Exclusive: BMC ની ચૂંટણીમાં સોનુ સૂદ કોંગેસનો પકડશે હાથ? અભિનેતાએ TV9 ને જણાવ્યું સત્ય
કોંગ્રેસની આંતરિક સમિતિએ BMC 2022 ની ચૂંટણી માટે સોનુ સૂદ, મિલિંદ સોમન અને રિતેશ દેશમુખના નામો પર ચર્ચા કરી છે. આટલા મોટા અહેવાલ બહાર આવ્યા બાદ એવી અટકળો થવા લાગી કે કોંગ્રેસે આ સ્ટાર્સ સાથે ચૂંટણી અંગે વાત કરી છે.
આગામી વર્ષ એટલે કે 2022 માં, મુંબઈમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC Elections 2022) ની ચૂંટણી યોજાવાની છે, જેના માટે તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન, એક મોટો સમાચાર બહાર આવ્યો છે કે કોંગ્રેસ BMC 2022 ની ચૂંટણીમાં ઘણા મોટા ફિલ્મ સ્ટાર્સ પર દાવ લગાવવા જઈ રહી છે. આ નામોમાં અભિનેતા સોનુ સૂદનું (Sonu Sood) નામ પણ સામેલ હતું. જે લોકડાઉનમાં લોકોના મસીહા બન્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું હતું કે કોંગ્રેસ સોનુ સૂદના નામે પણ ચર્ચા કરી રહી છે.
તે જ સમયે, TV9 ભારતવર્ષે આ બાબતે સોનુ સૂદનો (Sonu Sood) સંપર્ક કર્યો હતો. અભિનેતાએ આ અહેવાલો સંપૂર્ણ પણે નકારી દીધા છે અને આ અહેવાલોમાં કેટલું સત્ય છે તે પણ જણાવ્યું છે. TV9 ભારતવર્ષે સોનુ સૂદને પૂછ્યું કે શું તેઓ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવા જઈ રહ્યા છે? સોનુ સૂદે તેના જવાબમાં કહ્યું- ના, આમાં કોઈ સત્ય નથી.
સોનુ સૂદ ઉપરાંત આ સ્ટાર્સના નામની પણ ચર્ચા
એક ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર, કોંગ્રેસની આંતરિક સમિતિએ BMC 2022 ની ચૂંટણી માટે સોનુ સૂદ, મિલિંદ સોમન અને રિતેશ દેશમુખના નામો પર ચર્ચા કરી છે. આટલા મોટા સમાચાર બહાર આવ્યા બાદ એવી અટકળો થવા લાગી કે કોંગ્રેસે આ સ્ટાર્સ સાથે ચૂંટણી અંગે વાત કરી છે. જોકે આમાં કોઈ સત્ય નથી. BMC ની ચૂંટણીને લઈને કોંગ્રેસે મિલિંદ સોમન, રિતેશ દેશમુખ અને સોનુ સૂદ સાથે વાત કરી નથી.
રિતેશ દેશમુખનો પરિવાર રાજકારણ સાથે જોડાયેલો છે. આવી સ્થિતિમાં, એક વખત વિચાર કરી શકાય કે તે પણ તેના પિતા અને ભાઈઓની જેમ રાજકારણમાં પ્રવેશ કરી શકે છે. જોકે, રિતેશે આ વાત ઘણી વખત પોતાના ઇન્ટરવ્યુમાં કહી છે કે તેને રાજકારણમાં રસ નથી. તે જ સમયે, સોનુ સૂદની વાત કરીએ તો, આ પહેલીવાર નથી જ્યારે તેમનું નામ રાજકારણમાં જોડાવા માટે આવ્યું હોય. આ પહેલા પણ સોનુ સૂદના રાજકારણમાં (Sonu Sood Political Party) આવવાની અફવાઓ વહેતી થઈ છે.
ખાનગી વેબસાઈટને આપેલા એક ઈન્ટરવ્યુમાં સોનુ સૂદે એક વખત કહ્યું હતું કે – એક અભિનેતા તરીકે મારા માટે હજુ ઘણું કરવાનું બાકી છે. હું જે સપના લઈને આવ્યો હતો તે હજી સાકાર કરવાના બાકી છે. મને લાગે છે કે તેમની પરિપૂર્ણતા જ પ્રથમ અને અગ્રણી છે. રાજકારણમાં જોડાવા માટે કોઈ નિશ્ચિત સમય નથી અને કોઈ નિશ્ચિત અવધિ નથી. હું 5 કે 10 વર્ષ પછી પણ જોડાઈ શકું છું. મને દસ વર્ષ પહેલા ઓફર મળી હતી અને હજુ પણ આવી રહી છે, પણ મને રસ નથી.
આ પણ વાંચો: Khatron Ke Khiladi 11: આ 3 સ્પર્ધકોની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીથી લાગ્યો બધાને શોક, સરકી ગઈ પગ નીચેથી જમીન
આ પણ વાંચો :- Nushrratt Bharucchaએ બતાવ્યો પોતાનો ફિલ્ટર લુક, Photos જોયા બાદ ચાહકો થયા તેમના દિવાના