
રામ ચરણની ફિલ્મ પેદ્દીની રિલીઝ લઈ ચાહકો આતુર છે. આ પહેલા અનેક પ્રોમોશનલ ઈવેન્ટ પણ થઈ રહી છે. મુંબઈમાં ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન હવે ભોપાલમાં પેદ્દીનું મ્યુઝિક લોન્ચ ઈવેન્ટ રાખવામાં આવી હતી. આ દરમિયાન ફિલ્મની કાસ્ટ અને ક્રુ હાજર રહ્યા હતા. સુપરસ્ટાર મ્યુઝિશિયન એ આર રહમાને પણ ફિલ્મના ગીતનું લાઈવ પરફોર્મન્સ આપ્યું હતુ. આ દરમિયાન ક્રિકેટ સાથે જોડાયેલા સવાલો તેને કરવામાં આવ્યા હતા પરંતુ ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહના વખાણમાં તેમણે કાંઈ એવું કીધું કે, ત્યારબાદ સાઉથ સુપરસ્ટારે માફી માંગવી પડી હતી.
ઈવેન્ટ દરમિયાન રામ ચરણને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરથી લઈ અનેક ક્રિકેટરો વિશે કેટલાક શબ્દો કહેવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમણે જસપ્રીત બુમરાહના વખાણ કર્યા હતા. પરંતુ તેને ક્રિકેટરના બદલે ફુટબોલર કહેતા આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.આ વીડિયો બાદ રામચરણની પ્રતિક્રિયા સામે આવી હતી અને તેને માફી માંગવી પડી હતી.
#Sachin – Long Legendary Run #MSD – Calm and Cool#RohitSharma – Everyone Owns Him#ViratKohli – Fire#JaspritBumrah – I am your biggest fan. I love football and you’ve taking it more forward. Love you sir..#PeddiKiAawaz pic.twitter.com/JMPIXcYYhJ
— (@BheeshmaTalks) May 23, 2026
જસપ્રીત બુમરાહે સોશિયલ મીડિયા પર જસપ્રીત બુમરાહને ટેગ કરતા કહ્યું ઈમાનદારીથી જણાવું તો નામને લઈ હું ક્યારેક ક્યારેક ભૂલકણો થઈ જાવ છું. આ મિકસઅપ માટે જસપ્રીત બુમરાહ પાસે માફી માંગુ છુ. આટલી મોટી ભીડ અને ઉત્સાહ વચ્ચે આ એક સ્વાભાવિક ભૂલ હતી. હું તમારું ખુબ સન્માન કરું છુ. તમારી રમતનો ચાહક છું.
Uff… I’m genuinely so forgetful with names sometimes.
Apologies to @Jaspritbumrah93 Ji for the mix-up – it was a genuine human error in the middle of all the excitement and the crowd
I truly respect you and I am a huge fan of your game. You make every Indian feel proud when…
— Ram Charan (@AlwaysRamCharan) May 23, 2026
જસપ્રીત બુમરાહ વિશે તેમણે કહ્યું, “હું તમારો સૌથી મોટો ચાહક છું. મને ફૂટબોલ ખૂબ ગમે છે, અને તમે આને અત્યાર ખુબ આગળ લઈ જઈ રહ્યા છો. લવ યુ સર
પેદ્દી ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ 4 જૂન 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે. આ એક પૈન ઈન્ડિયા ફિલ્મ છે. જેમાં રામ ચરણ અને જાહન્વી કપુર લીડ રોલમાં છે. ફિલ્મનું નિર્દેશન બુચી બાબુ સનાએ કર્યું છે.પોસ્ટપોન થયા બાદ ચાહકો આ ફિલ્મની રિલીઝને લઈ આતુર હતા. હવે ટુંક સમયમાં આ ફિલ્મે સિનેમાઘરોમાં રિલીઝ થશે.