આ ગામના બાળકોના એક્શન સીન જોઈને હોલીવુડનો ટોમ ક્રુઝ પણ તાળીઓ પાડે, જુઓ Viral Video

|

Jul 10, 2021 | 3:12 PM

આંધ્રપ્રદેશના નાનકડા ગામના બાળકો સાઉથના મોટા સ્ટાર્સને પણ ટક્કર આપે તેવી એક્શન શોર્ટ ફિલ્મો બનાવી રહ્યા છે. ​તેઓ Nellore Kurrallu નામની એક યુટ્યુબ ચેનલમાં આ વિડીયો મુકતા હોય છે.

આ ગામના બાળકોના એક્શન સીન જોઈને હોલીવુડનો ટોમ ક્રુઝ પણ તાળીઓ પાડે, જુઓ Viral Video
Andhra Village Boys Recreate Action Scenes From Telugu Films

Follow us on

આજના સમયમાં સોશ્યલ મીડિયા એક એવું માધ્યમ બની ગયું છે. જ્યાં રાતોરાત કોઈ ફેમશ થઇ શકે છે તો કોઈ બદનામ પણ થઇ શકે છે. ઘણા લોકોનું નસીબ સોશિયલ મીડિયાએ ચમકાવી દીધું. આજના સમયના રાનુ મંડલથી બાબા જેકસન સુધીના ઘણા ઉદાહરણો આપણી સામે હાજર છે. આ એપિસોડમાં આજે અમે તમને એક એવા ગામની વાત જણાવવા જઈ રહ્યા છીએ, જેના એક્શન સીનની દુનિયા પ્રશંસા કરી રહી છે.

આ વાત છે આંધ્રપ્રદેશના Nellore ગામની. અહીંયાના બાળકો પોતાના મોબાઈલમાં એવી કરામત કરે છે કે મોટા મોટા ફિલ્મ મેકર્સ દંગ રહી જાય. જી હા આ બાદલો એવા સીન બનાવે છે કે સોશિયલ મીડિયા યુઝર્સ કહે છે કે આમની આગળ સાઉથના હીરો પણ પાણી ભારે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

તમને જણાવી દઈએ કે Nellore Kurrallu નામની એક યુટ્યુબ ચેનલ છે. આ ચેનલ ગયા વર્ષે કોરોના કાળમાં લોકડાઉન સમયે ગામના કેટલાક બાળકોએ શરુ કરી હતી. તેઓ ફિલ્મોના સીન જેવા સીન શૂટ કરી, એડિટ કરીને તેમાં મુકતા હતા. એટલું જ નહિ તેઓ પોતાની શોર્ટ ફિલ્મ પણ તેમાં મુકીને આ ચેનલ ચલાવતા હતા. ચેનલ બનાવનાર લોકો પાસે પૈસા ના હોવાથી ગામના જ બાળકો પાસે અભિનય કરાવ્યો.

આ બાળકો પણ પ્રોફેશનલ એક્ટર નથી, તેમને ફક્ત મૂવીઝ, સિનેમા પસંદ છે. આ બાળકોએ જે રીતે ખતરનાક સ્ટન્ટ્સ કર્યા છે, પ્રથમ દૃષ્ટિએ જોઇને વિચાર આવે કે આ કોઈ સ્ટંટ ડબલ્સએ કર્યા હશે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમની પાસે ન તો કોઈ કેમેરો હતો, ના મોટી ટીમ. આવી સ્થિતિમાં તેમણે મોબાઇલમાં જ આખી શોર્ટ ફિલ્મ શૂટ કરી અને તે મોબાઇલ પર જ એડિટ કરી. આ ફિલ્મમાં તેમણે એક્શન સીન દરમિયાન જે શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો તે લાકડામાંથી બનેલા હતા. તેમની ચેનલને યુટ્યુબ પર 6 લાખ 65 હજાર લોકોએ સબ્સ્ક્રાઇબ કરી છે. સોશ્યલ મીડિયા યુઝર્સ તેના કામને ખૂબ પસંદ કરે છે. આ જ કારણ છે કે તેમના વિડીયો પર લાખો વ્યૂઓ આવે છે.

 

આ પણ વાંચો: OMG: હૃતિક અને આ ખાન આમને સામને, સુપરહીટ ફિલ્મની હિન્દી રિમેકમાં કોણ મારશે બાજી?

આ પણ વાંચો: ‘Tiger 3’ માં સલમાનને ટક્કર આપવા તૈયાર ઇમરાન હાશ્મી, બોડી જોઇને ફેન્સ રહી ગયા હેરાન

Published On - 3:11 pm, Sat, 10 July 21

Next Article