TV9 Exclusive: કારગિલના વિક્રમ બત્રા પોઈન્ટથી સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણીનો વિશિષ્ટ ઈન્ટરવ્યૂ, જાણો કેવો રહ્યો ફિલ્મમાં કામ કરવાનો અનુભવ

કારગિલમાં સેનાએ શેરશાહ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કર્યું. આ પ્રસંગે સીડીએસ જનરલ બિપિન રાવતે શેરશાહની ટીમની પ્રશંસા કરી હતી અને પાકિસ્તાન-ચીનને ચેતવણી આપી હતી કે જે આપણી સાથે ટકરાશે તે બરબાદ થઈ જશે.

TV9 Exclusive: કારગિલના વિક્રમ બત્રા પોઈન્ટથી સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણીનો વિશિષ્ટ ઈન્ટરવ્યૂ, જાણો કેવો રહ્યો ફિલ્મમાં કામ કરવાનો અનુભવ
Sidharth Malhotra, Kiara Advani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 6:08 PM

કારગિલ યુદ્ધના હિરો પરમવીર ચક્ર વિજેતા કેપ્ટન વિક્રમ બત્રા (Vikram Batra)ની બાયોપિક ફિલ્મ શેરશાહ સ્વતંત્રતાના દિવસે રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર કારગિલમાં સૈનિકો વચ્ચે એક ભવ્ય કાર્યક્રમમાં રિલીઝ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ફિલ્મ વિક્રમ બત્રાનું પાત્ર નિભાવી રહ્યા સિદ્ધાર્થ મલ્હોત્રા (Siddharth Malhotra), વિક્રમ બત્રાની ગર્લફ્રેન્ડ ડિમ્પલ ચીમાનું પાત્ર નિભાવી રહેલી કિયારા આડવાણી (Kiara Advani), ફિલ્મ ડાયરેક્ટર વિષ્ણુ વર્ધન અને ફિલ્મનાં પ્રોડ્યુસર કરણ જૌહર હાજર હતા.

આ સમય પર TV9hindi.comના એન્ટરટેનમેન્ટ હેડ હેમંત શર્માએ ફિલ્મની ટીમ સાથે એક્સક્લુસિવ વાતચીત કરી. ચાલો જાણીએ કેવી છે ફિલ્મની પૃષ્ઠભૂમિ અને આ ફિલ્મનો ભાગ બનવાનો એક્ટર્સનો અનુભવ.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

1. કેવો અનુભવ રહ્યો જ્યારે આર્મીએ આ ફિલ્મનું ટ્રેલર લોંચ કર્યું?

Ans. સિદ્ધાર્થે કહ્યું કે તે અને તેમની ટીમ માટે ખૂબ જ ગર્વ અને ખૂબ જ ખુશીની ક્ષણ હતી કે ફિલ્મનું ટ્રેલર આર્મી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. અહીં તેમણે સૈન્યનો આભાર માન્યો અને આશા વ્યક્ત કરી કે ફિલ્મના ટ્રેલરને જે રીતે સૈન્ય દ્વારા પસંદ કરવામાં આવ્યું છે, ત્યાં જ ફિલ્મ પણ ગમશે. સિદ્ધાર્થના જણાવ્યા અનુસાર સૈનિકોને મળીને આનંદ થયો અને સાથે જ આર્મી મેનની જિંદગીની વાર્તા તેમની ફિલ્મ દ્વારા દરેક લોકો સુધી પહોંચાડવી તે તેમના માટે ઉત્સુકતા અને ગર્વની વાત છે.

2. ફિલ્મમાં વિક્રમનું પાત્ર ભજવવું અને આર્મીનો યુનિફોર્મ પહેરવાનો અનુભવ?

Ans. સિદ્ધાર્થે કહ્યું કે જ્યારે તેમણે સૈનિકનો યુનિફોર્મ ફિલ્મમાં જ્યારે જ્યારે પહેર્યો છે, તે તેમના માટે ખૂબ જ લાગણીશીલ અને ગર્વની વાત હતી. તેમને યુનિફોર્મ પહેરીને માત્ર આચરણ જ નહીં પણ વીર સાહસિક વિક્રમનું પાત્ર ભજવ્યા બાદ ઘણો બદલાવ અનુભવાયો. આ સાથે એમ પણ કહ્યું હતું કે ફિલ્મને 5 વર્ષનો સમય લાગ્યો હતો, વિક્રમ બત્રાની વાસ્તવિક વાર્તાના દરેક નાના-મોટા ભાગને પ્રેક્ષકો સુધી પહોંચાડવામાં આવ્યા છે.

સિદ્ધાર્થે કહ્યું કે તેમના દિગ્દર્શક, લેખક ફિલ્મની સમગ્ર કાસ્ટનો એ પ્રયાસ રહ્યો છે કે આ ફિલ્મ દ્વારા દર્શકો દરેક સૈનિકની સંઘર્ષ અને બહાદુરી જોઈ શકે અને આ ફિલ્મની પ્રશંસા કરી શકે. તેમણે કહ્યું કે ફિલ્મની સફર લાંબી છે, પરંતુ આશા છે કે તેમની આ ફિલ્મને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળે.

3. બીજી બાજુ, કિયારાએ જણાવ્યું કે કેવો રહ્યો તેમનો અનુભવ ફિલ્મમાં ડિમ્પલ ચીમાની ભૂમિકા ભજવતા સાથે જાણ્યું કે શું વાસ્તવિક જીવનમાં ડિમ્પલ ચીમાને મળી હતી કે કેમ?

