AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રણવીર સિંહ બાદ ઉર્ફી જાવેદે Naked ફોટોશૂટ કરાવ્યું, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ઉર્ફી જાવેદ બિગ બોસ ઓટીટી સીઝન 1માં સ્પર્ધક રહી ચુકી છે. આ સિવાય ઘણા ટીવી શોમાં એક્ટિવ રહેનારી આ સ્પર્ધક તેની ફેશનને લઈને ઘણી ચર્ચામાં આવી રહી છે.

રણવીર સિંહ બાદ ઉર્ફી જાવેદે Naked  ફોટોશૂટ કરાવ્યું, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
ઉર્ફીના ન્યૂડ ફોટશૂટે ઈન્ટરનેટ પર ધમાલ મચાવીImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2022 | 11:16 AM
Share

Urfi Javed : આજકાલ બોલિવુડ (Bollywood)માં એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અભિનેતા હોય કે, અભિનેત્રી ‘Naked’ ફોટોશૂટ કરાવવાનો ટ્રેન્ડ ફોલો કરી રહ્યા છે, આ ટ્રેન્ડની શરુઆત રણવીર સિંહે કરી હતી. હાલમાં રણવીર સિંહે એક પોપ્યુલર મેગેઝીન માટે કરાવેલું ફોટોશૂટ સોશિયલ મીડિયા (Social media) પર ખુબ વાયરલ થયા છે. રણવીર પહેલા સાઉથ અભિનેતા વિષ્ણુ વિશાલે પણ ‘Naked’ ફોટોશૂટ કરાવ્યું હતુ. જે ખુબ વાયરલ થયું હતુ, પોતાના અવનવા સ્ટેટમેન્ટ અને અતરંગી આઉટફિટ માટે મીડિયામાં મશહુર ઉર્ફી જાવેદે પણ ‘Naked’ ફોટોશૂટના લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે, ઉર્ફીએ આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે ઉર્ફી

ઈન્સ્ટાગ્રામ પર ઉર્ફીના 3.3 મિલિયનથી વધુ ફૉલોવર્સ છે. પોતાના ફોલોવર્સને ક્યારે પણ નિરાશ કરતી નથી. તેના કપડા અને સ્ટાઈલ હંમેશા બોલ્ડ હોય છે, ઉર્ફીએ હાલમાં એક બાથ ટબની અંદર પોઝ આપ્યો છે અને આ વીડિયોમાં આપણે જોઈ શકીએ કે, આ બિગ બોસ ઓટીટીની પર્ફોમરે પોતાના શરીરને માત્ર ફુલોની પાંખડીઓથી પોતાનું શરીર ઢાંક્યું છે અને પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે.

View this post on Instagram

A post shared by Uorfi (@urf7i)

સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો

ઉર્ફીએ પોતાના સોશિયલ મીડિયા પર આ ક્લિપ શેર કરી છે. જે ઈન્ટરનેટ પર ધુમ મચાવી રહી છે. વીડિયોમાં ઉર્ફી ખુબ જ સુંદર લાગી રહી છે. આને લઈ લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે, ઉર્ફીએ પણ ટ્રોલર્સને કરારો જવાબ આપ્યો છે કહ્યું કે, તેનું જેવું મન હશે તેવા જ કપડાં પહેરશે. તેના ફોટો લોકોનું મનોંરંજન પણ કરે છે.

ઉર્ફીનું ન્યૂડ ફોટો શૂટે ઈન્ટરનેટ પર ધમાલ મચાવી

ઉર્ફીએ પોતાની પોસ્ટમાં ગુલાબની ઈમોજીવાળું કેપ્શન આપ્યું છે, આ વીડિયોમાં તે સ્માઈલ કરી રહી છે.તેનું અડધું શરીર ગુલાબની પાંખડીઓથી ઢંકાયેલું છે. ઉર્ફીના આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ચાહકોનું રિએક્શન મળી રહ્યું છે.તેની પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક નેટીઝને લખ્યું છે કે તમારો આ વીડિયો મને અમેરિકન સુંદરતાની યાદ અપાવે છે. તો એક પ્રશંસકે લખ્યું કે આ વિડિયો એકદમ ક્યૂટ છે.

g clip-path="url(#clip0_868_265)">