દેશના ખૂણે-ખૂણેથી મળી રહ્યો છે વિજય અને અનન્યાને પ્રેમ, હવે ચેન્નાઈમાં કર્યું લાઈગરનું પ્રમોશન

|

Aug 13, 2022 | 9:45 PM

હાલમાં જ લાઈગરનું (Liger) નવું ગીત 'કોકા 2.0' રિલીઝ થયું હતું, જેને ફેન્સે ઘણો પ્રેમ આપ્યો હતો. હવે વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે ફિલ્મના પ્રમોશન માટે ચેન્નાઈ પહોંચ્યા.

દેશના ખૂણે-ખૂણેથી મળી રહ્યો છે વિજય અને અનન્યાને પ્રેમ, હવે ચેન્નાઈમાં કર્યું લાઈગરનું પ્રમોશન
Liger

Follow us on

સાઉથ એક્ટર વિજય દેવરકોંડા (Vijay Deverakonda) પોતાની ફિલ્મ લાઈગરને (Liger) લઈને સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. સાઉથ સ્ટાર વિજય દેવરકોંડા ફિલ્મ લાઈગરથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન પુરી જગન્નાથ કરી રહ્યા છે. આ મહિને રિલીઝ થનારી આ ફિલ્મનું પ્રમોશન પણ જોરશોરથી કરવામાં આવી રહ્યું છે. હાલમાં જ લાઈગરનું નવું ગીત ‘કોકા 2.0’ રિલીઝ થયું હતું, જેને ફેન્સે ઘણો પ્રેમ આપ્યો હતો. હવે વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે (Ananya Panday) ફિલ્મના પ્રમોશન માટે ચેન્નાઈ પહોંચ્યા.

લાઈગરના પ્રમોશન માટે ચેન્નાઈ પહોંચ્યા

ફિલ્મ લાઈગરની રિલીઝ ડેટ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ફિલ્મનું પ્રમોશન પણ વધુ ગતિએ થઈ રહ્યું છે. લાઈગરની આખી ટીમ તેના પ્રમોશનમાં લાગેલી છે. હવે ફિલ્મની સ્ટારકાસ્ટ વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે લાઈગરના પ્રમોશન માટે તમિલનાડુના ચેન્નાઈમાં ગયા. ફિલ્મના પ્રમોશન માટે ચેન્નાઈ પહોંચેલી અનન્યા પાંડે ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. તેણે ક્રીમ કલરનો લહેંગા પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. વિજય દેવરકોંડા બ્લેઝર અને ટ્રાઉઝરમાં જોવા મળ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

લાઈગરની વધતી જતી લોકપ્રિયતાને જોઈને વિજય દેવરકોંડાએ રાઉડી બીસ્ટ નામનું આઉટફિટ કલેક્શન પણ લોન્ચ કર્યું. આ આઉટફિટ વિજયે પણ કેરી કર્યો છે.

ટ્રેક્ટર ચલાવતા જોવા મળ્યા વિજય અને અનન્યા

હાલમાં જ ફિલ્મ લાઈગરના ગીત કોકા 2.0 ને લોન્ચ કરવા માટે વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે ચંદીગઢ પહોંચ્યા હતા. આ દરમિયાન બંને સ્ટાર્સ દેશી લુકમાં જોવા મળ્યા હતા. વિજયે કુર્તા પાયજામા અને નેહરુ જેકેટ પહેર્યું હતું, જ્યારે અનન્યાએ સલવાર-સૂટ કેરી કર્યો હતો. એટલું જ નહીં ચંદીગઢના એક ઢાબામાં બંને પંજાબી સ્ટાઈલમાં ખાટલા પર બેઠા, લસ્સી પીધી અને જમ્યા હતા. બંને સ્ટાર્સ ખેતરોમાં ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા અને ટ્રેક્ટર ચલાવતા પણ જોવા મળ્યા હતા.

ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારબાદ ફિલ્મની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ફિલ્મ ‘લાઈગર’ની ખાસ વાત એ છે કે આ ફિલ્મથી વિજય દેવરકોંડા તેની બોલિવૂડ સફરની શરૂઆત કરશે, જ્યારે અનન્યા પાંડે સાઉથ સિનેમામાં તેના કરિયરની શરૂઆત કરશે. ફિલ્મના અત્યાર સુધી રિલીઝ થયેલા ગીતોને પણ દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

Published On - 9:43 pm, Sat, 13 August 22

Next Article