The Kashmir Files: તેલુગુ નિર્માતા અભિષેક અગ્રવાલની (Abhishek Agarwal) પ્રથમ બોલિવૂડ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) તરફથી પ્રશંસા મળી છે તે ખૂબ જ ગર્વની વાત છે. વડાપ્રધાને ફિલ્મ નિર્માતાઓને (Film Makers) કાશ્મીર બળવા દરમિયાન કાશ્મીરી હિંદુઓના હિજરત પર ફિલ્મ બનાવવાની હિંમત કરવા બદલ પ્રશંસા કરી છે.
12 માર્ચ (શનિવાર) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીર ફાઇલ્સ મૂવીની પ્રશંસા કરી. વડાપ્રધાન મોદી ફિલ્મ નિર્દેશક વિવેક રંજન અગ્નિહોત્રી, તેમની પત્ની અને અભિનેત્રી પલ્લવી જોશી અને ફિલ્મ નિર્માતા અભિષેકને પણ મળ્યા હતા.
વિવેક અગ્નિહોત્રીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર માહિતી આપી હતી કે, 14 તારીખે સવારે 11 વાગ્યે પોતે પ્રેસ કોન્ફરન્સમાં જોડાશે. તેમજ ચોક્કસ સમય અને સ્થળ DM કરી શકો છો, તેવું ટ્વિટમાં જણાવ્યું હતું.
Tomm morning at 11AM we will be holding a Flash Press Conference on #TheKashmirFiles in Delhi.
Press can DM me for exact venue & time. @AnupamPKher sahab, can you take a little break from your shooting and join me?A step closer to justice. pic.twitter.com/cWzc5odNOO
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 13, 2022
Hearing absolutely incredible things about your performance in #TheKashmirFiles @AnupamPKher
Amazing to see the audience back to the cinemas in large numbers. Hope to watch the film soon. Jai Ambe. https://t.co/tCKmqh5aJG— Akshay Kumar (@akshaykumar) March 13, 2022
ગુજરાત સરકારે ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને ટેક્સ ફ્રી કરી હોવાની જાહેરાત કરી છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel)‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files)ફિલ્મને રાજ્યમાં કરમુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. આ ફિલ્મમાં આર્ટિકલ ૩૭૦ (Article 20)થી લઇને કાશ્મીરના ઇતિહાસને સમાવામાં આવ્યો છે. તેમજ કાશ્મીરી પંડિતોને 1990ના વર્ષમાં કઇ રીતે ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા, તે વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. હરિયાણાની સાથેસાથે મધ્ય પ્રદેશે પણ ધ કશ્મીર ફાઇલ્સને ટેક્સ ફ્રીની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ‘ધી કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને રાજ્યમાં કરમુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.
— CMO Gujarat (@CMOGuj) March 13, 2022
તાજેતરમાં પ્રસારિત થયેલ ફિલ્મ ‘ધી કાશ્મીર ફાઇલ્સ’ ને રાજ્યમાં કરમુક્તિ આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 13, 2022
1990 પહેલા કાશ્મીર કેવું હતું તે ફ્લેશબેકમાં બતાવવામાં આવ્યું છે. આ પછી 90ના દાયકામાં કાશ્મીરી પંડિતોને મળનારી ધમકી અને જબરદસ્તી કાશ્મીર અને તેમના ઘર છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા તેની દર્દનાક કહાની દર્શાવવામાં આવી છે. કૃષ્ણને ખબર નથી કે તે સમય દરમિયાન તેનો પરિવાર કેવા મુશ્કેલ સમયમાંથી પસાર થયો છે. આ પછી, 90ના દાયકાની ઘટનાઓના સ્તરો તેમની સામે ઉજાગર કરવામાં આવે છે અને બતાવવામાં આવે છે કે તે દરમિયાન કાશ્મીરી પંડિતો કેવી પીડામાંથી પસાર થયા હતા. આખી વાર્તા આની આસપાસ ફરે છે.
કાશ્મીર નરસંહારની ક્રૂર સત્ય ઘટનાને ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ દ્વારા મોટા પડદા પર લાવવામાં આવી છે. દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ કાશ્મીરી વિદ્વાનોને 1990 માં તેમના જન્મસ્થળમાંથી અત્યાચાર, બળજબરીથી કાઢી મૂક્યા અને મારી નાખવાના કાળા ઇતિહાસને સામાન્ય લોકો સમક્ષ ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે. કાશ્મીર ફાઇલ્સ મૂવી 11 માર્ચે રિલીઝ થઈ હતી અને શરૂઆતમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. ફિલ્મે રિલીઝ થયાના પહેલા દિવસે સાડા ત્રણ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે. ત્યારબાદ બીજા દિવસે તે વધીને સાડા આઠ કરોડ રૂપિયા થઈ ગયો છે.
આ પણ વાંચો: The Kashmir Files : અમદાવાદના મોટા ભાગના થિયેટરોમાં ભીડ,થિયેટર સંચાલકોએ હાઉસફુલના બોર્ડ લગાવ્યા
આ પણ વાંચો: The Kashmir Files : CM ભૂપેન્દ્ર પટેલે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત જાહેર કરી