Zaheer Iqbal Insta Post: ઝહીર ઈકબાલે સોનાક્ષી સિન્હા પ્રત્યે વ્યક્ત કર્યો પ્રેમ, વીડિયો થયો વાયરલ
સોનાક્ષી સિન્હાના (Sonakshi Sinha) બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં સોનાક્ષી મસ્તીથી ભરપૂર અંદાજમાં જોવા મળી રહી છે.
બોલિવૂડની દબંગ ગર્લ એટલે કે સોનાક્ષી સિન્હા (Sonakshi Shinha) આજકાલ પોતાના સંબંધોને લઈને ચર્ચામાં છે. અભિનેત્રી કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ સોનાક્ષીએ તેના મિસ્ટ્રી મેનને લઈને સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ બનાવી હતી. અત્યાર સુધી ઉડતી અફવાઓ પર પૂર્ણવિરામ મુકતા તેના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલે (Zaheer Iqbal) હવે એક પોસ્ટ શેયર કરી છે. અભિનેતાએ તેની ગર્લફ્રેન્ડ સાથેનો એક વીડિયો શેયર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા અભિનેત્રી તેના ઈન્સ્ટા પર મિસ્ટ્રી મેન સાથે તેની સગાઈને લઈને ચર્ચામાં હતી.
સોનાક્ષીના બોયફ્રેન્ડ વિશે અત્યાર સુધી કોઈ ખુલાસો થયો નથી. જોકે તેનું નામ એક્ટર ઝહીર ખાન સાથે સોશિયલ મીડિયા પર ઘણા સમયથી જોડાઈ રહ્યું હતું. પરંતુ, અભિનેત્રી કે તેના બોયફ્રેન્ડ તરફથી આવી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. પરંતુ હાલમાં જ ઝહીર ઈકબાલની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેણે તમામ અટકળો પર પૂર્ણવિરામ લગાવી દીધું છે.
ખરેખર, સોનાક્ષી સિન્હાના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલે તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ શેયર કરી છે. જેમાં તેની ગર્લફ્રેન્ડ સોનાક્ષી સિન્હા મસ્તીથી ભરપૂર અંદાજમાં જોવા મળી રહી છે. આ વીડિયોમાં સોનાક્ષી અને ઝહીરની મસ્તીથી ભરપૂર ટીપ જોઈને ફેન્સની સતત પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે.
વીડિયો સાથેના કેપ્શને બધાનું ધ્યાન ખેંચ્યું
એટલું જ નહીં, ઝહીરના કેપ્શન પરથી સ્પષ્ટ થાય છે કે સોનાક્ષી ફૂડી છે. જેઓ ખાવાનું પસંદ કરે છે. બંને ફ્લાઈટમાં સાથે બર્ગરની મજા લેતા જોવા મળે છે. આ સિવાય ઝહીરના કેપ્શનમાં કંઈક એવું લખવામાં આવ્યું છે જે દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યું છે. ઉપરાંત, અભિનેતાનો તેની ગર્લફ્રેન્ડ પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટપણે દેખાય છે. આ વીડિયો સાથે લખેલા કેપ્શન પર તેના ફેન્સ પણ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.
ઝહીર ઈકબાલે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો
View this post on Instagram
તેની પોસ્ટની સાથેના કેપ્શનમાં ઝહીરે સોનાક્ષી પ્રત્યેનો પોતાનો પ્રેમ જાહેરમાં વ્યક્ત કર્યો છે. અભિનેત્રીનો મસ્તીથી ભરેલો વીડિયો શેયર કરતી વખતે તેણે સ્પષ્ટ શબ્દોમાં તેને ‘આઈ લવ યુ’ કહ્યું છે. જોકે આ વાયરલ વીડિયોને આ બંનેના ફેન્સ અને નજીકના લોકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આથિયા અને કેએલ રાહુલની જેમ આ બંને ક્યારે પોતાના ફેન્સને લગ્નના ખુશખબર આપે છે.