VIDEO : લગ્ન પહેલા બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર પુનિત પાઠક હતા ખુશ, પણ હવે હાલત છે કંઈક આવી…!
આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ડાન્સર અને કોરિયોગ્રાફર પુનીત પાઠકનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં તે લગ્ન બાદ પરેશાન થયેલો જોવા મળે છે.

Viral Video : બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર પુનીત પાઠક (Punit Pathak) સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ એક્ટિવ છે. તે અવારનવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતા જોવા મળે છે. તાજેતરમાં કોરિયોગ્રાફર પુનીતે એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં તેણે લગ્ન પહેલા અને બાદની સ્થિતિ દર્શાવી છે. વીડિયોમાં ડાન્સર ઘરનુ કામ કરતા જોવા મળી રહ્યા છે. આ રમુજી વીડિયો (Funny Video)હાલ ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે.
જુઓ વીડિયો
લગ્ન પહેલા મશહુર કોરિયોગ્રાફર પુનિત પાઠક હતો ખુશ, પણ હવે હાલત છે કંઈક આવી…!#punitpathak #Entertainment #NidhiSingh #TV9News pic.twitter.com/6sSWjdT71y
— Tv9 Gujarati (@tv9gujarati) March 10, 2022
ગયા વર્ષે લગ્ન કર્યા
પુનીત અને નિધિની (Nidhi Moony Singh) લવસ્ટોરીની વાત કરીએ તો બંને પહેલીવાર ‘ઝલક દિખલા જા’ના સેટ પર મળ્યા હતા. અહીંથી બંને વચ્ચે નિકટતા વધી હતી. બંનેએ વર્ષ 2020માં ઓગસ્ટમાં સગાઈ કરી હતી.પુનીતે જણાવ્યું હતું કે લોકડાઉને બંનેને સમજવા માટે પૂરો સમય આપ્યો, ત્યારબાદ 11 ડિસેમ્બર 2020ના રોજ બંને લગ્નના બંધનમાં બંધાયા હતા.
પુનીત પાઠકની કારકિર્દી
પુનીતની કારકિર્દી વિશે વાત કરીએ તો,તેણે ડાન્સ રિયાલિટી શો (Dance Reality Show) DIDથી ડાન્સર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે DID સીઝન -2નો સેકન્ડ રનર અપ પણ રહ્યો છે. તે પછી તેણે ઘણી હિન્દી ફિલ્મો અને ડાન્સ રિયાલિટી શોમાં કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું. આટલું જ નહીં પુનીત ‘ખતરોં કે ખિલાડી’નો વિનર પણ રહી ચૂક્યો છે.
આ ફિલ્મોમાં કર્યુ છે કામ
ડાન્સિંગ સિવાય પુનીતને એક્ટિંગમાં પણ રસ છે. તે રેમો નિર્દેશિત ફિલ્મ ‘ABCD’, ‘ABCD 2’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેમના સિવાય વરુણ ધવન, શ્રદ્ધા કપૂર, પ્રભુ દેવા જોવા મળ્યા હતા. ફિલ્મની કહાની ડાન્સ પર આધારિત હતી. આ ફિલ્મ પણ વર્ષની શ્રેષ્ઠ ફિલ્મોની યાદીમાં સામેલ છે.
આ પણ વાંચો : Radhe Shyam: પ્રભાસ સાથે પોતાની કેમિસ્ટ્રી પર પૂજા હેગડે એ કહ્યું-‘અમે સાથે મળીને સ્ક્રીન પર જાદુ બતાવીશું’