AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sameer Khakhar Death : દિગ્ગજ એક્ટર સમીર ખખ્ખરનું નિધન, સિરિયલ નુક્કડમાં ‘ખોપરી’ના પાત્રથી દરેક ઘરમાં જાણીતા બન્યા હતા

સમીર ખખ્ખર 'પુષ્પક', 'શહેનશાહ', 'રખવાલા', 'દિલવાલે', 'રાજા બાબુ' જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા હતા.

Sameer Khakhar Death : દિગ્ગજ એક્ટર સમીર ખખ્ખરનું નિધન, સિરિયલ નુક્કડમાં 'ખોપરી'ના પાત્રથી દરેક ઘરમાં જાણીતા બન્યા હતા
| Updated on: Mar 15, 2023 | 11:25 AM
Share

Sameer Khakhar Death : ફિલ્મ જગતના દિગ્ગજ એક્ટર એવા સમીર ખખ્ખરનું નિધન થયું છે. તે ગુજરાતી રંગભૂમીના શાનદાર એક્ટર હતા. દૂરદર્શન પર આવતી નુકક્ડ ટીવીમાં તેને ‘ખોપડી’ નામનું કેરેક્ટર નિભાવ્યું હતું. દૂરદર્શનની લોકપ્રિય સિરિયલ ‘નુક્કડ’માં ખોપરીનું પાત્ર ભજવીને ઘર-ઘરમાં જાણીતું બનેલા અભિનેતા સમીર ખખ્ખરનું નિધન થયું છે. સમીર ખાખરને શ્વાસ લેવામાં તકલીફ અને અન્ય તબીબી સમસ્યાઓ હતી. ગઈકાલે બપોરે તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. આ પછી સમીરને બોરીવલીની એમએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તે જીવનની લડાઈ હારી ગયા હતા.

આ પણ વાંચો : Satish Kaushik Death: સતીશ કૌશિકને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા બોલિવુડ સ્ટાર્સ, જુઓ Video

90 ના દાયકાના પ્રખ્યાત કલાકાર

સમીર ખખ્ખર 90ના દાયકાની ફિલ્મોમાં જાણીતું નામ બની ગયું હતું. પરંતુ, થોડા સમય પછી તેણે અભિનયની દુનિયાને અલવિદા કહી દીધું. એટલું જ નહીં વર્ષ 1996માં તેણે દેશ છોડીને અમેરિકામાં રહેવાનું શરૂ કર્યું હતું. જો કે, સમીરે યુએસમાં જઈને અભિનય કર્યો નહોતો, તેના બદલે જાવા કોડર તરીકે નોકરી લીધી.

સમીર ખાખરના ભાઈ ગણેશે એક વેબસાઈટ સાથે વાત કરી અને કહ્યું, “ગઈકાલે સવારે તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. અમે ડૉક્ટરને બોલાવ્યા અને તેમણે કહ્યું કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડશે. અમે તેને હોસ્પિટલ લઈ ગયા અને આઈસીયુમાં દાખલ કર્યા. તેમના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું અને આજે સવારે 4.30 વાગ્યે તેમનું અવસાન થયું હતું.

નુક્કડથી મળી હતી ઓળખ

તમને જણાવી દઈએ કે સમીર ખખ્ખરે 80ના દાયકામાં એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ડેબ્યુ પહેલા તે થિયેટર પણ કરતો હતો. તેણે વર્ષ 1986માં સિરિયલ નુક્કડથી ટીવીની દુનિયામાં પગ મૂક્યો હતો. દૂરદર્શન પર આવતા આ કાર્યક્રમમાં તેમના પાત્રનું નામ ‘ખોપડી’ હતું.

જય હોમાં સલમાન સાથે કામ કર્યું હતું

સમીર ખાખરે વર્ષ 2014માં સલમાન ખાનની ફિલ્મ જય હોમાં પણ કામ કર્યું હતું. તેમની કારકિર્દીમાં તેમણે મનોરંજન, સર્કસ, શ્રીમાન શ્રીમતી અને અદાલત જેવી સિરિયલોમાં કામ કર્યું. આ સિવાય તે સુધીર મિશ્રાની નેટફ્લિક્સ ફિલ્મ સીરિયસ મેનમાં પણ જોવા મળ્યો હતો. એટલું જ નહીં, તે શાહિદ કપૂરની વેબ સિરીઝ ફરઝીનો પણ ભાગ હતો.

રિપોર્ટ્સ અનુસાર તે 90ના દાયકામાં એક્ટિંગ ફિલ્ડમાં એક્ટિવ હતો. તે પછી તે અમેરિકા ગયો અને ત્યાં જાવા કોડર તરીકે કામ કરવા લાગ્યો. જો કે વર્ષ 2008 માં મંદી દરમિયાન, સમીર ખખ્ખર ભારત પાછો ફર્યો અને ફરીથી અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો.

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">