AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan: ભારતે મોકલાવી જીવન રક્ષક દવાઓ, તાલિબાને માન્યો આભાર, ભારત-અફઘાનિસ્તાનના સંબંધોને ગણાવ્યા મહત્વપૂર્ણ

વિદેશ મંત્રાલયે ગઈકાલે કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં પડકારરૂપ માનવતાવાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે રિટર્ન ફ્લાઈટમાં મેડિકલ સપ્લાયનો કન્સાઈનમેન્ટ મોકલ્યો છે.

Afghanistan: ભારતે મોકલાવી જીવન રક્ષક દવાઓ, તાલિબાને માન્યો આભાર, ભારત-અફઘાનિસ્તાનના સંબંધોને ગણાવ્યા મહત્વપૂર્ણ
Afghanistan
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 5:33 PM
Share

ભારતે તાજેતરમાં અફઘાનિસ્તાનને 1.6 મેટ્રિક ટન જીવન રક્ષક દવાઓનો (Life saving medicines) પ્રથમ જથ્થો મોકલ્યો છે. હવે તાલિબાને આ માટે ભારતનો આભાર માન્યો અને કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સહાય શનિવારે નવી દિલ્હીથી કાબુલ માટે વિશેષ વિમાન દ્વારા મોકલવામાં આવી હતી. તેમાં જીવન રક્ષક દવાઓ પણ સામેલ હતી. ભારતમાં અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મામુંદજેએ ટ્વિટર પર કહ્યું કે આ મદદ ઘણા અફઘાન પરિવારોને આ મુશ્કેલ સમયમાં મદદ કરશે.

ફરીદ મામુંદજેએ કહ્યું, “બધા બાળકોને થોડી મદદ, થોડી આશા અને તેમનામાં વિશ્વાસ રાખનાર વ્યક્તિની જરૂર છે. ભારતથી તબીબી સહાયનો પહેલો જથ્થો આજે સવારે કાબુલ પહોંચ્યો હતો. 1.6 MT જીવન રક્ષક દવાઓ આ મુશ્કેલ સમયમાં ઘણા પરિવારોને મદદ કરશે. ભારતના લોકો તરફથી ભેટ. ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન (IEA) ના નાયબ પ્રવક્તા અહમદુલ્લા વાસિકે શનિવારે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, ભારત આ ક્ષેત્રમાં અગ્રેસર દેશ છે. અફઘાનિસ્તાન-ભારત સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

વિદેશ મંત્રાલયે ગઈકાલે કહ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં પડકારરૂપ માનવતાવાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે રિટર્ન ફ્લાઈટમાં મેડિકલ સપ્લાયનો કન્સાઈનમેન્ટ મોકલ્યો છે. આ પ્લેન અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવામાં આવેલા ભારતીયોને લાવ્યું છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, શુક્રવારે ભારત દ્વારા હાથ ધરવામાં આવેલા ઈવેક્યુએશન મિશનના ભાગ રૂપે સ્પેશિયલ ફ્લાઈટ 10 ભારતીયો અને 94 અફઘાન નાગરિકોને હિન્દુ-શીખ લઘુમતી સમુદાયના સભ્યો સહિત, ઓપરેશન દેવી શક્તિ હેઠળ અફઘાનિસ્તાનથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી લાવવામાં આવી હતી.

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ‘ઓપરેશન દેવી શક્તિ’ હેઠળ અફઘાનિસ્તાનમાંથી અત્યાર સુધીમાં કુલ 669 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આમાં અફઘાન હિન્દુ/શીખ લઘુમતી સમુદાયના સભ્યો સહિત સેંકડો ભારતીયો અને અફઘાનોનો સમાવેશ થાય છે. ઓગસ્ટ 2021માં અફઘાનિસ્તાનમાંથી 438 ભારતીયો સહિત 565 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. તાલિબાનના કબજા બાદથી અફઘાનિસ્તાનમાંથી મોટી સંખ્યામાં લોકો દેશ છોડીને ભાગી રહ્યા હતા. જો કે, તાલિબાન હવે લોકોને દેશ ન છોડવા વિનંતી કરી રહ્યું છે.

આ પણ વાંચો –

Kashi Vishwanath Corridor: કાશી વિશ્વનાથ ધામના લોકાર્પણ બાદ કેવી રીતે ઘરે ઘરે પહોંચશે બાબાનો પ્રસાદ અને પુસ્તકો

આ પણ વાંચો –

Sabarkantha: ઇડરમાં દિવ્યાંગ મહિલા પર દુષ્કર્મ આચરનાર પરપ્રાંતિય યુવકની ધરપકડ, બે સપ્તાહથી પોલીસે શોધખોળ હાથ ધરી હતી

g clip-path="url(#clip0_868_265)">