Paresh Rawal થયા કોરોના પોઝિટીવ, 9 માર્ચે લેવામાં આવ્યો હતો કોરોના રસીનો પ્રથમ ડોઝ

|

Mar 27, 2021 | 3:37 PM

કોરોના વાઈરસનો કહેર દેશમાં ફરી એકવાર ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશના જુદા જુદા રાજ્યોમાં ફરીથી કોરોના કેસ વધ્યા છે. આવી સ્થિતિમાં બોલિવૂડ પણ કોરોના વાઈરસના કહેરથી ઝઝુમી રહ્યું છે.

Paresh Rawal થયા કોરોના પોઝિટીવ, 9 માર્ચે લેવામાં આવ્યો હતો કોરોના રસીનો પ્રથમ ડોઝ
Paresh Rawal

Follow us on

કોરોના વાઈરસનો કહેર દેશમાં ફરી એકવાર ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશના જુદા જુદા રાજ્યોમાં ફરીથી કોરોના કેસ વધ્યા છે. આવી સ્થિતિમાં બોલિવૂડ પણ કોરોના વાઈરસના કહેરથી ઝઝુમી રહ્યું છે. આમિર ખાન અને કાર્તિક આર્યન પછી હવે એવા સમાચાર મળી રહ્યા છે કે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા પરેશ રાવલને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

બોલીવુડ અભિનેતા અને રાજકારણી પરેશ રાવલ પણ કોવિડની ચપેટમાં આવી ગયા છે. પરેશ રાવલે ખુદ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. પરેશ રાવલે સોશ્યલ મીડિયા પર જણાવ્યું હતું કે તેમને કોવિડથી ચેપ લાગ્યો છે અને આની સાથે તેમણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને તપાસ માટે જણાવ્યું છે.

 

 

શુક્રવારે રાત્રે પરેશ રાવલે ટ્વીટ કર્યું હતું કે, ‘દુર્ભાગ્યપૂર્ણ, હું કોરોના પોઝિટિવ થયો છું. છેલ્લા 10 દિવસથી મારી સાથે સંપર્કમાં આવનાર વ્યકિત કૃપા કરીને તમારી તપાસ કરાવી લો. ‘ પરેશ રાવલની પોસ્ટ પર સોશિયલ મીડિયા યુઝર્સ તેમની ઝડપથી તંદુરસ્તી માટે પ્રાર્થના કરી રહ્યા છે, આ ઉપરાંત તે અભિનેતાને પોતાની તબિયત સંભાળવાની સૂચના આપી રહ્યા છે. ચાહકોની સાથે ઘણા સ્ટાર્સે પણ પરેશની પોસ્ટ પર કમેન્ટ કરી રહ્યા છે.

 

 

 

બે અઠવાડિયા પહેલા લગાવવામાં આવી હતી રસી

પરેશના ચાહકો અને તેના બોલીવુડના સાથી અનુપમ ખેર, અશોક પંડિતની સાથે, અન્ય તેમની ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે 65 વર્ષીય અભિનેતા પરેશ રાવલે બે અઠવાડિયા પહેલા એટલે કે 9 માર્ચે કોવિડ -19 રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. તેમણે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરીને રસી લેવાની માહિતી શેર કરી હતી. પરેશે પોતાની ટ્વીટમાં લખ્યું છે કે, ‘વી થી વૈક્સીન. બધી નર્સો, ડોકટરો, ફ્રન્ટલાઈન વર્કર્સ અને વૈજ્ઞાનિકોનો આભાર. ‘

 

નોંધપાત્ર વાત એ છે કે દેશમાં ફરી એકવાર કોવિડનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ બોલીવુડમાંથી પણ ઘણા સ્ટાર્સને કોવિડનો ચેપ લાગ્યાો છે એવા સમાચાર સામે આવ્યા છે. આ સ્ટાર્સમાં કાર્તિક આર્યન, આમિર ખાન, આર માધવન, મિલિંદ સોમન, રણબીર કપૂર, સંજય લીલા ભણસાળી, સિદ્ધંત ચતુર્વેદી અને અન્ય ઘણા લોકો શામેલ છે.

 

આ પણ વાંચો : Dia Mirza – વૈભવ રેખી લગ્નના 1 મહિના પછી હનીમૂન પર પહોંચ્યા માલદિવ્સ, શેર કરી ખાસ પોસ્ટ

આ પણ વાંચો : Asha Bhosle ને મહારાષ્ટ્ર સરકાર આપશે મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ, આશા ભોંસલેએ કહી આ વાત

Next Article