સુશાંત કેસના 2 વર્ષ બાદ કામ પર પરત ફરી રિયા ચક્રવર્તી, શિબાની દાંડેકર સહિતના સેલેબ્સે આપી આવી પ્રતિક્રિયા

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના કેસ પછી અભિનેત્રીનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. પરંતુ હવે 2 વર્ષ પછી રિયાના જીવનમાં કંઈક સામાન્ય બની રહ્યું હોય તેવું લાગે છે.

સુશાંત કેસના 2 વર્ષ બાદ કામ પર પરત ફરી રિયા ચક્રવર્તી, શિબાની દાંડેકર સહિતના સેલેબ્સે આપી આવી પ્રતિક્રિયા
Actress Rhea Chakraborty Image Credit source: Rhea Chakraborty Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 12:06 PM

Rhea Chakraborty : અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) ફરી કામ પર પરત ફરી છે. રિયા ચક્રવર્તીએ તેના ઇન્સ્ટાગ્રામ (Rhea Chakraborty Instagram) પરથી ચાહકો સાથે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં જોવા મળી રહી છે. સુશાંત સિંહ રાજપૂતના કેસ પછી અભિનેત્રીનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. પરંતુ હવે 2 વર્ષ પછી રિયાના જીવનમાં કંઈક સામાન્ય બની રહ્યું હોય તેવું લાગે છે. અભિનેત્રીએ શનિવારે એક ખાસ સંદેશ સાથે આ વીડિયો ચાહકો સાથે શેર કર્યો હતો.

વીડિયો શેર કરતા અભિનેત્રીએ લખ્યું- ‘ગઈકાલે હું 2 વર્ષ પછી કામ પર પરત ફરી. આ મુશ્કેલ સમયમાં મને સાથ આપનાર તમામનો ખૂબ ખૂબ આભાર. સૂર્ય ક્યારે પણ ચમકવાનું છોડતો નથી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

વીડિયોમાં શું છે

આ વીડિયોમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી સ્ક્રિપ્ટ વાંચતી જોવા મળે છે, તેના હાથમાં સ્ક્રિપ્ટ છે અને કાનમાં હેડફોન છે, રિયા કાળા રંગના કોટમાં સ્મિત સાથે જોવા મળે છે.

ફેન્સ ઉપરાંત સેલેબ્સે પણ રિયાને જોઈને ખુશી વ્યક્ત કરી

રિયાને આ રીતે હસતી જોઈને ચાહકો કોમેન્ટ કરવા લાગ્યા આખરે તમે પાછા આવ્યા, કોઈએ કહ્યું – તમને આ રીતે હસતા જોઈને આનંદ થયો. એક યુઝરે લખ્યું- મને કહો કે તમે શું કરી રહ્યા છો, તો કોઈએ લખ્યું- હેપ્પી રિયા, તમે પાછા આવી ગયા.

આ સિવાય સેલેબ્સ તરફથી પણ ઘણી કોમેન્ટ જોવા મળી હતી. એક્ટ્રેસ શિબાની દાંડેકર રિયાની ખૂબ જ ખાસ મિત્ર છે, બંનેનું એક શાનદાર બોન્ડ છે, રિયાનો આ વીડિયો જોયા બાદ એક્ટ્રેસ શિબાનીએ પણ કમેન્ટ કરી છે. મલ્લિકા દુઆએ પણ રિયાના વિડિયો પર કોમેન્ટ કરી તો સાથે જ અભિનેત્રી ડાયનાએ પણ હાર્ટ ઈમોજી શેર કરીને રિયાને ઘણો પ્રેમ અને શુભેચ્છાઓ આપી હતી.

સુશાંત સિંહનું 14 જૂન 2020 ના રોજ અવસાન થયું હતુ.4 જૂન, 2020 ના રોજ તેના બોયફ્રેન્ડ અને અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મુંબઈમાં તેમના બાંદ્રા એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા પછી અભિનેત્રીને મુશ્કેલ સમયનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો : Surat: એક તરફી પ્રેમમાં યુવતીની હત્યા મામલે ગૃહ રાજ્યપ્રધાન મૃતકના પરિવારને મળ્યા, પરિવારને વહેલી તકે ન્યાયની આપી બાંહેધરી આપી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">