Vikram Gokhale Death: અક્ષય કુમારથી લઈને રવિ કિશન સુધીના આ કલાકારોએ આપી શ્રદ્ધાંજલિ

|

Nov 26, 2022 | 7:36 PM

વિક્રમ ગોખલેને (Vikram Gokhale) 2011માં સંગીત નાટક અકાદમી પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. તેમને મરાઠી ફિલ્મમાં તેમના યોગદાન માટે 2013માં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

Vikram Gokhale Death: અક્ષય કુમારથી લઈને રવિ કિશન સુધીના આ કલાકારોએ આપી શ્રદ્ધાંજલિ
akshay kumar-vikram gokhale-ravi kishan

Follow us on

થિયેટર અને ફિલ્મ એક્ટર વિક્રમ ગોખલેનું શનિવારે મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર થવાને કારણે નિધન થયું હતું. ફેમસ એક્ટરને 5 નવેમ્બરથી પૂણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની સ્થિતિ ખૂબ જ નાજુક હતી, તેથી તેમને બચાવી શકાયા ન હતા. હોસ્પિટલના નિવેદન મુજબ શનિવારે સવારે તેમની તબિયત બગડવાની શરૂઆત થઈ હતી, ત્યારબાદ તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. તેમના પાર્થિવ દેહને બાલ ગાંધર્વ રંગ મંદિર લઈ જવામાં આવશે અને વૈકુંઠમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેઓ 77 વર્ષના હતા અને તેમણે લાંબા સમય સુધી હિન્દી સિનેમામાં યોગદાન આપ્યું હતું.

પરિવારના નજીકના એક સૂત્રએ મીડિયાને જણાવ્યું હતું કે “વિક્રમ ગોખલેની હાલત ખૂબ જ નાજુક છે, તેઓ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે અને સારવાર તેમને જવાબ આપી રહી નથી. ડોકટરો તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે, દરેક તેમના માટે પ્રાર્થના કરે છે. આ નિવેદનના થોડા સમય બાદ વિક્રમ ગોખલેએ દુનિયાને અલવિદા કહી દીધું. તેમના નિધન પર જાણીતી હસ્તીઓએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સાંસદ પ્રકાશ જાવડેકરે આપી શ્રદ્ધાંજલિ

સાંસદ પ્રકાશ જાવડેકરે ટ્વીટ કર્યું, તેમને લખ્યું કે “દિગ્ગજ અભિનેતા #વિક્રમગોખલેના નિધનથી દુઃખી, તેઓ એક બહુમુખી અભિનેતા તેમજ સાથે સાથે પ્રતિબદ્ધ સામાજિક કાર્યકર્તા પણ હતા. તેમને તેમના અસાધારણ અભિનયથી મરાઠી, હિન્દી થિયેટર અને ફિલ્મ ઉદ્યોગમાં એક અમિટ છાપ છોડી છે. મારી સંવેદના તેમના પરિવાર સાથે છે ઓમ શાંતિ!”

 

અક્ષય કુમારે પણ આપી શ્રદ્ધાંજલિ

અક્ષય કુમારે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ‘વિક્રમ ગોખલે જીના નિધન વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું, તેમની સાથે ભૂલ ભુલૈયા, મિશન મંગલ જેવી ફિલ્મોમાં કામ કર્યું, તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું. ઓમ શાંતિ.’ સેલિબ્રિટી શેફ રણવીર બ્રારે લખ્યું છે કે ‘એક ખૂબ જ અદભૂત કલાકારની ખોટ.. ઓમ શાંતિ, RIP #VikramGokhale.’ તો ભોજપુરી એક્ટર રવિ કિશને લખ્યું છે કે ‘મારા ફેવરિટ એક્ટર વિક્રમ ગોખલે હવે નથી રહ્યાં, ભગવાન તેમની આત્માને શાંતિ આપે, ઓમ શાંતિ શાંતિ શાંતિ.’

સંજય ગુપ્તાએ કર્યા યાદ

નિર્દેશક સંજય ગુપ્તાએ ટ્વિટર પર પોતાની પોસ્ટ શેયર કરી અને લખ્યું, ‘રેસ્ટ ઈન પીસ સર, તમે અમારા આદર્શ છો’. તમને જણાવી દઈએ કે, વિક્રમ ગોખલેની પુત્રી નેહાએ સોશિયલ મીડિયા પર શેયર કરીને કહ્યું, શ્રી વિક્રમ ગોખલેજીનું નિધન થયું છે, મુશ્કેલ સમયમાં તેમના માટે પ્રાર્થના તેના માટે આપ સૌનો આભાર.’

મરાઠી થિયેટરથી કરી હતી કરિયરની શરૂઆત

તમને જણાવી દઈએ કે વિક્રમ ગોખલેએ મરાઠી મંચ પરથી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને વિવિધ લોકપ્રિય હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમને સંજય લીલા ભણસાલીની ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમમાં નંદનીના પિતાની ભૂમિકા ભજવવા માટે યાદ કરવામાં આવે છે. તેઓ સલીમ લંગડે પે મત રો, ભૂલ ભુલૈયા, મિશન મંગલ, અય્યારી જેવી અન્ય ઘણી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા. તેમની લોકપ્રિય મરાઠી ફિલ્મોમાં નટસમ્રાટ, લપંડાવ, કલાત નકલત, વઝીર, બાલા ગૌ કાશી અંગાર, અનુમતિ, મુક્તા, મી શિવાજી પાર્ક અને એબી આની સીડી નો સમાવેશ થાય છે. તેમને 2010માં આવેલી મરાઠી ફિલ્મ આઘાતથી નિર્દેશક તરીકેની શરૂઆત કરી હતી.

Next Article