33 વર્ષનો દીકરો કુંવારો, 3 બાળકોના પિતા આમિર ખાને 61 વર્ષે ત્રીજી વખત લગ્ન કર્યા, જુઓ પરિવાર
બોલિવુડનો મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને ત્રીજી વખત ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કર્યા છે.સુપરસ્ટારના પહેલા લગ્ન 1986માં રીના દત્તા સાથે થયા હતા, જેમની સાથે તેમને બે બાળકો છે, પુત્રી આયરા ખાન અને પુત્ર જુનૈદ ખાન.આમિર ખાનના પરિવારમાં કોણ કોણ છે જાણો

આમિર ખાનનો પરિવાર મોટો છે અને તેની ત્રણ પત્નીઓ સાથે તેનો ખૂબ જ સારો સંબંધ છે. ચાલો તેના આખા પરિવાર પર એક નજર કરીએ, આમિર ખાન કેટલા બાળકોનો પિતા છે.આમિર ખાનનો પરિવાર જુઓ.

મોહમ્મદ આમિર હુસૈન ખાનનો જન્મ 14 માર્ચ 1965ના રોજ બોમ્બેમાં ફિલ્મ નિર્માતા તાહિર હુસૈન અને વારાણસીના ઝીનત હુસૈનને ત્યાં થયો હતો. તેઓ ચાર ભાઈ-બહેનોમાં બીજા ક્રમે છે. તેમને એક નાનો ભાઈ ફૈઝલ ખાન અને બે બહેનો ફરહત અને નિખત ખાન છે.

આમિર ખાનનો જન્મ મુંબઈમાં થયો હતો. અભિનેતાના પિતાનું નામ તાહિર હુસૈન અને માતાનું નામ ઝીનત હુસૈન છે. આમિર ખાનના ભાઈએ બોલિવુડમાં એક્ટિંગમાં પગ રાખ્યો હતો પરંતુ આમિર જેટલો સફળ રહી શક્યો નહી.

ખુબ ઓછા લોકો જાણે છે કે, આમિર ખાનના પરિવારના મોટાભાગના લોકો ગ્લેમર્સ સાથે જોડાયેલા છે. અભિનેતાના પિતા ફિલ્મ નિર્માતા હતા. તેની બહેન નિખત ખાન અભિનેત્રી રહી ચૂકી છે. જે અનેક ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે.

આ સિવાય અભિનેતાનો ભત્રીજો ઈમરાન ખાન પણ બોલિવુડ સ્ટાર રહી ચૂક્યો છે. આમિર ખાનનો દીકરો પણ બોલિવુડમાં એન્ટ્રી કરી ચૂક્યો છે.

આમિર ખાને કયામત થી કયામત સુધી ઈન્ડસ્ટ્રીમાં પગ રાખ્યો હતો. આજે તે સુપરસ્ટાર છે.અભિનેતા જેટલો બોલિવુડ પડદાં પર ફેમસ છે. તેની પર્સનલ લાઈફ એટલી જ વિવાદોમાં રહી છે.

આમિર ખાને પહેલા લગ્ન રીના દત્તા સાથે કર્યા હતા. બંને 2 બાળકોના માતા-પિતા છે. દીકરાનું નામ ઝુનૈદ અને દીકરીનું નામ ઈરા ખાન છે. દીકરો ઝુનૈદ બોલિવુડમાં એન્ટ્રી કરી ચૂક્યો છે. તો ઈરા ખાને નુપુર શિખારે સાથે લગ્ન કર્યા છે. (PHOTO: cine_fiesta_)

રીના દત્તા સાથે છુટાછેડા લીધા બાદ અભિનેતાની મુલાકાત કિરણ રાવ સાથે થઈ હતી. ત્યારબાદ કિરણ રાવ અને આમિર ખાને લગ્ન કર્યા છે. આ લગ્નથી આમિર ખાન એક દીકરાનો પિતા બન્યો હતો. તેના દીકરાનું નામ આઝાદ રાવ ખાન રાખ્યું છે. ટુંકમાં આમિર ખાન 2 લગ્નથી 3 બાળકોનો પિતા છે.

હવે આમિર ખાન તેની બીજી પત્ની કિરણ રાવથી પણ અલગ થઈ ગયો છે. કિરણ રાવથી અલગ થયા બાદ આમિર ખાન ગૌરી સ્પ્રેટને ડેટ કરતો હતો. આમિર ખાને 61 વર્ષની ઉંમરે ત્રીજી વખત ગૌરી સાથે લગ્ન કર્યા છે.

આમિરને ત્રણ બાળકો છે, પુત્ર ઝુનૈદ ખાન અને આઝાદ રાવ ખાન અને પુત્રી ઇરા ખાન. દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે. જ્યારે 33 વર્ષનો દીકરો ઝુનૈદ ખાન કુંવારો છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
