AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કર્ણાટકમાં પરિવાર સાથે જોઈ ‘The Kerala Story’, ફિલ્મની કરી પ્રશંસા

The Kerala Story : કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ તેમના પરિવાર સાથે કર્ણાટકમાં બોલિવૂડ ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી' જોઈ હતી. અગાઉ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ ફિલ્મ જોઈ હતી.

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કર્ણાટકમાં પરિવાર સાથે જોઈ 'The Kerala Story', ફિલ્મની કરી પ્રશંસા
Union Minister Prahlad Joshi
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2023 | 3:21 PM
Share

બોલિવૂડ ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ વિવાદો વચ્ચે સિનેમાઘરોમાં સારી કમાણી કરી રહી છે. રાજનેતાઓએ પણ આ ફિલ્મ જોઈ છે અને તેના વખાણ પણ કર્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ મંગળવારે તેમના પરિવાર સાથે કર્ણાટકના હુબલીમાં ફિલ્મ ધ કેરળ સ્ટોરી જોઈ. તેણે ફિલ્મને શાનદાર ગણાવી છે. તે જ સમયે, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે સોમવારે ધ કેરળ સ્ટોરી જોઈ. તેમણે કહ્યું કે, આ ફિલ્મ કેરળમાં ખતરનાક વૈશ્વિક આતંકવાદના ષડયંત્રની વાત કરે છે.

આ પણ વાંચો : The Kerala Storyના વિવાદ પર ગુસ્સે થયા અનુપમ ખેર, કહ્યું- તેમણે જ કાશ્મીર ફાઇલ્સનો કર્યો હતો વિરોધ

મમતાએ ભાજપ પર લગાવ્યા આરોપ

ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ ભલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હોય, પરંતુ વિવાદો તેનો પીછો છોડતા નથી. પશ્ચિમ બંગાળ સરકારે સોમવારે જાહેરાત કરી કે તે આ વિવાદાસ્પદ ફિલ્મ પર પ્રતિબંધ લગાવી રહી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, ફિલ્મ કેરલ સ્ટોરી પર પ્રતિબંધનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે જેથી નફરત અને હિંસાના કિસ્સાઓ ટાળી શકાય. તેમજ રાજ્યમાં શાંતિ જાળવી શકાશે. તેમણે ભાજપ પર આ ફિલ્મને ફંડ આપવાનો પણ આરોપ લગાવ્યો હતો.

ફિલ્મ પર પ્રતિબંધની ટીકા

પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા ફિલ્મ પર પ્રતિબંધની પણ ટીકા થઈ રહી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, મુખ્યમંત્રી મમતા બેનર્જીને નિશાન બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ફિલ્મ પર પ્રતિબંધ મૂકીને પશ્ચિમ બંગાળની બહેન-દીકરીઓ સાથે અન્યાય કરવામાં આવ્યો છે. મમતા બેનર્જીના રાજ્યમાં જે રીતે માસૂમ બાળકી સાથે રેપની ઘટના સામે આવે છે અને પછી તેને ખેંચીને લઈ જવામાં આવે છે. આ એવી વસ્તુ છે જે આપણને શરમાવે છે. આ પ્રકારની વિચારસરણી આવા આતંકવાદીઓને વધુ તાકાત આપશે.

UP અને MPમાં ટેક્સ ફ્રી ફિલ્મ

બીજી તરફ જ્યાં પશ્ચિમ બંગાળમાં ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને તમિલનાડુ, કેરળ સહિત અનેક જગ્યાએ તેનો વિરોધ કરવામાં આવ્યો છે. કેરલ સ્ટોરીને ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સોમવારે ટેક્સ ફ્રીની જાહેરાત કરતા કહ્યું કે, તે લવ જેહાદ, ધર્મ પરિવર્તન અને આતંકવાદ વિશે વાત કરે છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે ટ્વીટ કરીને ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી હતી.

ફિલ્મની વાર્તા કેવી છે ?

ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ કેરલમાં કથિત ધર્મ પરિવર્તનની વાત કરે છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે કેરલમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ગુમ થાય છે. આ મહિલાઓને બળજબરીથી ઈસ્લામ કબૂલ કરવામાં આવે છે અને ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક એન્ડ સીરિયા (ISIS)માં ભરતી કરવામાં આવે છે. આ ફિલ્મ કથિત ‘લવ જેહાદ’ વિશે પણ વાત કરે છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">