Breaking News : 61 વર્ષની ઉંમરે આમિર ખાન અને ગૌરી સ્પ્રેટ પરિવારની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાયા, જુઓ ફોટો

Aamir Khan Wedding : બોલિવુડ સુપરસ્ટાર આમિર ખાને ત્રીજા લગ્ન કર્યા છે. તેમણે મુંબઈમાં પોતાના ઘરે પરિવાર અને ખાસ મહેમાનોની હાજરીમાં કોર્ટ મેરેજ કર્યા છે. આમિર ખાને લગ્ન ખુબ સિંપલ રાખ્યા હતા.

Breaking News : 61 વર્ષની ઉંમરે આમિર ખાન અને ગૌરી સ્પ્રેટ પરિવારની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાયા, જુઓ ફોટો
Image Credit source: AI
| Updated on: Jul 05, 2026 | 2:03 PM

Aamir Khan and Gauri Spratt Marriage: બોલિવુડ સુપરસ્ટાર આમિર ખાને પોતાના મુંબઈના બાંદ્રા સ્થિત ઘરમાં ત્રીજા લગ્ન કર્યા છે. તેમણે ગર્લફ્રેન્ડ ગૌરી સ્પૈટ સાથે કોર્ટ મેરેજ કર્યા છે. આ દરમિયાન તેના પરિવાર અને કેટલાક ખાસ મહેમાનો હાજર રહ્યા હતા. તેમજ ફિલ્મ અને રાજકારણના કેટલાક લોકો આ લગ્નમાં હાજર રહ્યા હતા. ભારે વરસાદ વચ્ચે શનિવારના રોજ આમિર ખાનનું ઘર રોશનીથી ઝગમગી ઉઠ્યું હતુ.

અભિનેતાએ 61 વર્ષની ઉંમરમાં ત્રીજી વખત લગ્ન કર્યા છે.રસપ્રદ વાત એ છે કે, આમિર ખાન અને ગૌરી સ્પ્રેટે ન તો કોઈ પ્રતિજ્ઞા લીધી કે ન તો નિકાહ સમારોહ કર્યો, પરંતુ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ રજિસ્ટર્ડ લગ્ન કર્યા. નવદંપતીને ચાહકો તરફથી લગ્નની અનેક શુભેચ્છાઓ મળી રહી છે.

આમિર ખાનના ત્રીજા લગ્નના ફોટો

છેલ્લા કેટલાક સમયથી આમિર ખાન અને ગૌરી સ્પ્રેટની સાથે જોવા મળતી હતી. ત્યારબાદ બંનેના રિલેશનશીપને લઈ ચર્ચાઓ શરુ થઈ હતી. ત્યારબાદ આમિર ખાને પોતાની ગર્લફ્રેન્ડ સાથે રિલેશનશીપ કન્ફોર્મ કર્યા હતા. હવે 61 વર્ષની ઉંમરે સફળ બિઝનેસવુમન ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કર્યા છે. આમિર ખાનને પહેલા 2 લગ્ન પણ ખુબ સિંપલ રહ્યા હતા.આમિર ખાનના ત્રીજા લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે.

ચાહકો જેની રાહ જોતા હતા તે આખરે પૂરી થઈ ગઈ છે. નવદંપતી આમિર ખાન અને ગૌરી સ્પ્રેટના લગ્નના પહેલા ફોટા સામે આવ્યા છે. તેઓ તેમના વેડિંગ લુકમાં ખુબ સુંદર લાગી રહ્યા હતા.

આમિર ખાનના લગ્નમાં પહોંચ્યા ખાસ મહેમાન

બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાંથી આ લગ્નમાં વધારે લોકો સામેલ થયા ન હતા. આ સમારોહમાં આમિર ખાનનો આખો પરિવાર અને તેના નજીકના સંબંધીઓ જોવા મળી રહ્યા છે. આમિર ખાનને પહેલા લગ્નથી એક દીકરી અને દીકરો છે. બંને આ લગ્નમાં પહોંચ્યા હતા. આમિર ખાનનો જમાઈ સસરાના લગ્નમાં પહોંચ્યો હતો. તો મોટી દીકરો ઝુનેદ પણ પિતાના લગ્નમાં પહોંચ્યો હતો.રમતગમત જગતમાંથી ક્રિકેટર ઇરફાન પઠાણને આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાજકીય જગતમાંથી, આમિરના નજીકના મિત્ર, મનસે વડા રાજ ઠાકરે પણ લગ્નમાં હાજર રહ્યા હતા. ફિલ્મ લગાનમાં બાઘાની ભૂમિકા ભજવનાર અભિનેતા અમીન હાજી પણ જોવા મળ્યા હતા.

33 વર્ષનો દીકરો કુંવારો, 3 બાળકોના પિતા આમિર ખાને 61 વર્ષે ત્રીજી વખત લગ્ન કર્યા, જુઓ પરિવાર અહી ક્લિક કરો

 

Published On - 1:46 pm, Sun, 5 July 26

Follow Us