Yudhra: સિદ્ધાંત ચતુર્વેદી આ ફિલ્મ માટે છે તૈયાર, કિક અને પંચથી દર્શકોના ઉડાવી દેશે હોશ

|

Sep 15, 2021 | 8:44 PM

સિદ્ધાંત ચતુર્વેદી આજકાલ પોતાની આગામી ફિલ્મ યુધ્રાની તૈયારીમાં વ્યસ્ત છે. હાલમાં જ અભિનેતાએ પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેને જોઈને માત્ર ચાહકો જ નહીં પણ સેલેબ્સ પણ કમેન્ટ કરી રહ્યા છે.

Yudhra: સિદ્ધાંત ચતુર્વેદી આ ફિલ્મ માટે છે તૈયાર, કિક અને પંચથી દર્શકોના ઉડાવી દેશે હોશ
Siddhant Chaturvedi

Follow us on

રિતેશ સિધવાની (Ritesh Sidhwani) અને ફરહાન અખ્તર (Farhan Akhtar)ની એક્સેલ એન્ટરટેઈનમેન્ટની એક ફિલ્મ આ વર્ષે રિલીઝ થઈ છે.

 

તેમણે આગામી વર્ષ માટે એક ડ્રીમ પ્રોજેક્ટની પણ જાહેરાત કરી દીધી છે, જો કે તેમની આગામી ફિલ્મ યુધ્રા (Yudhra) તેમની સૌથી મોસ્ટ અવેટેડ ફિલ્મ છે અને નવીનતમ ક્લિપે ચોક્કસપણે દર્શકોના હોશ ઉડાવી દીધા છે. સિદ્ધાંત ચતુર્વેદી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે તૈયાર છે, તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોતાની એક ક્લિપ અપલોડ કરી છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

 

વીડિયોમાં તેમને મૈડિએરાના એક સમુદ્ર તટ પર કેટલીક કિક અને પંચની પ્રેક્ટિસ કરતો જોઈ શકાય છે અને તેમણે ચાહકોને ખુશ કરી દીધા છે, કમેન્ટ બોક્સ અભિનેતા માટે પ્રશંસાથી ભરેલ છે. ચાહકો સિવાય સેલેબ્સ પણ સિદ્ધાંતની પ્રશંસા કરી રહ્યા છે. વીડિયો શેર કરતી વખતે સિદ્ધાર્થે લખ્યું, મને યુડી બોલાવો.

 

 

 

યુધ્રાની સાથે એક્સેલ પાસે આગામી વર્ષે જાહેર થયેલા ડ્રીમ પ્રોજેક્ટ ‘જી લે ઝારા’ સાથે કેટલાક વધુ રોમાંચક જાહેર કરેલા પ્રોજેક્ટ્સ પણ છે. તમને જણાવી દઈએ કે અગાઉ ફિલ્મની જાહેરાત કરતી વખતે એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં સિદ્ધાંતનો અત્યાર સુધીનો સૌથી અલગ અવતાર જોવા મળ્યો હતો. તેઓ ફિલ્મમાં ઘણી એક્શન કરતા જોવા મળશે.

 

 

રવિ ઉદ્યાવર (Ravi Udyawar) ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે, જેમાં સિદ્ધાંતની સાથે માલવિકા મોહનન (Malavika Mohanan) મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ દ્વારા બંને પ્રથમ વખત સાથે કામ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સિદ્ધાંતે પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 2019માં ઝોયા અખ્તર (Zoya Akhtar)ની ફિલ્મ ગલી બોય (Gully Boy)થી કરી હતી. સિદ્ધાંતને પહેલી જ ફિલ્મથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. અત્યારે સિદ્ધાંત પાસે ઘણી મોટી ફિલ્મો છે, જે રિલીઝ માટે તૈયાર છે.

 

સિદ્ધાંત ફિલ્મ ભૂત પોલીસ (Bhoot Police), શકુન બત્રાની શીર્ષક વગરની ફિલ્મ અને બંટી ઔર બબલી 2 (Bunty Aur Babli 2)માં જોવા મળશે. ફિલ્મ ભૂત પોલીસમાં સિદ્ધાંત સાથે કેટરીના કૈફ (Katrina Kaif) અને ઈશાન ખટ્ટર (Ishaan Khattar) મુખ્ય ભૂમિકામાં છે.

 

સાથે જ સિદ્ધાંત શકુન બત્રાની ફિલ્મમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં સિદ્ધાંતની સાથે દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને અનન્યા પાંડે (Ananya Panday) મુખ્ય ભૂમિકામાં છે. બંટી ઔર બબલી 2માં સિદ્ધાંત, સૈફ અલી ખાન (Saif Ali khan), રાની મુખર્જી (Rani Mukerji) અને શર્વરી વાઘ (Sharvari Wagh) મુખ્ય ભૂમિકામાં છે.

 

 

આ પણ વાંચો :- મુંબઈમાં અભિનેતા Sonu Soodના ઘરે અને ઓફિસ પર આવકવેરા વિભાગની રેડ, એકાઉન્ટ બૂકમાં ગડબડનો આરોપ

 

આ પણ વાંચો :- Salman Khan અભિનીત ‘કભી ઈદ કભી દિવાલી’ ફિલ્મને લઈ આવ્યું મોટું અપડેટ, ફિલ્મ બંધ થવા પર નિર્માતાઓએ તોડ્યું મૌન

Next Article