AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wedding Photos : દિલીપ જોશીની પુત્રી નિયતિના લગ્નમાં ‘TMKOC’ના કલાકારોએ આપી હાજરી, જુઓ તસવીરો

થોડા દિવસો પહેલા, દિલીપ જોશી અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સમગ્ર કાસ્ટ અમિતાભ બચ્ચન સાથે 'કૌન બનેગા કરોડપતિ 13'માં જોવા મળી હતી. ટીમે અમિતાભ બચ્ચન સાથે પણ ખૂબ મસ્તી કરી હતી.

Wedding Photos : દિલીપ જોશીની પુત્રી નિયતિના લગ્નમાં 'TMKOC'ના કલાકારોએ આપી હાજરી, જુઓ તસવીરો
Niyati Joshi Wedding
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 7:28 PM
Share

સોની સબ ટીવીના શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ (Jethalal) એક્ટર દિલીપ જોશીની (Dilip Joshi) પુત્રીના લગ્ન 11 ડિસેમ્બરે થયા હતા. તારક મહેતાની આખી કાસ્ટ આ લગ્નની ઉજવણીમાં સામેલ થઈ હતી. તે દરેક માટે ખુશીનો પ્રસંગ હતો, નિયતિના લગ્નમાં તમામ કલાકારોની સાથે ખાસ કરીને ટપ્પુ સેના ખૂબ જ મસ્તી કરતી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા ફોટાને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ‘બિગ ફેટ ઈન્ડિયન વેડિંગ’ શાનદાર રીતે ઉજવવામાં આવ્યા હતા.

સિરિયલના દિગ્દર્શક માલવ રાજદા, તેની પત્ની પ્રિયા આહુજા, અંજલિ ભાભીનું પાત્ર ભજવતી અભિનેત્રી સુનયના ફોજદાર, સોનુ એટલે કે અભિનેત્રી પલક સિંધવાણી, કુશ શાહ (ગોલી), સમય શાહ (ગોગી) અને અન્ય ઘણા કલાકારોની તસવીરો બની રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ લગ્નની તસ્વીરો શેર કરતા માલવે લખ્યું છે કે, ગઈકાલે રાત્રે દિલીપ જોશીની પુત્રી નિયતિના લગ્નમાં. ફરી એકવાર યુગલને અભિનંદન અને તેમને ખૂબ જ સુખી દાંપત્ય જીવનની શુભેચ્છા. મને લાગે છે કે પલક સિંધવાણી અને પ્રિયા આહુજા રાજદાએ દુલ્હન કરતાં વધુ તસવીરો ક્લિક કરી છે.

View this post on Instagram

A post shared by Malav Rajda (@malavrajda)

બે દિવસ પહેલા દિલીપ જોશીનો નિયતિના લગ્નની વિધિ દરમિયાન ઢોલ વગાડતો વીડિયો ચાહકોને ખૂબ પસંદ આવ્યો હતો. હંમેશા તેમના શાંત સ્વભાવ માટે જાણીતા, ચાહકોને દિલીપ જોશીની એક અલગ જ સ્ટાઈલ જોવા મળી. જો કે દિલીપ જોશીએ પોતે પોતાના સોશિયલ મીડિયા પર કોઈ ફોટો શેર કર્યો નથી. વાસ્તવમાં, દિલીપ જોશી તેમની અંગત જિંદગીને કેમેરાથી દૂર રાખે છે અને તેથી તેમની પુત્રીના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી નથી.

દિલીપ જોશીની પત્ની અને તેનો પરિવાર કેમેરાથી દૂર રહેવાનું પસંદ કરે છે. નિયતિના પતિનું નામ યશવર્ધન મિશ્રા છે. યશ એક જાણીતા લેખક અને દિગ્દર્શક છે. તેમના પિતા અશોક મિશ્રા પણ પ્રખ્યાત લેખક છે. નિયતિ અને યશવર્ધન કોલેજ સમયથી એકબીજાને ઓળખતા હતા. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ હવે તેઓ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.

થોડા દિવસો પહેલા, દિલીપ જોશી અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સમગ્ર કાસ્ટ પણ અમિતાભ બચ્ચન સાથે ‘કૌન બનેગા કરોડપતિ 13’માં જોવા મળી હતી. ટીમે અમિતાભ બચ્ચન સાથે પણ ખૂબ મસ્તી કરી હતી.

આ પણ વાંચો –

Virat Kohli: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજે કર્યુ આશ્વર્યજનક નિવેદન, કેપ્ટનશિપ છીનવાઇ જવાને વિરાટ કોહલી માટે વરદાન રુપ બતાવ્યુ

આ પણ વાંચો –

Afghanistan: ભારતે મોકલાવી જીવન રક્ષક દવાઓ, તાલિબાને માન્યો આભાર, ભારત-અફઘાનિસ્તાનના સંબંધોને ગણાવ્યા મહત્વપૂર્ણ

g clip-path="url(#clip0_868_265)">