કિયારાએ જણાવ્યું કે તે ડિમ્પલ ચીમાને મળી છે, જે તેના દેખાવમાં તેમના કરતા વધારે સુંદર છે. આ ફિલ્મ માટે ડિમ્પલે તેને ખૂબ ટેકો આપ્યો હતો, આ પાત્ર ભજવતા ડિમ્પલે તેમની લવ સ્ટોરી ખૂબ આનંદથી શેર કરી હતી અને કિયારાએ કહ્યું હતું કે આ ફિલ્મ દ્વારા બધાને ખબર પડી કે વિક્રમ એક સાહસી વીરની સાથે તેઓ રોમેન્ટિક બોયફ્રેન્ડ પણ હતા.

કિયારાએ કહ્યું કે આ પાત્ર ખૂબ જ વિશેષ છે. જેમાં ડિમ્પલનું બલિદાન, પ્રેમ અને લાગણીઓ દર્શાવવામાં આવી છે. આ ફિલ્મનો એક ભાગ બનવું તેમના માટે પણ ગૌરવ અને આનંદથી ભરપૂર છે અને હસતા હસતા કહ્યું કે આ ફિલ્મની લવ સ્ટોરી શાહરુખ ખાન અને કાજોલની દિલવાલે દુલ્હનિયા જેવી છે. પ્રેક્ષકોને તે ગમશે.

4. આ ફિલ્મ માટે વિક્રમ બત્રાની વાર્તા કેમ પસંદ કરી?

સિદ્ધાર્થે કહ્યું કે તે માત્ર વિક્રમ બત્રાને જ નહીં, પરંતુ દરેક ભારતીય સૈન્યને અને જેઓ આ દેશ માટે શહીદ થયા છે તેમને તેઓ હીરો માને છે. આ ફિલ્મની વાર્તા તેમના હૃદયને સ્પર્શી ગઈ, તેથી તેમણે આ ફિલ્મમાં કામ કર્યું. સિદ્ધાર્થના આ જવાબ સાથે ફિલ્મના નિર્દેશક વિષ્ણુ વર્ધ પણ જોડાયા, તેમણે કહ્યું કે આ વાર્તા માત્ર કોઈ જવાન કે ફૌજીની નથી પણ દરેક સૈનિકની છે, જેમના બલિદાન અને જીવન સંઘર્ષને આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યો છે.

5. બોલીવુડમાં તમારા દિગ્દર્શક પદાર્પણના અનુભવ વિશે અમને કહો

અહીં હસીને વિષ્ણુ વર્ધને કહ્યું કે ફિલ્મની કાસ્ટ સાથે કોમ્યુનિકેટ કરવામાં કોઈ તકલીફ નથી, આ ફિલ્મમાં કામ કરવું ખૂબ સારું લાગ્યું પણ આ દરમિયાન કિયારાએ કહ્યું કે વિષ્ણુ વર્ધન પંજાબીમાં વાત કરે છે અને આ સાંભળીને ત્યાં હાજર દરેક હસવા લાગ્યા.

6. કેટલું મુશ્કેલ હતું વિક્રમ બત્રાનું પાત્ર?

સિદ્ધાર્થે કહ્યું કે તે તેમના માટે બિલકુલ સરળ નહોતું. તે ખૂબ જ પડકારજનક પાત્ર હતું, જેના માટે તેમણે ખૂબ જ મહેનત કરી છે, તેમણે કહ્યું હતું કે જ્યારે તેમની મહેનત વિક્રમ બત્રાના રિયલ ફેમિલીને પસંદ આવે, ત્યારે તે તેમના માટે સૌથી મોટી બાબત હશે કારણ કે તે રિયલ હિરોના પરિવારને સંતોષ આપવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે જવાબદારી તેમને વિક્રમના રોલને લઈને મળી છે.

જોકે તેમણે કહ્યું કે તે નર્વસ છે. પરંતુ તે વિક્રમ બત્રાના પાત્ર અને આ ફિલ્મ સાથે તેઓ દિલથી જોડાયેલ છે, તેઓ તેને કોમર્શિયલ ફિલ્મ નથી માનતા. આશા છે કે આ ફિલ્મ જોયા પછી પ્રેક્ષકો કહેશે કે યે ફિલ્મ માંગે મોર.

ટ્રેલરને મળી વાહવાહી

ફિલ્મ ‘શેરશાહ’ (Shershaah) કેપ્ટન વિક્રમ બત્રા (Vikram Batra)ના જીવન પર આધારિત છે, જે 1999માં કારગિલ યુદ્ધમાં શહીદ થયા હતા. સિદ્ધાર્થે (Sidharth Malhotra)એ ફિલ્મમાં વિક્રમ બત્રાની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે, જેને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. જેની બધે પ્રશંસા થઈ રહી છે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર 12 ઓગસ્ટના રોજ રિલીઝ થશે.

આ પણ વાંચો: Antim : ફિલ્મનાં રિલીઝ પહેલા સલમાન ખાને પોતાના સ્ટાફને બતાવી ફિલ્મ, જાણો અભિનેતાએ આવું કેમ કર્યું ?

આ પણ વાંચો: Radhe Shyam : નવા પોસ્ટરમાં ચાર્મિંગ લુકમાં જોવા મળશે પ્રભાસ, ફિલ્મની રિલીઝ ડેટ કરી જાહેર

g clip-path="url(#clip0_868_265)">