‘ગાંધી અને ગોડસેમાં વિચારોનું યુદ્ધ’ – રાજકુમાર સંતોષીની ફિલ્મનું ટીઝર થયું રિલીઝ

|

Jan 02, 2023 | 7:17 PM

Gandhi Godse Ek Yudh: ફિલ્મ ગાંધી ગોડસે એક યુદ્ધનું (Gandhi Godse Ek Yudh) ટીઝર રિલીઝ થઈ ગયું છે. તેમાં મહાત્મા ગાંધીના રોલમાં દીપક અંતાની અને ગોડસેના રોલમાં ચિન્મય મંદલકર જોવા મળી રહ્યા છે.

ગાંધી અને ગોડસેમાં વિચારોનું યુદ્ધ - રાજકુમાર સંતોષીની ફિલ્મનું ટીઝર થયું રિલીઝ
Gandhi Godse Ek Yudh
Image Credit source: You Tube

Follow us on

Gandhi Godse Ek Yudh Movie Teaser: ફેમસ ફિલ્મ નિર્દેશક રાજકુમાર સંતોષીની ફિલ્મ ‘ગાંધી ગોડસેઃ એક યુદ્ધ’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ટીઝરમાં મહાત્મા ગાંધી અને તેમને મારનાર નાથુરામ ગોડસેને સામસામે બતાવવામાં આવ્યા છે. રાજકુમાર સંતોષી આ ફિલ્મની સાથે લગભગ નવ વર્ષ બાદ નિર્દેશનની દુનિયામાં પરત ફરી રહ્યા છે. આ ફિલ્મમાં ઓસ્કાર વિજેતા સંગીતકાર એઆર રહેમાને મ્યૂઝિક આપ્યું છે. ટીઝરમાં મહાત્મા ગાંધી અને ગોડસે વચ્ચેના વિચારોના યુદ્ધની વાત કરવામાં આવી છે.

ટીઝરની શરૂઆતમાં બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવે છે. કહેવાય છે કે, ગાંધી અને ગોડસે પર લગાવવામાં આવ્યા છે ઘણા આરોપો. ગાંધીની હત્યા કરવામાં આવી અને ગોડસેનો અવાજ દબાવી દેવામાં આવ્યો. સમયે તેને પોતાની વાત કહેવાની તક ન આપી. આ ફિલ્મ તે આપી રહી છે ગાંધી અને ગોડસે સામસામે છે અને તેમની વચ્ચે થાય છે વિચારોનું યુદ્ધ.

સામસામે ગાંધી ગોડસે

ટીઝરમાં મહાત્મા ગાંધીની હત્યાથી લઈને ગોડસેની ધરપકડ અને તેનું જેલમાં રહેવા સુધીના સમયને બતાવવામાં આવ્યો છે. તેમાં લોહીથી લથપથ લોકો. ચાલતી ગોળીઓ અને રમખાણોની ભયાનકતા બતાવવામાં આવી છે. ટીઝરમાં મહાત્મા ગાંધી કહે છે કે, “જો આ સંસારને બચાવવો છે, માનવતાને બચાવવી છે તો હિંસાને, તમામ પ્રકારની હિંસાનો ત્યાગ કરવો પડશે.”

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ગાંધીજીના આ વાક્યો પછી ગોડસે કહે છે, તમારી પાસે ખૂબ જ ખતરનાક હથિયાર છે, આમરણાંત ઉપવાસ, જેનો વારંવાર ઉપયોગ કરીને તમે લોકોને તમારી વાત સાથે મનાવી લો છો. આ પણ એક પ્રકારની હિંસા છે, માનસિક હિંસા. તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું લેખન અસગર વજાહત અને રાજકુમાર સંતોષીએ કર્યું છે.

શાહરૂખ ખાનની પઠાન સાથે થશે ટક્કર

ફિલ્મમાં મહાત્મા ગાંધીના રોલમાં દીપક અંતાની અને ગોડસેના રોલમાં ચિન્મય મંદેલકર જોવા મળી રહ્યા છે. તેમાં આરીફ ઝકરિયા અને પવન ચોપરા જેવા કલાકારોએ પણ મહત્વનો રોલ કર્યો છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મ 26 જાન્યુઆરીના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. તેના એક દિવસ પહેલા શાહરૂખ ખાનની પઠાન પણ થિયેટરોમાં રિલીઝ થશે. આવી પરિસ્થિતિમાં બંને ફિલ્મો વચ્ચે કેવી ટક્કર થશે તે જોવાનું રસપ્રદ રહેશે.

અહીં જુઓ ટીઝર

Next Article