AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishwasam Hindi: અજય દેવગણ અને અક્ષય કુમારે વિશ્વાસમની હિન્દી રિમેકમાં કામ કરવાની ના પાડી!

હિન્દીભાષી વિસ્તારોમાં સાઉથની ફિલ્મોના કન્ટેન્ટના વધતા જતા પ્રભાવને જોતા હવે દક્ષિણના ઘણા નિર્માતાઓ તેમની ફિલ્મોની હિન્દી રિમેક બનાવવાની તૈયારી કરી રહ્યા છે.

Vishwasam Hindi: અજય દેવગણ અને અક્ષય કુમારે વિશ્વાસમની હિન્દી રિમેકમાં કામ કરવાની ના પાડી!
Ajay Devgan and Akshay Kumar (Photo- Social Media)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 11:24 AM
Share

હિન્દીભાષી વિસ્તારોમાં સાઉથની ફિલ્મોના કન્ટેન્ટના વધતા જતા પ્રભાવને જોતા હવે દક્ષિણના ઘણા નિર્માતાઓ તેમની ફિલ્મોની હિન્દી રિમેક બનાવવાની તૈયારી કરી રહ્યા છે. તાજેતરમાં, ‘પુષ્પા’ના હિન્દી ડબને ધમાકેદાર કમાણી કરી છે. જેના કારણે ઘણા નિર્માતાઓએ તેને નફાકારક સોદો શોધવાનું શરૂ કર્યું છે. અહેવાલો અનુસાર, પ્રખ્યાત ફિલ્મ નિર્માતા મનીષ શાહે (Manish Shah) સુપરહિટ ફિલ્મ ‘વિશ્વાસમ’ માટે અજય દેવગણ (Ajay Devgn) અને અક્ષય કુમાર (Akshay Kumar) સાથે વાત કરી હતી પરંતુ બંનેએ તેમાં કામ કરવાની ના પાડી દીધી છે. આ ફિલ્મની રીમેકના મૂળ અધિકાર મનીષ શાહ પાસે છે, પરંતુ બોલિવૂડના આ બે મોટા સ્ટાર્સના ઇનકાર બાદ તેમના પ્રારંભિક પ્રયાસો સફળ થયા નથી.

અજય દેવગન સાથે અક્ષય કુમાર પણ કરી પીછેહઠ

Etimesમાં પ્રકાશિત અહેવાલ મુજબ, ફિલ્મ નિર્માતા મનીષ શાહે આ ફિલ્મ માટે પહેલા અજય દેવગનનો સંપર્ક કર્યો હતો પરંતુ તેણે ના પાડી દીધી હતી. આ પછી મનીષે આ જ રોલ માટે અક્ષય કુમાર સાથે વાત કરી પરંતુ અક્ષય કુમારે પણ કામ કરવાની ના પાડી દીધી. આ કારણે મનીષની આ ફિલ્મ હિન્દીમાં બનાવવાની આશા થોડી ઘટી ગઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ બંને સ્ટાર્સે ના પાડી કારણ કે, તેમને લાગે છે કે આ ફિલ્મની સામગ્રી હિન્દી ભાષી દર્શકોને પસંદ આવશે નહીં.

એકતા કપૂરે પણ કો-પ્રોડ્યુસરની ઓફર ઠુકરાવી દીધી

નિર્માતા મનીષ શાહે આ ફિલ્મના નિર્માણ અને સહ-નિર્માણ માટે એકતા કપૂરના પ્રોડક્શન હાઉસ સાથે વાટાઘાટો પણ કરી હતી, પરંતુ તેમણે સહ-નિર્માતાની ઓફર ઠુકરાવી દીધી હતી કારણ કે, આ ફિલ્મ સાથે કોઈ મોટો સ્ટાર જોડાયેલો ન હતો. આ પછી મનીષે કહ્યું કે, તે આ ફિલ્મની રીમેક સત્ય જ્યોતિ ફિલ્મ્સ સાથે બનાવશે, જેણે મૂળ ફિલ્મમાં સહયોગ કર્યો હતો. આ ફિલ્મની રીમેક લગભગ 4 કરોડમાં વેચાઈ છે.

મૂળ ફિલ્મમાં અજિત કુમાર મુખ્ય ભૂમિકામાં હતા

તમને જણાવી દઈએ કે, ‘વિશ્વાસમ’માં અજિત કુમાર લીડ રોલમાં હતા. આ ફિલ્મમાં તેમના સિવાય નયનતારા, જગપતિ બાબુ અને વિવેકે પણ કામ કર્યું હતું. આ ફિલ્મનું નિર્દેશન શિવાએ કર્યું હતું. અક્ષય અને અજય તેમની આગામી ફિલ્મોમાં વ્યસ્ત છે જ્યાં અક્ષયની ‘પૃથ્વીરાજ’ અને ‘બચ્ચન પાંડે’ રિલીઝ થવાની તૈયારીમાં છે. બીજી તરફ, અજય દેવગનની ‘રન વે’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં આવશે, જેમાં અમિતાભ બચ્ચન પણ જોવા મળશે.

આ પણ વાંચો: Ala Vaikunthapurramulooના પ્રોડ્યુસરે કાર્તિક આર્યનને ‘અનપ્રોફેશનલ’ કહ્યો, અભિનેતાએ ફિલ્મ છોડવાનું કહ્યું

આ પણ વાંચો: Happy birthday Kavita Krishnamurthy : ફેમસ સિંગર કવિતા કૃષ્ણમૂર્તિને કંઈક આ રીતે મળ્યું હતું પહેલું ગીત, જાણો તેમની સાથે જોડાયેલી રસપ્રદ વાતો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">