કૃષ્ણ ભક્તિમાં ડૂબ્યા બોલિવૂડ સ્ટાર્સ, અમિતાભ સહિત અનેક કલાકારોએ જન્માષ્ટમીની પાઠવી શુભેચ્છા

|

Aug 19, 2022 | 3:37 PM

કોવિડ મહામારીને કારણે ઘણી મોટી હસ્તીઓ તેમના ઘરે જન્માષ્ટમીની (Janmashtami) ઉજવણી કરી રહી છે. પરંતુ આ ખાસ અવસર પર ફિલ્મ જગતના તમામ સ્ટાર્સે જન્માષ્ટમીના તહેવારની શુભેચ્છા પાઠવી છે.

કૃષ્ણ ભક્તિમાં ડૂબ્યા બોલિવૂડ સ્ટાર્સ, અમિતાભ સહિત અનેક કલાકારોએ જન્માષ્ટમીની પાઠવી શુભેચ્છા
Amitabh-Bachchan
Image Credit source: Instagram

Follow us on

દેશમાં આજે જન્માષ્ટમીનો (Janmashtami) તહેવાર ઉજવાય રહ્યો છે. ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. સામાન્ય લોકો જ નહીં પરંતુ ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ પણ આ ફેસ્ટિવલને ખાસ અંદાજમાં સેલિબ્રેટ કરી રહ્યા છે. ઘણા સ્ટાર્સ આ ખાસ દિવસે દહીં-હાંડીનું પણ આયોજન કરે છે. પરંતુ કોવિડ મહામારીને કારણે ઘણી મોટી હસ્તીઓ તેમના ઘરે જન્માષ્ટમીની ઉજવણી કરી રહી છે. પરંતુ આ ખાસ અવસર પર ફિલ્મ જગતના (Bollywood celebrity) તમામ સ્ટાર્સે જન્માષ્ટમીના તહેવારની શુભેચ્છા પાઠવી છે.

ગોવિંદા આલા રે…

આ ખાસ દિવસે બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને તેમના તમામ ફેન્સને જન્માષ્ટમીના આ પવિત્ર તહેવારની શુભેચ્છા પાઠવી છે. પરંતુ તેમને જન્માષ્ટમીની ખૂબ જ અનોખી રીતે શુભેચ્છા પાઠવી છે. અમિતાભ બચ્ચને એક ફિલ્મનું ગીત તેમના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે. આ ગીતનું નામ છે આલા રે આલા, ગોવિંદા આલા. વીડિયોમાં અમિતાભ બચ્ચન દહીંહાંડી ફોડતા જોવા મળે છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

સાઉથના દિગ્ગજ સુપરસ્ટાર મહેશ બાબુએ પણ જન્માષ્ટમીના અવસર પર ફેન્સને શુભેચ્છા પાઠવી છે. તેને ટ્વીટ કર્યું છે. તેને ટ્વિટ કરીને લખ્યું- આપ સૌને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! તમને ઘણી બધી ખુશી મળે.

એક્ટર ઋતિક રોશને પણ ટ્વિટ કર્યું છે. તેને ભગવાન કૃષ્ણનો વીડિયો પોસ્ટ કરીને તમામ ફેન્સને આ પવિત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે.

ડ્રીમ ગર્લ હેમા માલિનીએ પણ આ શુભ અવસર પર બધાને શુભેચ્છા પાઠવી છે. તેણે ટ્વિટ કરીને લખ્યું- ‘આપણે બધા આજના તહેવારને ખુશી અને ઉત્સાહથી જોઈ રહ્યા છીએ. હા! આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી છે, જે ભગવાનના જન્મની ઉજવણી તરીકે ઉજવવામાં આવે છે. જે તમામ દુષ્ટતાનો નાશ કરવા પૃથ્વી પર આવ્યા હતા.’

અજય દેવગને પણ ટ્વિટ કર્યું અને લખ્યું- ‘જ્યારે ભગવાન કૃષ્ણ તમારા સારથી હોય છે, ત્યારે જીવનની દરેક મુશ્કેલી સરળ થઈ જાય છે.’

આ વખતે કૃષ્ણ જન્માષ્ટમીના અવસર પર એક અલગ જ પ્રકારની રોનક જોવા મળી રહી છે. કોરોનાના બે વર્ષ બાદ ફરી આ ધૂમધામ જોવા મળી રહી છે.

Next Article