીઓનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ડાન્સર ધનશ્રી તેના પતિ યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal)સાથે જોવા મળી રહી છે. ધનશ્રી આ દરમિયાન કરીના કપૂર ખાનની ફિલ્મ ‘જબ વી મેટ’નું લોકપ્રિય સોંગ યે ઈશ્ક હૈ… ગાતી જોવા મળી રહી છે. સોંગ ગાતી વખતે ધનશ્રી ખૂબ જ ક્યૂટ એક્સપ્રેશન આપી રહી છે. આ વીડિયો ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

ચહલને લઈને કરી આ કોમેન્ટ

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ધનશ્રી કેમેરો હાથમાં લઈને ફરે છે. આ દરમિયાન તે ચહલને કહે છે- ‘અરે ભાઈ, તમે અમારા વીડિયોમાં ફરી આવ્યા છો ?’ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. ચાહકોને આ જોડી ઘણી ક્યૂટ લાગી રહી છે.

કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી
કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos

જુઓ વીડિયો

યુઝર્સ આપી આ પ્રતિક્રિયા

આ વીડિયો જોયા પછી ઘણા યુઝર્સ પોતાના હાસ્ય પર કંટ્રોલ કરી શકતા નથી. ધનશ્રીની વાત પર ફેન્સ ફની રિએક્શન આપી રહ્યા છે, વીડિયોમાં ધનશ્રી તેના પતિને ‘ભાઈસાહેબ’ કહેતી જોવા મળે છે. ધનશ્રીના આ વીડિયો પર એક યુઝરે કમેન્ટ કરીને લખ્યુ કે, ‘ઓહ…. મેં શું સાંભળ્યું..? જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, દેવી.. આ તમારા પતિ છે, ભાઈ નથી. આ સિવાય અન્ય કેટલાક ફેન્સ પણ ફની ઈમોજી શેર કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે તેના ડાન્સ માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. ધનશ્રીએ ઘણા સિંગર, અભિનેતાઓ અને ક્રિકેટરો સાથે ડાન્સ વીડિયો બનાવ્યા છે, જેને યુઝર્સ તરફથી સકારાત્મક પ્રતિસાદ મળે છે.

આ પણ વાંચો : સુશાંત કેસના 2 વર્ષ બાદ કામ પર પરત ફરી રિયા ચક્રવર્તી, શિબાની દાંડેકર સહિતના સેલેબ્સે આપી આવી પ્રતિક્રિયા

Next Article