AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Article 370: કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવા પાછળની સ્ટોરી શું છે?

યામી ગૌતમ ટૂંક સમયમાં ફિલ્મ આર્ટિકલ 370માં જોવા મળવાની છે. કાશ્મીરમાં કલમ 370 હટાવવાના મુદ્દાની વાર્તા દર્શાવતી ફિલ્મ આર્ટિકલ 370ને લઈને ફેન્સનું એક્સાઈટમેન્ટ વધી રહ્યું છે. આ ફિલ્મ 23 ફેબ્રુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે.

Article 370: કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવા પાછળની સ્ટોરી શું છે?
Yami Gautam movie Article 370
| Updated on: Feb 21, 2024 | 8:24 PM
Share

ઓહ માય ગોડ 2 ફિલ્મથી શાનદાર કમબેક કરનાર અભિનેત્રી યામી ગૌતમ ટૂંક સમયમાં ફિલ્મ આર્ટિકલ 370માં જોવા મળશે. યામીની આ ફિલ્મની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. આર્ટિકલ 370 એ એક સામાજિક ક્રાઈમ ડ્રામા ફિલ્મ છે, આદિત્ય સુહાસ જાંભલે દ્વારા તેનું નિર્દેશન કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં યામી ગૌતમ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ કાશ્મીર સરકાર દ્વારા લેવામાં આવેલા ઐતિહાસિક નિર્ણયની સાચી ઘટના પર આધારિત છે.

આ ફિલ્મ એક હાઈ ઓક્ટેન પોલિટિકલ ડ્રામા દર્શાવે છે. જ્યોતિ દેશપાંડે, આદિત્ય ધર અને લોકેશ ધર ફિલ્મના નિર્માતા છે. આ ફિલ્મ જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી આર્ટિકલ 370 નાબૂદીની આસપાસ ફરે છે. આ ફિલ્મ 23 ફેબ્રુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે.

ફિલ્મની સ્ટોરી એક યુવા વકીલ વંદના (યામી ગૌતમ)ની આસપાસ ફરે છે, જે જમ્મુ અને કાશ્મીરની છે. તેણે કલમ 370 નાબૂદીને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ ફિલ્મ વંદનાની કાનૂની લડાઈ અને કલમ 370 નાબૂદ કરવાની વ્યક્તિગત અને રાજકીય અસરો દર્શાવે છે. વંદનાને તેના પરિવાર અને સમુદાયના વિરોધનો સામનો કરવો પડે છે, જેઓ કલમ 370નું સમર્થન કરે છે.

તે પોતાના દેશ માટે લડવા અને જમ્મુ-કાશ્મીરના લોકોને ન્યાય અપાવવા માટે મક્કમ છે. આ ફિલ્મમાં કલમ 370નો ઈતિહાસ, જમ્મુ-કાશ્મીરની રાજકીય પરિસ્થિતિ અને ભારત સરકારના દૃષ્ટિકોણને પણ દર્શાવવામાં આવ્યો છે. “આર્ટિકલ 370” એક મહત્વપૂર્ણ અને વિવાદાસ્પદ મુદ્દા પર એક શક્તિશાળી ફિલ્મ છે. તે દર્શકોને આ જટિલ મુદ્દા વિશે વિચારવા અને પોતાનો અભિપ્રાય બનાવવા માટે પ્રેરણા આપશે.

અહીં જુઓ ફિલ્મનું ટ્રેલર

કલમ 370 શું છે?

  • આ વિશેષ દરજ્જાને કારણે જમ્મુ અને કાશ્મીર રાજ્યને બંધારણની કલમ 356 લાગુ પડતી નથી.
  • આ કારણોસર રાષ્ટ્રપતિને રાજ્યના બંધારણને રદ્દ કરવાનો અધિકાર નથી.
  • જમ્મુ અને કાશ્મીરના નાગરિકો પાસે બેવડી નાગરિકતા (ભારત અને કાશ્મીર) છે.
  • ભારતની સંસદ જમ્મુ-કાશ્મીરને લઈને ખૂબ જ મર્યાદિત વિસ્તારમાં કાયદો બનાવી શકે છે.
  • જમ્મુ-કાશ્મીરનો રાષ્ટ્રધ્વજ અલગ છે. ત્યાંના નાગરિકો માટે ભારતના રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું ફરજિયાત નથી.
  • આ અંતર્ગત ભારતીય નાગરિકને વિશેષાધિકૃત રાજ્યો સિવાય ભારતમાં ક્યાંય પણ જમીન ખરીદવાનો અધિકાર છે. એટલે કે ભારતના અન્ય રાજ્યોના લોકો જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી શકતા નથી.
  • ભારતીય બંધારણની કલમ 360, જેના હેઠળ દેશમાં નાણાકીય કટોકટી લાદવાની જોગવાઈ છે, તે પણ જમ્મુ-કાશ્મીરને લાગુ પડતી નથી.
  • જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે જ્યારે ભારતના અન્ય રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે.
  • ભારતની સર્વોચ્ચ અદાલતના આદેશો જમ્મુ-કાશ્મીરની અંદર માન્ય નથી.
  • જો જમ્મુ-કાશ્મીરની કોઈ મહિલા ભારતના અન્ય રાજ્યના પુરુષ સાથે લગ્ન કરે છે, તો તે મહિલાની નાગરિકતા જતી રહેશે. તેનાથી વિપરીત જો તે પાકિસ્તાનની વ્યક્તિ સાથે લગ્ન કરે છે, તો તેને જમ્મુ-કાશ્મીરની નાગરિકતા પણ મળશે.
  • કલમ 370ના કારણે કાશ્મીરમાં RTI અને CAG જેવા કાયદા લાગુ નથી.
  • કાશ્મીરમાં મહિલાઓ પર શરિયત કાયદો લાગુ છે.
  • કાશ્મીરમાં પંચાયતને અધિકાર નથી.
  • કલમ 370ના કારણે કાશ્મીરમાં રહેતા પાકિસ્તાનીઓને પણ ભારતીય નાગરિકતા મળે છે.

આર્ટિકલ 370 એક વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે, અને ફિલ્મને બંને પક્ષો તરફથી મજબૂત પ્રતિક્રિયા મળવાની અપેક્ષા છે. કેટલાક લોકોએ કલમ 370 પર મહત્વપૂર્ણ ચર્ચા શરૂ કરવા માટે ફિલ્મની પ્રશંસા કરી છે, જ્યારે અન્ય લોકોએ આરોપ લગાવ્યો છે કે તે ભારત સરકાર દ્વારા પ્રચારનો ભાગ છે.

આ પણ વાંચો: હિના ખાને ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસમાં જીત્યું ફેન્સનું દિલ, તસવીરો થઈ વાયરલ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">