Vijay Deverakondaની એક ઝલક માટે એકઠા થયા હજારો લોકો, ભીડને કાબૂમાં કરવા Liger અભિનેતાને કરવી પડી વિનંતી

|

Aug 01, 2022 | 10:07 AM

Vijay Deverakondaના ચાહકો ફિલ્મ 'Liger'ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મ 25 ઓગસ્ટે સમગ્ર ભારતમાં રિલીઝ થવાની છે. આ વિજયની બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ હશે.

Vijay Deverakondaની એક ઝલક માટે એકઠા થયા હજારો લોકો, ભીડને કાબૂમાં કરવા Liger અભિનેતાને કરવી પડી વિનંતી
vijay deverkonda

Follow us on

વિજય દેવરાકોંડા (Vijay Deverakonda) અને અનન્યા પાંડે (Ananya Pandey) તેમની ફિલ્મ ‘લાઈગર’ના પ્રમોશન માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. આ બંનેનો એક વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, આ વીડિયો હૈદરાબાદનો હશે, જ્યાં વિજયની ફેન ફોલોઈંગ ઘણી મોટી છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે, વિજય દેવરાકોંડા હવે પૈન ઈન્ડિયા સુપરસ્ટાર બની ગયા છે અને આનો પુરાવો તેમનો વાયરલ વીડિયો છે, જે હૈદરાબાદનો નથી પરંતુ નવી મુંબઈની એક ઈવેન્ટનો છે.

વિજય અને અનન્યા ફિલ્મના પ્રમોશન માટે પહોંચ્યા હતા મોલમાં

આ રવિવારે અનન્યા અને વિજય સાથે લાઈગરની આખી ટીમ પ્રમોશન માટે નવી મુંબઈના એક મોટા મોલમાં પહોંચી હતી. આ દરમિયાન તેમના ફેવરિટ એક્ટર્સની એક ઝલક મેળવવા ચાહકોની ભારે ભીડ જોવા મળી હતી. આ ટોળાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં લાઈગર ગીતો સંભળાય છે, ઘણા પાપારાઝીઓએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ઈવેન્ટની શરૂઆતમાં મોલમાં એકઠા થયેલા ટોળાને વિજયે શાંત થવાની અપીલ કરવી પડી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અહીં વીડિયો જુઓ………..

જોવા મળ્યું ચાહકોનું પૂર

એવું કહેવામાં આવી રહ્યું છે કે, વિજય માટે મુંબઈ આવીને રેકોર્ડબ્રેક ભીડ હતી. આ પહેલા આટલી ભીડ માત્ર બિગ બોસમાં હિના ખાન અને શિલ્પા શિંદેના મોલ ટાસ્કમાં જોવા મળી હતી. પરંતુ તે મોલ મુંબઈમાં એક એવી જગ્યા હતી, જ્યાં લોકો સરળતાથી જઈ શકે છે પરંતુ પહેલીવાર મુંબઈથી થોડે દૂર નવી મુંબઈમાં સ્થાન હોવા છતાં, વિજય અને અનન્યાને જોવા માટે ચાહકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તેમના મનપસંદ કલાકારો માટે ચિયર અપ કર્યું હતું.

વિજય દેવરાકોંડા હિન્દી ફિલ્મમાં કરશે ડેબ્યૂ

સાઉથ સેન્સેશન વિજય દેવરાકોંડા ફિલ્મ લાઈગરથી હિન્દી ફિલ્મમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તેના બોલિવૂડ ડેબ્યુ પહેલા જ તેની ચર્ચા બોલિવૂડ સેલિબ્રિટીઝમાં થતી હતી. છેલ્લા કોફી વિથ કરણ એપિસોડમાં જ્હાન્વી કપૂરે કહ્યું હતું કે, તે વિજય દેવેરાકોંડા સાથે ફિલ્મ કરવા માંગે છે. વિજયની ફિલ્મમાં બોક્સિંગ ચેમ્પિયન માઈક ટાયસન પણ કેમિયો કરી રહ્યો છે. આ ફિલ્મ 25 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે.

Next Article