અમિતાભ બચ્ચનના ઘર ‘ જલસા’ માં થઇ કોરોનાની એન્ટ્રી, જાણો કોનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, આ વચ્ચે અમિતાભ બચ્ચનના ઘરમાં કોરોનાની એન્ટ્રી થઇ છે.

અમિતાભ બચ્ચનના ઘર ' જલસા' માં થઇ કોરોનાની એન્ટ્રી, જાણો કોનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
amitabh bachchan ( File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 12:43 PM

અમિતાભ બચ્ચનના ઘરે પણ કોરોના વાયરની એન્ટ્રી થઇ છે. અમિતાભ બચ્ચનના મુંબઈ ઘર જલસાના એક કર્મચારીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમિતાભ બચ્ચનના ઘરના કુલ 31 સ્ટાફ મેમ્બરનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો છે, જેમાંથી એક કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અમિતાભ બચ્ચને પોતાના ઓફિશિયલ બ્લોગ દ્વારા જલસામાં કોરોનાની એન્ટ્રીના સમાચાર આપ્યા છે. જો કે, તેણે તેના બ્લોગમાં પુષ્ટિ કરી નથી કે જલસામાં કોનો રિપોર્ટ કોવિડ પોઝિટિવ આવ્યો છે. પોતાના બ્લોગમાં અમિતાભે લખ્યું છે – હું કેટલાક ઘરેલુ કોરોના સંજોગો સાથે સંઘર્ષ કરી રહ્યો છું. હું પછી તમારી સાથે જોડાઈશ.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

અમિતાભે આ બ્લોગ મધરાતે લખ્યો હતો. આ બ્લોગ પોસ્ટ પછી, અમિતાભે બીજો બ્લોગ લખ્યો છે કે તેઓ લડે છે અને લડતા રહેશે, તે પણ દરેકની પ્રાર્થનાની મદદથી. અમિતાભે લખ્યું – લડીએ છીએ, લડતા રહીશું… દરેકની પ્રાર્થનાની મદદથી… આગળ કંઈ નહીં… વધુ વિગતો નહીં… બસ, શો ચાલે છે. આ બ્લોગની સાથે અમિતાભે પોતાની નવી લડાઈ વિશે એક કવિતા પણ લખી છે.

અમિતાભ બચ્ચને કોરોના વાયરસની અસરને ખૂબ નજીકથી જોઈ છે. વર્ષ 2020માં અમિતાભ બચ્ચન પોતે પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. કોરોનાને કારણે અમિતાભ ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા. જો કે, હોસ્પિટલમાંથી જ તે સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે સંપર્કમાં રહેતા હતા.

તમને જણાવી દઈએ કે 2020માં માત્ર અમિતાભ બચ્ચન જ નહીં પરંતુ તેમના પુત્ર અભિષેક બચ્ચન, પુત્રવધૂ અને અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને પૌત્રી આરાધ્યા બચ્ચનનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. અમિતાભ અને અભિષેક પોઝિટિવ આવ્યા પછી જ આખા પરિવારનો કોવિડ ટેસ્ટ થયો, જેમાંથી ઐશ્વર્યા અને આરાધ્યાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને શ્વેતા, જયા બચ્ચન અને અગસ્ત્યનો રિપોર્ટ નેગેટિવ આવ્યો.

કોરોનાની બીજી લહેર બાદ ફરી એકવાર મુંબઈમાં કોરોના કેસમાં ઉછાળો આવ્યો છે.ત્યારે વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને BMC દ્વારા કડક નિયમો કરવામાં આવ્યા છે. બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન (Bombay Municipal Corporation) દ્વારા લાગુ કરાયેલા નવા નિયમો અનુસાર હવેથી એરપોર્ટ પર તમામ આંતરાષ્ટ્રીય મુસાફરોનુ RT-PCR ટેસ્ટ કરવામાં આવશે.

તો મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોનાના 18,466 નવા કેસના સાથે સંક્રમિત  લોકોની કુલ સંખ્યા વધીને 67,30,494 થઈ ગઈ છે જ્યારે વધુ 20 દર્દીઓના મૃત્યુને કારણે મૃત્યુઆંક વધીને 1,41,573 થઈ ગયો છે. રાજ્યના આરોગ્ય વિભાગે આ માહિતી આપી છે. ગત દિવસની સરખામણીમાં ચેપના નવા કેસોમાં 52 ટકાનો વધારો નોંધાયો છે.

આ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરૂપના 75 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 653 કેસની પુષ્ટિ થઈ છે. ઓમિક્રોનના નવા કેસોમાં રાજધાની મુંબઈમાંથી 40 કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના સંક્રમણના દૈનિક કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે.

આ પણ વાંચો : શું ચોથો ડોઝ વિશ્વમાંથી કોરોનાને ખતમ કરવાનું શસ્ત્ર બનશે, ઇઝરાયલના PMના કહેવાથી લોકોની આશા બંધાઈ

આ પણ વાંચો : Surat : હવે VNSGUમાં પણ કોરોનાનો પેસારો , કુલપતિ બાદ 10 વહીવટી કર્મચારીઓ પોઝિટિવ

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">