IPL 2022: “અચ્છી બનેગી અપની” રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયા બાદ યુઝવેન્દ્ર ચહલ ગુલાબી રંગમાં રંગાયો

રાજસ્થાન રોયલ્સ ટીમમાં જોડાયા બાદ યુઝવેન્દ્ર યહલ અને રાજસ્થાન વચ્ચે રસપ્રદ કેમિસ્ટ્રી સોશિયલ મીડિયામાં જોવા મળી. રાજસ્થાન ટીમે શેર કર્યો ફોટો.

IPL 2022: અચ્છી બનેગી અપની રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયા બાદ યુઝવેન્દ્ર ચહલ ગુલાબી રંગમાં રંગાયો
Yuzvendra Chahal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 3:36 PM

ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ની ટીમ સાથે આઈપીએલમાં લાંબા સમય સુધી જોડાયેલો રહ્યો હતો. પણ હવે તે આઈપીએલ 2022 માં નવી ટીમ સાથે મેદાન પર રમતો જોવા મળશે. બેંગ્લોરની ટીમે ચહલને રીટેન કર્યો ન હતો.

જોકે એવી આશા હતી કે બેંગ્લોરની ટીમ આઈપીએલ 2022 ના મેગા ઓક્શનમાં યુઝવેન્દ્ર ચહલને ફરીથી ખરીદી લેશે. પણ ચોંકાવનારી વાત એ છે કે આ મેગા ઓક્શનમાં યુઝવેન્દ્ર ચહલની જ્યારે બોલી લાગતી હતી ત્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે તેના માટે બોલી પણ લગાવી ન હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

IPL 2022 મેગા ઓક્શનના પહેલા દિવસે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ટીમે યુઝવેન્દ્ર ચહલ માટે પહેલી બોલી લગાવી હતી. ત્યાર બાદ દિલ્હી કેપિટલ્સની ટીમ મેદાન પર આવી હતી. દિલ્હી અને મુંબઈ ટીમ વચ્ચે લાંબા સમય સુધી બોલી લાગી હતી. 5 કરોડની બોલી બાદ દિલ્હી ટીમ આ રેસમાંથી બહાર થઇ ગયું હતું અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ રેસમાં જોડાઇ ગઇ હતી.

તો રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ટીમે 6 કરોડમાં બોલીની સાતે શરૂઆત કરી અને અંતે 6 કરોડ 50 લાખમાં યુઝવેન્દ્ર ચહલને પોતાની ટીમમાં જોડ્યો હતો.

યુઝવેન્દ્ર ચહલ અને રાજસ્થાન રોયલ્સની કેમિસ્ટ્રી જોરદાર રહેવાની છે આઈપીએલ 2022 મેગા ઓક્શનમાં યુઝવેન્દ્ર ચહલને ખરીદ્યા બાદ રાજસ્થાન ટીમે પોતાના સોશિયલ મીડિયામાં ચહલ અને ટીમ વચ્ચે થયેલી રસપ્રદ વાતચીતનો સ્ક્રિનશોટ શેર કર્યો હતો. તમને જણાવી દઇએ કે રાજસ્થાનની ટીમ સોશિયલ મીડિયામાં જોક્સ માટે જાણીતું છે. તો યુઝવેન્દ્ર ચહલ પણ ઘણીવાર સોશિયલ મીડિયામાં રમુજ માટે જાણીતો છે.

રાજસ્થાન ટીમના ઓફિશિયલ ટ્વિટર પર આઈપીએલ 2022ના મેગા ઓક્શનમાં ચહલને ખરીદ્યા બાદ તેના ઇંસ્ટાગ્રામ પર રસપ્રદ વાર્તાલાપનો સ્ક્રિનશોટ્સ શેર કર્યો હતો. બધાને ખ્યાલ છે યુઝવેન્દ્ર ચહલ હસી-મજાક માટે જાણીતો છે, તેણે રાજસ્થાન સાથે મેસેજમાં પણ હસી-મજાક કર્યા હતા અને તેનો સ્ક્રિનશોટ્સ શેર કર્યા હતા અને ત્યારબાદ ચાહકોએ તેને શેર પણ કર્યા હતા.

આ પણ વાંચો : IPL 2022 Auction: એક બાજુ ઓક્શન ચાલી રહ્યું છે અને પંજાબ ટીમની માલિક પ્રીટિ ઝિંટા મુંબઈની માલિક નીતા અંબાણીના આંખોના કરી રહી છે વખાણ

આ પણ વાંચો : Chetan Sakariya , IPL 2022 Auction: ભાવનગરના ખેલાડીને દિલ્હી કેપિટલ્સે બેઝ પ્રાઇઝ થી 8 ગણા કરતા વધારે રકમ ચુકવી ખરીદ્યો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">