AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dev.D પછી Abhay Deol અને Mahi Gill વેબ સિરીઝમાં સાથે જોવા મળશે

2009 માં આવેલી ફિલ્મ દેવ.ડીમાં, અનુરાગ કશ્યપે હિન્દી સિનેમાના પ્રખ્યાત પાત્ર દેવદાસને આધુનિક પરિપ્રેક્ષ્યથી રજૂ કર્યો હતો.

Dev.D પછી Abhay Deol અને Mahi Gill વેબ સિરીઝમાં સાથે જોવા મળશે
Abhay deol
Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 07, 2021 | 10:26 AM
Share

2009 માં આવેલી ફિલ્મ દેવ.ડીમાં, અનુરાગ કશ્યપે હિન્દી સિનેમાના પ્રખ્યાત પાત્ર દેવદાસને આધુનિક પરિપ્રેક્ષ્યથી રજૂ કર્યો હતો. આ રોલમાં અભય દેઓલની સારી પ્રશંસા થઈ હતી અને ગર્લફ્રેન્ડ પારોની ભૂમિકા નિભાવનાર માહી ગિલની અભિનયની પણ પ્રશંસા કરવામાં આવી હતી. દેવ.ડી પછી, આ જોડી ફરી એક સાથે આવી ન શકી, પરંતુ હવે લગભગ 12 વર્ષ પછી, વોર સીરીઝ 1962- ધ વોર ઇન ધ હિલ્સ અભય અને માહીને મેળવી દિધા છે. ડિઝની પ્લસ હોટસ્ટાર પર આવી રહેલી આ વેબ સિરીઝમાં માહી અભયના પાત્ર મેજર સૂરજ સિંહની પત્ની શગુન સિંહની ભૂમિકામાં જોવા મળશે.

તેના પાત્ર વિશે વાત કરતા, માહીએ ખુલાસો કર્યો કે તેણે સશસ્ત્ર દળમાં ભરતી માટે અરજી કરી હતી અને તે પણ પસંદ કરવામાં આવી હતી. માહી કહે છે- 1962 મારા માટે એક ખાસ શો છે. એક સમય હતો જ્યારે મેં તેના માટે અરજી કરી હતી અને લશ્કરી દળોના ભાગ માટે પણ પસંદ કરવામાં આવી હતી. અને આજે, મને વોર શ્રેણીનો ભાગ બનવાની તક છે. ભલે સોલજર નહીં પણ સૈન્ય અધિકારીની પ્રતિષ્ઠિત પત્ની. મને લાગે છે કે જે પરિવારો દરેક પરિસ્થિતિમાં આપણા જવાનોને ટેકો આપે છે તે પણ હીરો કરતા ઓછા નથી. મારું પાત્ર શગુન માત્ર આર્મીની પત્ની નથી, જેમ કે ફિલ્મો અને શોમાં બતાવવામાં આવ્યું છે. તે મજબૂત અને હિંમતવાન છે અને તે પોતાની અંગત લડત પણ લડી રહી છે.

તમને જણાવી દઈએ કે, મહી ગિલ અગાઉ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થયેલી ફિલ્મ દુર્ગામતી ફિલ્મમાં જોવા મળી હતી, જેમાં તેણે સીબીઆઈ અધિકારીની ભૂમિકા ભજવી હતી. 1962- ધ વોર ઇન ધ હિલ્સનું દિગ્દર્શન મહેશ માંજરેકર દ્વારા કરાયું હતું. અભય અને માહી ઉપરાંત સુમિત વ્યાસ અને આકાક્ષ થોસર પણ શ્રેણીમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. 1962 એ ભારત અને ચીન વચ્ચેના યુદ્ધની વાર્તા છે, જેમાં 3000 ચીની સૈનિકો સામે માત્ર 125 ભારતીય લડવૈયા હતા. આ શ્રેણી 26 ફેબ્રુઆરીએ લાવવામાં આવશે.

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">