Kavya-Anirudh Wedding : અનિરુદ્ધ રવિચંદર અને કાવ્યા મારનના લગ્નની તારીખ કન્ફર્મ થઈ, આ સ્થળે કરશે લગ્ન

Kavya-Anirudh Wedding : ફેમસ મ્યુઝિક કમ્પોઝર અનિરુદ્ધ રવિચંદરને લાંબા સમયથી હૈદરાબાદની સીઈઓ કાવ્યા મારન સાથે નામ જોડાય રહ્યું છે. હવે બંનેના લગ્નને લઈ સમાચારો સામે આવી રહ્યા છે. તેમજ લગ્નની તારીખ પાક્કી થઈ ચૂકી છે.

Kavya-Anirudh Wedding : અનિરુદ્ધ રવિચંદર અને કાવ્યા મારનના લગ્નની તારીખ કન્ફર્મ થઈ, આ સ્થળે કરશે લગ્ન
Image Credit source: AI
| Updated on: Aug 18, 2026 | 1:24 PM

સાઉથ ફિલ્મોનું મ્યુઝિક તૈયાર કરનાર કંપોઝર અનિરુદ્ધ રવિચંદર હાલમાં ચર્ચામાં છે. આનું કારણે તેની કોઈ મોટી અપકમિંગ ફિલ્મ નહી પરંતુ પર્સનલ લાઈફ છે. હા આઈપીએલ ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદની સીઈઓ કાવ્યા મારન અને અનિરુદ્ધ રવિચંદ્રના ડેટિંગના સમાચાર લાંબા સમયથી ચાલી રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બંને લગ્ન કરશે. જેના માટે તારીખ અને લોકેશન ફાઈનલ થઈ ચૂક્યું છે.

બંનેના લગ્નના સમાચાર ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. એવી ચર્ચા છે કે, આ કપલ નવેમ્બર મહિનામાં લગ્ન કરશે. અનિરુદ્ધ અને કાવ્યા મારનના લગ્ન 11 નવેમ્બર 2026ના રોજ થશે.

હાલમાં લેટ્સ સિનેમા પર છપાયેલા એક રિપોર્ટ મુજબ કાવ્યા મારન અને અનિરુદ્ધ રવિ ચંદર હવે જિંદગીની એક નવી શરુઆત કરવા જઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ સેલિબ્રિટી કપલ ગ્રીસમાં ડેસ્ટિનેશન વેડિંગ કરશે. જેના માટે 11 નવેમ્બર 2026 આ વર્ષની તારીખ ફાઈનલ કરી છે. અત્યારસુધી બંનેમાંથી કોઈએ પોતાના સંબંધોને ઓફિશિયલ જાહેર કર્યા નથી. તેમજ કોઈ સમાચાર અને ડેટિંગને લઈ રિએક્શન આપ્યું નથી.

અનિરુદ્ધ અને કાવ્યા મારનના લગ્નની તારીખ પાક્કી?

કાવ્યા મારન અને અનિરુદ્ધ રવિચંદરના લગ્નની ચર્ચા ફરી એક વખત સામે આવી છે. આનું કારણ અનિરુદ્ધના કાકા અને અભિનેતા મહેદ્રન છે. જેમણે તેના સંબંધો કન્ફોર્મ કર્યા હતા અને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, મ્યુઝિક કંપોઝરના લગ્ન જલ્દી થશે. ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેના લગ્નની અટકળો શરુ થઈ હતી. પહેલા એવી ચર્ચા હતી કે, કાવ્યા મારન અને અનિરુદ્ધ રવિચંદર 2026ના બીજા અઠવાડિયામાં લગ્નના બંધનમાં બંધાય શકે છે. હવે તારીખનો ખુલાસો થઈ ચૂક્યો છે. બંનેના ચાહકો રાહ જોઈ રહ્યા છે કે, કપલના લગ્ન ઓફિશિયલ જાહેર કરી દેવામાં આવે.

તમને જણાવી દઈએ કે, કાવ્યા મારન સન ગ્રુપના ચેરમેન કલાનિધિ મારનની દીકરી છે. તેમજ આઈપીએલ ફ્રેન્ચાઈઝી સનરાઈઝર્સ હૈદરાબાદની સીઈઓ છે. તો અનિરુદ્ધ રવિચંદર હાલમાં ભારતની ટોપ મ્યુઝિક કંપોઝર્સમાંથી એક છે. તેનો મ્યુઝિક તમિલની હિટ ફિલ્મનું કારણ માનવામાં આવે છે.

 

સનરાઈઝર્સ હૈદારબાદની માલિક છે 400 કરોડથી વધુની સંપત્તિની માલિક, પિતાનો પગાર 90 કરોડ જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.