Peddi Box Office : રામ ચરણની ફિલ્મની કમાલ પેદ્દીની કમાણીમાં થયો વધારો, 200 કરોડની નજીક પહોંચી

રામ ચરણની ફિલ્મ પેદ્દી સિનેમાઘરોમાં રિલીઝ થઈ તેના 3 દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે. આ 3 દિવસમાં ફિલ્મે શાનદાર પ્રદર્શન કર્યું છે. ફિલ્મની કમાણીમાં વધારો પણ જોવા મળ્યો છે. રવિવારના રોજ આ કલેક્શન હજુ વધી શકે છે. તો ચાલો જાણીએ 3 દિવસમાં પેદ્દીએ કેટલી કમાણી કરી છે.

Peddi Box Office : રામ ચરણની ફિલ્મની કમાલ પેદ્દીની કમાણીમાં થયો વધારો,  200 કરોડની નજીક પહોંચી
| Updated on: Jun 07, 2026 | 10:20 AM

રામ ચરણની સ્પોર્ટસ ડ્રામા ફિલ્મ પેદ્દી સિનેમાઘરોમાં રિલીઝ થઈ તેના 3 દિવસ પુરા થઈ ચૂક્યા છે. ફિલ્મના પ્રદર્શનની વાત કરીએ તો ખુબ સુંદર રહ્યું છે. આ ફિલ્મે રિલીઝના ઓપનિંગ ડે પર 100 કરોડથી વધારેનું કલેક્શન કર્યુ હતુ. ત્યારબાદ ફિલ્મની કમાણીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે ત્રીજા દિવસની ફિલ્મની કામાણી બીજા દિવસની તુલનામાં વધઆરો જોવા મળી રહ્યો છે. ફિલ્મે 3 દિવસમાં કુલ 191.07 કરોડ રુપિયાનું કલેક્શન કર્યું છે. આ કલેક્શનને ઓછું કહેવાશે નહી. રામ ચરણની ફિલ્મ જે પ્રમાણે કલેક્શન કરી રહી છે. જેને જોઈ લાગે છે કે, રેકોડ પણ તોડી શકે છે.

ફિલ્મે 18 કરોડનું કલેક્શન કર્યું

સૈકનિલ્કના રિપોર્ટ મુજબ પેડ પ્રિવ્યુથી આ ફિલ્મે 18 કરોડનું કલેક્શન કર્યું હતુ. પહેલા દિવસે ફિલ્મે 51 કરોડ રુપિયાની કમાણી કરી હતી. બીજા દિવસે 26.90 કરોડ,ત્રીજા દિવસે ફિલ્મે 28.85 કરોડની કમાણી કરી હતી. 3 દિવસમાં ફિલ્મે નેટ કલેક્શનના આધાર પરપ 125.25 કરોડ રુપિયાની કમાણી કરી છે. ફિલ્મના ગ્રાસ કલેક્શન તરીકે 149.07કરોડ રુપિયા કમાયા છે. વિદેશમાં આ ફિલ્મને ઠીક ઠાક રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મનું ઓવરસીઝ કલેક્શન 42 કરોડ રુપિયા થઈ ચૂક્યું છે. ત્યારે ફિલ્મે દુનિયાભરમાં 3 દિવસમાં 191.07 કરોડ રુપિયાની કમાણી કરી છે.

બજેટથી કેટલી દુર છે પેદ્દી?

પેદ્દી ફિલ્મની વાત કરીએ તો રિપોર્ટ મુજબ આ ફિલ્મનું બજેટ 350 કરોડ રુપિયા માનવામાં આવી રહ્યું છે. આ મોટા બજેટની ફિલ્મે 3 દિવસમાં 191.07 કરોડની કમાણી કરી છે. ટુંકમાં આ ફિલ્મ બજેટનો ભાગ કાઢવા માટે 160 કરોડની આસપાસ કમાણી કરવી પડશે. ત્યારે ફિલ્મ માટે હજુ પડકાર છે.

પેદ્દીની વાત કરીએ તો. આ એક પૈન ઈન્ડિયા ફિલ્મ છે. જેમાં રામ ચરણ, જાહન્વી કપુર જોવા મળી રહ્યો છે. તેમજ બોમન ઈરાની,દેવ્યેદુ,ટીનુ આનંદ,જગપતિ બાબુ અને શિવ રાજકુમાર જેવા સ્ટાર છે. હજુ પણ આ ફિલ્મ સારી એવી કમાણી કરી શકે છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રામ ચરણને “પેડ્ડી” માટે 60 થી 70 કરોડ રૂપિયા ફી આપવામાં આવી છે. આનાથી તે ફિલ્મના કલાકારોમાં સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા બને છે. ફિલ્મમાં, રામ ચરણ પેડ્ડી નામના એક સામાન્ય છોકરાની ભૂમિકા ભજવે છે, જેને રમતગમતમાં રસ છે.

ગ્લોબલ સ્ટારનો સાઉથમાં હિટ અને બોલિવુડમાં છે ફ્લોપ, દાદા,કાકા પિતાથી લઈ આખો પરિવાર ફિલ્મોમાં કરે છે કામ અહી ક્લિક કરો

 

Follow Us