Case Filed: ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા પર દાખલ કરવામાં આવ્યો છેતરપિંડીનો કેસ, જાણો શું છે આરોપખલ કરવામાં આવ્યો છેતરપિંડીનો કેસ, જાણો શું છે આરોપ

|

May 24, 2022 | 6:33 PM

રામ ગોપાલ વર્મા (Ram Gopal Varma) પોતાના નિવેદનના કારણે અવારનવાર હેડલાઈન્સમાં રહે છે પરંતુ હવે તેમણે કોઈ વ્યક્તિ પાસેથી પૈસા ઉછીના લીધા હતા જે તેણે પરત કર્યા નથી અને તેના કારણે તેમની સામે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે.

Case Filed: ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા પર દાખલ કરવામાં આવ્યો છેતરપિંડીનો કેસ, જાણો શું છે આરોપખલ કરવામાં આવ્યો છેતરપિંડીનો કેસ, જાણો શું છે આરોપ
Ram-Gopal-Varma
Image Credit source: Instagram

Follow us on

હૈદરાબાદ પોલીસે ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા (Ram Gopal Varma) વિરુદ્ધ પ્રોડક્શન હાઉસ પાસેથી 56 લાખ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ કેસ નોંધ્યો છે. શેખરા આર્ટ ક્રિએશનના કોડપ્પા શેખર રાજુ (Kodappa Sekhar Raju) દ્વારા રામ ગોપાલ વર્મા વિરુદ્ધ આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કેસ સાયબરાબાદ પોલીસ કમિશનર હેઠળ મિયાપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. વાસ્તવમાં, ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે રામ ગોપાલ વર્માએ કોડપ્પા શેખર રાજુ પાસેથી ફિલ્મ ‘દિશા’ (Disha) માટે પૈસા લીધા હતા અને આ માટે તેણે તેને વચન આપ્યું હતું કે તે ફિલ્મની રિલીઝ પહેલા પૈસા પરત કરી દેશે, પરંતુ તેણે પૈસા ચૂકવ્યા ન હતા.

6 મહિનામાં પૈસા પરત કરવા જણાવ્યું હતું

રાજુએ પોલીસને જણાવ્યું કે તે થોડા વર્ષો પહેલા રામ ગોપાલ વર્માને એક કોમન ફ્રેન્ડ રમના રેડ્ડી મારફત મળ્યો હતો. ફરિયાદમાં કહેવાયું છે કે વર્ષ 2020ના જાન્યુઆરી મહિનામાં તેણે 8 લાખ રૂપિયા આપ્યા હતા અને થોડા દિવસો પછી તેણે 20 લાખ રૂપિયા આપ્યા હતા. પ્રખ્યાત ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માએ વચન આપ્યું હતું કે તે આ તમામ પૈસા 6 મહિનામાં પરત કરી દેશે. રાજુએ કહ્યું કે રામ ગોપાલ વર્માએ વર્ષ 2020માં તેનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ તેણે આર્થિક સમસ્યામાંથી પસાર થઈ રહ્યો હોવાનું કહીને બાકીના 28 લાખ લીધા હતા.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે રામ ગોપાલ વર્માએ વચન આપ્યું હતું કે તે ફિલ્મની રિલીઝ પહેલા તમામ પૈસા પરત કરી દેશે. પરંતુ વર્ષ 2021ના જાન્યુઆરીમાં મને ખબર પડી કે તે આ ફિલ્મના નિર્માતા નથી. જે બાદ તેને ખબર પડી કે ફિલ્મમેકરે તેની સાથે છેતરપિંડી કરી છે અને હવે રામ ગોપાલ વર્મા પર ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 406 (ગુનાહિત વિશ્વાસનો ભંગ), 417 (છેતરપિંડી માટે સજા), 420 (છેતરપિંડી) અને 506 (ગુનાહિત ધમકી માટે સજા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ફિલ્મ ‘દિશા’ હૈદરાબાદની વાસ્તવિક ઘટના પર આધારિત હતી

તાજેતરમાં રામ ગોપાલ વર્માએ જાહેરાત કરી હતી કે તેઓ ‘દિશા એન્કાઉન્ટર’ નામની ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે, જે વર્ષ 2019માં હૈદરાબાદમાં પશુચિકિત્સક પર થયેલા ગેંગ રેપ અને હત્યા પર આધારિત છે. ચાર લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. જોકે, બાદમાં પોલીસ દ્વારા તેને એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. ત્યારબાદ ડીસાના પરિવારે તેલંગાણા હાઈકોર્ટમાં જઈને ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી હતી.

Next Article