Throwback: Sushant Singh Rajput ને ખુબ પસંદ હતું ગિટાર વગાડવાનું, જુઓ અભિનેતાનો વાયરલ વીડિયો

સુશાંત સિંહ રાજપૂતનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ગિટાર વગાડતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં અભિનેતા ખૂબ જ મસ્ત મૂડમાં જોવા મળી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 11:43 PM

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) હવે આ દુનિયામાં નથી, પરંતુ અભિનેતા હજી પણ તેમના ચાહકોમાં જીવંત છે. નાના પડદા પર નામ કમાવ્યા બાદ સુશાંત સિંહે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. સુશાંતના થ્રોબેક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. તેમનો એક વીડિયો ફરી વાયરલ થઈ રહ્યો છે.

સુશાંત સિંહ રાજપૂતનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ગિટાર વગાડતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં અભિનેતા ખૂબ જ મસ્ત મૂડમાં જોવા મળી રહ્યા છે. એવું કહેવામાં આવે છે કે તેમને ગિટાર વગાડવાનું ખુબ પસંદ હતું. સોશિયલ મીડિયા પર તેમની ગિટારવાળી તસ્વીરો અવાર નવાર આવતી હતી.

સુશાંતને હતું ગિટાર વગાડવાનું પસંદ

વીડિયોમાં તમે જોશો કે સુશાંત આખી મ્યુઝિક ટીમ સાથે ગિટાર વગાડતા નજરે પડે છે. વીડિયોમાં જોવા મળશે કે અભિનેતાએ તેમના ગળામાં હેડફોન લગાવી રાખ્યા છે. આ સાથે તેમણે કેપ પણ પહેરી છે, આ વીડિયો અભિનેતાના ઘરનો લાગે છે. ચાલો અમે તમને જણાવી દઈએ કે સુશાંતને સંગીત પ્રત્યે ઘણો પ્રેમ હતો. અભિનેતાનું ગિટાર વગાડવા ઉપરાંત તેમના ગીત ગાતા ઘણા બધા વીડિયો પણ સામે આવ્યા હતા.

 

આ સાથે જ વીડિયોમાં તેઓ ક્રિતી સેનન સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં આપણે જોઈશું કે તે કેવી રીતે ક્રિતી અને તેમની બહેન નૂપુર સેનન સાથે પાર્ટીના મૂડમાં જોવા મળી રહ્યા છે.

સુશાંત સિંહ રાજપૂતે તેમની કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘કાય પો છે’ થી કરી હતી. તેમની ટૂંકી કારકિર્દીમાં સુશાંતે ઘણી સારી ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ છેલ્લે ફિલ્મ ‘છીછોરે’ માં જોવા મળ્યા હતા. જોકે, સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.

સુશાંત સિંહ રાજપૂત 14 જૂને મુંબઇ સ્થિત તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમના કેસની તપાસ હજુ ચાલી રહી છે. સીબીઆઈ અને એનસીબી આ કેસની તપાસમા રોકાયેલ છે. સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સતત સુશાંત માટે ન્યાયની માંગ કરી રહ્યા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">