
‘બિગ બોસ 20’ના ‘વીકેન્ડ કા વાર’ એપિસોડમાં, બોલીવુડના બેડ બોય સલમાન ખાને તેમને ટ્રોલ કરનારાઓને આડે હાથે લીધી હતા. ફિલ્મ કલાકારો માટે સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરનારા, ટ્રોલ કરનારાને બિગબોસના મંચ પરથી સલમાન ખાને જવાબ આપતા તેમના ફ્રેન્ડ કલ્બને છુટોદાર આપીએ તો ટ્રોલ કરનારા હેરાન થઈ જશે તેવી ધમકી આપી હતી. સલમાને એક કોમેન્ટ કરતા કહ્યું કે, તમે અમને નથી ખરીદ્યા અમારી ફિલ્મ જોવા માટે ટિકિટ ખરીદો છે. કલાકારોની ઉંમર કે વજનને લઈને સોશિયલ મીડિયામાં મજાક ઉડાવનારાઓ પ્રત્યે તેમણે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. જ્યાં ઘણા સ્ટાર્સે સલમાન ખાનનું સમર્થન કર્યું, ત્યાં હાસ્ય કલાકાર સુનીલ પાલે, સલમાન ખાનના નિવેદન માટે અસંમતિ વ્યક્ત કરી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સલમાનને “શરમ અનુભવવી જોઈએ.” તેઓ ભારતની જનતાને કારણે જ સ્ટાર બન્યા છે.
સુનીલ પાલે કહ્યું, “આપણે સલમાન ખાનને બનાવ્યો છે, સલમાન ખાને આપણને નથી બનાવ્યા. આજે તેઓ જે સ્ટાર છે તે આપણા બધાને કારણે, ભારતની જનતાને કારણે છે. મીડિયાને કારણે છે. આવું એટલા માટે છે કારણ કે આપણે તેમની ઘણી ફિલ્મો જોઈએ છીએ.”
સલમાન ખાન, શાહરૂખ ખાન, અક્ષય કુમાર માટે સુનિલ પાલે એવુ પણ કહ્યું કે, આ બધાએ બોધપાઠ લેવાની જરૂર છે. તમે પાસ નહીં પાસ્ટ છો. તમે લોકો માત્ર સમય બગાડી રહ્યા છો. ₹2 કરોડના બજેટમાં બનેલી ‘હનુમાન-અંશ’ જેવી ફિલ્મે ખૂબ સારું પ્રદર્શન કર્યું. બીજી તરફ, તમારી ₹500 કરોડના બજેટવાળી ફિલ્મો ₹5 કરોડની પણ કમાણી કરી શકતી નથી. સલમાન ખાન, શાહરૂખ ખાન, અક્ષય કુમારને આના માટે શરમ આવવી જોઈએ.”
#SunilPal Takes Aim at #SalmanKhan, #ShahRukhKhan and #AkshayKumar Over ‘#HanumanAnsh’ https://t.co/9tiDGtyFsI
— Bollywood Helpline (@BollywoodH) September 24, 2026
બિગબોસ 20 શો દરમિયાન સલમાને ગુસ્સામાં પોતાનું ટી-શર્ટ ઉતારી નાખ્યું હતું. આ અંગે ટિપ્પણી કરતા સુનીલે કહ્યું, “ભાઈ, તમારી સગવડ મુજબ અંદરનું શર્ટ અને તમારા નિવેદનો બદલતા રહેવું સારું નથી લાગતું. સલમાન ભાઈ, કૃપા કરીને સમજદારીથી કામ લો. આવું વર્તન તમને શોભતું નથી. ‘બિગ બોસ’ દુનિયાનો સૌથી ‘બદનામ’ શો છે; તે સૌથી ‘નકામો’ શો છે.” સુનિલ પાલે સલમાનને આ “ગટર જેવા શો” (‘બિગ બોસ’)ને પહેલા બંધ કરવાની અપીલ કરી. ત્યાં સ્પર્ધકો તરીકે વિવિધ પ્રકારની વિવાદાસ્પદ પૃષ્ઠભૂમિ ધરાવતા લોકો આવે છે.