AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dasvi Film : અભિષેક બચ્ચન અને નિમ્રત કૌરે ‘કિંગ ખાન’ વિશે જણાવી આ વાત

અભિષેક બચ્ચન અને નિમ્રત કૌર આજકાલ તેમની રિલીઝ થયેલી ફિલ્મ 'દસવી'ની (Dasvi Film) સફળતાનો આનંદ માણી રહ્યા છે. તેઓએ તાજેતરમાં 90'sના બૉલીવુડ અંગે ઘણી વાતો શેર કરી છે.

Dasvi Film : અભિષેક બચ્ચન અને નિમ્રત કૌરે 'કિંગ ખાન' વિશે જણાવી આ વાત
Dasvi Film (Official Poster)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2022 | 6:27 PM
Share

અભિષેક બચ્ચનની (Abhishek Bacchan) બહુ-અપેક્ષિત ફિલ્મ, દસવી (Dasvi Film) ગઇકાલે નેટફ્લિક્સ (Netflix) પર પ્રસારિત થઈ છે. જેમાં,અભિષેક રાજકારણી ગંગારામ ચૌધરીની ભૂમિકા નિભાવશે. તેમાં નિમ્રત કૌર તેમની પત્ની બિમલા દેવી, એક આકસ્મિક મુખ્યમંત્રી તરીકે અને યામી ગૌતમ IPS અધિકારી તરીકે પણ જોવા મળશે. થોડા દિવસો પહેલા, આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું અને તેને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મ હરિયાણાના સીએમ ગંગા રામ ચૌધરી (અભિષેક) વિશે છે જેણે જેલમાં 10મા ધોરણની બોર્ડની પરીક્ષા આપવાનું નક્કી કર્યું હતું.

લોકપ્રિય સેલેબ્રિટી ગોસિપ વેબસાઇટ પિંકવિલા સાથેની એક વિશિષ્ટ ચેટમાં, અભિષેક અને નિમ્રતે 90ના દાયકાની આઇકોનિક સિનેમેટિક પળોને યાદ કરી જેમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર અને અન્ય ઘણા લોકો પણ સામેલ હતા. નિમ્રતે કરણ જોહરની ફિલ્મ’ કુછ કુછ હોતા હૈ’ની એક યાદ જાહેર કરી જેમાં શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જી સહ કલાકાર હતા. અભિનેત્રીએ શેર કર્યું હતું કે તે ટીના (રાની)ના આઇકોનિક સિલ્વર ડ્રેસથી ઓબ્સેસ્ડ હતી જે તેણીએ આ ફિલ્મમાં પહેર્યો હતો. “મને તે ડ્રેસ જોઈતો હતો અને મને તે ક્યાંય મળ્યો ન હતો. મને તે ડ્રેસ ખૂબ જ ગમતો હતો. આ માટે હું નોઇડાની બજારોમાં ખૂબ ગઈ હતી.”

1998માં બોલિવૂડના કલાકારોએ સ્ક્રીન પર બોડી એક્સપોઝ કરવાનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો તેવા આઇકોનિક ગીત વિશે અભિષેક બચ્ચનને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. અભિષેક બચ્ચન ઝડપી જવાબ આપતા કહ્યું કે, “સલમાન ખાન ફ્રોમ પ્યાર કિયા તો ડરના કયા.” અન્ય એક પ્રશ્નમાં, અભિષેક અને ચુલબુલી નિમ્રતને તે ફિલ્મ વિશે પૂછવામાં આવ્યું જે 1992માં રિલીઝ થઈ હતી અને જેણે બોલીવુડ અભિનેતાને જીવનભર માટે ટેગ એટલે કે પ્રસિદ્ધિ આપી હતી. અભિષેક બચ્ચને ફરીથી ક્વીક જવાબ આપ્યો અને કહ્યું કે, ”અક્ષય કુમાર અભિનીત ફિલ્મ દીવાના.”

આ પણ વાંચો – Dasvi: અભિષેક બચ્ચન અને નિમરત કૌર હરિયાણવી સ્ટાઈલથી દર્શકોનું કરશે મનોરંજન

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">