ધ મુકેશ ખન્ના શોમાં પુનીત ઇસ્સરે છેડ્યો વિવાદ, જાણો અમિતાભ બચ્ચનની વાતમાં મંદિર-મસ્જીદ વિશે શું કહ્યું ?

|

Dec 04, 2020 | 11:24 PM

ધ મુકેશ ખન્ના શોમાં પુનીત ઇસ્સરે કહ્યું હતું કે “ અમિતાભ બચ્ચને કહે છે કે મંદિરની સીડીઓ નહી ચડું, બીજી ફિલ્મમાં 786નો બિલ્લો લગાવી લે છે.”છેલ્લા કેટલાક દિવસોમાં કપિલ શર્મા શોની નિંદા કરવાને લઈને મુકેશ ખન્ના ખૂબ લાઈમલાઈટમાં રહ્યાં હતાં. કપિલ પર સતત સકંજો કસતા અને તેના શોને અશ્લીલ કહેવા પર તેઓ ચર્ચામા રહ્યાં હતાં. […]

ધ મુકેશ ખન્ના શોમાં પુનીત ઇસ્સરે છેડ્યો વિવાદ, જાણો અમિતાભ બચ્ચનની વાતમાં મંદિર-મસ્જીદ વિશે શું કહ્યું ?

Follow us on


ધ મુકેશ ખન્ના શોમાં પુનીત ઇસ્સરે કહ્યું હતું કે “ અમિતાભ બચ્ચને કહે છે કે મંદિરની સીડીઓ નહી ચડું, બીજી ફિલ્મમાં 786નો બિલ્લો લગાવી લે છે.”છેલ્લા કેટલાક દિવસોમાં કપિલ શર્મા શોની નિંદા કરવાને લઈને મુકેશ ખન્ના ખૂબ લાઈમલાઈટમાં રહ્યાં હતાં.

કપિલ પર સતત સકંજો કસતા અને તેના શોને અશ્લીલ કહેવા પર તેઓ ચર્ચામા રહ્યાં હતાં. હવે કપિલ શર્મા શોની જેમ મુકેશ ખન્નાએ પણ તેના શોનું નામ ધ મુકેશ ખન્ના શો રાખ્યું છે. એવામાં ધ મુકેશ ખન્ના શોમાં 7માં એપિસોડમાં મહાભારતના એક્ટર પુનીત ઇસ્સર મહેમાન બનીને આવ્યાં હતાં.

આ એપિસોડમાં મુકેશ ખન્ના અને પુનિત ધર્મ પર ચર્ચા કરતા જોવા મળ્યાં હતાં. જેમાં બન્નેએ એ પોઇન્ટને હાઈલાઈટ કર્યો કે “બોલીવુડમાં હિન્દુ ધર્મને લઈને આસાનીથી કંઇપણ દેખાડી દેવામાં આવે છે.” પુનિત ઇસ્સરે તો અમિતાભ બચ્ચનનો પણ ઉલ્લેખ કર્યો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

અમિતાભની ફિલ્મ દિવાર વિશે વાત કરતા તેમણે કહ્યું કે તેમાં દેખાડ્યું છે કે અમિતાભ ભગવાનને નથી માનતા, મેં મંદિર કી સીડીયા નહી ચઢુંગા એમ કહે છે.. અને બીજી ફિલ્મમાં મુસ્લિમ કેરેક્ટર બનીને 786નો બિલ્લો પહેરીને ફરે છે.

ઓટીટી પ્લેટફોર્મનો કર્યો ઉલ્લેખ
પુનીત ઇસ્સરે ઓટીટી પ્લેટફોર્મ પર વેબ સિરીઝનો પણ ઉલ્લેખ કર્યો. પુનીતે કહ્યું કે હુમા કુરૈશીની એક વેબસિરીઝ છે તેમાં તાલીબાનો જેવું કરે છે તેવું હિન્દુસ્તાનમાં થઈ રહ્યું છે. તમે આવી કેવી રીતે વેબસિરીઝ બનાવી શકો..? વિડિયોમાં મુકેશ ખન્ના અને પુનીત ઇસ્સર આ મુદ્દા પર ચર્ચા કરતા કહે છે કે “અમે સનાતન ધર્મનું અપમાન સહન નહીં કરીએ”

પુનિતે કહ્યું હતું કે “આપણી વિચારધારા અને ઉદારતાને લોકો કમજોરી સમજે છે. ખરેખર તે ખોટું છે. ધર્મ માટે જો તમારે હિંસા કરવી પડે તો તે પણ સાચુ છે. જે શ્લોક છે તે અડધો જ બોલાય છે. જ્યારે પુરો શ્લોક છે “અહિંસા પરમો ધર્મ:, ધર્મ હિંસા તથૈવ ચ” જે ચાલે છે તેના પર કંઇ નહી બોલીએ તો તેને આપણી નબળાઈ સમજી લેવામાં આવી છે.”

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 11:23 pm, Fri, 4 December 20

Next Article