Film On Ram Mandir: રામ મંદિરના 500 વર્ષના ઈતિહાસ પર બનશે ફિલ્મ, અમિતાભ બચ્ચન આપશે અવાજ

|

Nov 21, 2022 | 7:19 AM

Film On Ram Mandir : રામ મંદિર નિર્માણ પર ફિલ્મ બનશે. જેમાં મંદિરનો 500 વર્ષનો ઈતિહાસ બતાવવામાં આવશે. ફિલ્મની વાર્તા પ્રસૂન જોશી લખી રહ્યા છે.

Film On Ram Mandir: રામ મંદિરના 500 વર્ષના ઈતિહાસ પર બનશે ફિલ્મ, અમિતાભ બચ્ચન આપશે અવાજ
Ram Mandir

Follow us on

Film On Ram Mandir : અયોધ્યામાં 2023 સુધીમાં રામ મંદિર તૈયાર થઈ જશે. દરમિયાન હવે રામમંદિરનો ઈતિહાસ અને તેના માટે કરેલા સંઘર્ષની કહાણી બતાવવા માટે ફિલ્મ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ દૂરદર્શન પર બતાવવામાં આવશે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પોતાનો અવાજ આપશે. રામ મંદિર નિર્માણ સમિતિની બે દિવસીય બેઠક દરમિયાન આ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ફિલ્મની વાર્તા પ્રખ્યાત લેખક પ્રસૂન જોશી લખી રહ્યા છે

રામ મંદિરના 500 વર્ષના ઈતિહાસને લોકો સુધી પહોંચાડવા માટે, વાર્તા લખવાની જવાબદારી પ્રખ્યાત લેખક અને ફિલ્મ સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસૂનને આપવામાં આવી છે. તેમની સાથે 6 સભ્યોની ટીમ કામ કરી રહી છે. મંદિર નિર્માણ સમિતિ અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આ ફિલ્મ બનાવવા માટે મંજૂરી આપી દીધી છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પોતાનો અવાજ આપશે. જોકે પ્રસૂન જોશી અને અમિતાભ બચ્ચન આ ફિલ્મ માટે કોઈ ફી નથી લઈ રહ્યા.

પ્રખ્યાત લેખક યતીન્દ્ર મિશ્રા પણ કરશે મદદ

ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સના સેક્રેટરી સચ્ચિદાનંદ જોશી આ ફિલ્મ દરમિયાન સંકલનનું કામ કરશે. અયોધ્યા રાજ પરિવારના ચાણક્ય અને યુવરાજને બનાવનાર ચંદ્ર પ્રકાશ દ્વિવેદી અને દેશના પ્રખ્યાત લેખક યતીન્દ્ર મિશ્રા પણ આ ફિલ્મ બનાવવામાં મદદ કરશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે શું કહ્યું?

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી એ મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, રામ મંદિર આંદોલન પર બની રહેલી આ ફિલ્મમાં મંદિરનો 500 વર્ષનો ઈતિહાસ બતાવવામાં આવશે. જેમાં મંદિરનું નિર્માણ પણ બતાવવામાં આવશે. તેમણે કહ્યું કે મંદિર નિર્માણની દરેક રીતે વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. તેમનું કહેવું છે કે આ ફિલ્મ દ્વારા મંદિર નિર્માણનો ઈતિહાસ યુવા પેઢી સુધી પહોંચાડવામાં આવશે.

Next Article