‘દોબારા’ પર પૂછવામાં આવેલા સવાલો સહન ન કરી શકી તાપસી પન્નુ, કહ્યું- બૂમો પાડશો નહીં…

તાપસી પન્નુની (Taapsee Pannu) ફિલ્મ 'દોબારા' સ્પેનિશ થ્રિલર ફિલ્મ મિરાજની હિન્દી રિમેક છે. આ ફિલ્મને એકતા કપૂર પ્રોડ્યુસ કરી રહી છે. અનુરાગ કશ્યપ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. હાલમાં જ્યારે તાપસી ઓટીટી પ્લે એવોર્ડ્સ 2022 માં ભાગ લેવા આવી હતી, ત્યારે તે પત્રકારોના તીખા સવાલોને સહન કરી શકી ન હતી અને તેને પત્રકારોને ઘણું કહ્યું હતું.

'દોબારા' પર પૂછવામાં આવેલા સવાલો સહન ન કરી શકી તાપસી પન્નુ, કહ્યું- બૂમો પાડશો નહીં...
taapsee pannu
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2022 | 9:56 PM

બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુ (Taapsee Pannu) અવારનવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. જ્યારે લાલ સિંહ ચડ્ડા ફિલ્મ ન જોવાની માંગ ઉઠી હતી, ત્યારે જ તાપસી પન્નુની ફિલ્મ દોબારા પણ રીલિઝ થઈ હતી, આ ફિલ્મના પ્રમોશન દરમિયાન તાપસીએ ટ્રોલર્સ પર નિશાન સાધતા કહ્યું હતું કે અમને ‘લાલ સિંહ ચઢ્ઢા’ ની જેમ અમારી ફિલ્મનો પણ બોયકોટ કરો. પણ બોલિવૂડ એક્ટ્રેસના આ નિવેદનને ઓડિયન્સે સિરયસલી લઈ લીધું અને તેની ફિલ્મ ‘દોબારા’ ખરાબ રીતે ફ્લોપ થઈ. હાલમાં જ્યારે તાપસી ઓટીટી પ્લે એવોર્ડ્સ 2022માં ભાગ લેવા આવી હતી, ત્યારે તે પત્રકારોના તીખા સવાલોને સહન કરી શકી ન હતી અને તેને પત્રકારોને ઘણું કહ્યું હતું. તાપસીને ઓટીટી પ્લે એવોર્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ મીડિયાને ઠપકો આપતા જોઈ શકાય છે.

અહીં જુઓ તાપસીનો વીડિયો

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
View this post on Instagram

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

તાપસીએ લગાવ્યો આરોપ

રેડ કાર્પેટ પર મીડિયા બાઈટ આપવા ઉભેલી તાપસી પન્નુને એક પત્રકારે પૂછ્યું હતું કે ફિલ્મ દોબારા પર સમીક્ષકોએ ખૂબ જ નકારાત્મક ટિપ્પણીઓ કરી છે. તમે આ વિશે શું કહેવા માંગો છો? રેડ કાર્પેટ પર પૂછવામાં આવેલો આ સવાલ સાંભળીને તાપસી ખૂબ ગુસ્સે થઈ ગઈ અને કહ્યું કે ‘જાઓ પહેલા તમારું હોમવર્ક કરીને આવો. બધી ફિલ્મો પર નકારાત્મક ટિપ્પણીઓ થઈ રહી છે. આ બધું ગેંગ મેડ છે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બદનામ કરવામાં આવી રહી છે. આ વીડિયોમાં બૂમો પાડતી વખતે તાપસી એમ પણ કહી રહી છે કે “બૂમો ના પાડો, બૂમો ના પાડો, મારી વાત સાંભળો, પછી આ લોકો કહેશે કે એક્ટર્સમાં શિસ્ત નથી.”

ફરી એકવાર ટ્રોલ થઈ તાપસી

તાપસીનો આ વીડિયો જોઈને તેને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. એક સોશિયલ મીડિયા યુઝરે વીડિયો પર કોમેન્ટ કરતાં લખ્યું, ‘જો તમે સમીક્ષકોની કોમેન્ટને પચાવી શકતા નથી, તો ફિલ્મો બનાવવાનું છોડી દો.’ અન્ય એક યુઝરે લખ્યું, “તે હંમેશા આટલી ગુસ્સામાં કેમ રહે છે.”

અનુરાગ કશ્યપે કર્યું હતું નિર્દેશન

તમને જણાવી દઈએ કે દોબારા ફિલ્મનું નિર્દેશન અનુરાગ કશ્યપે કર્યું છે. આ ફિલ્મમાં તાપસી સિવાય પાવેલ ગુલાટી પણ લીડ રોલમાં છે. તે એક સાયન્સ ફિક્શન થ્રિલર ફિલ્મ છે જે ટાઈમ ટ્રાવેલ પર આધારિત છે. એક સ્પેનિશ થ્રિલર ફિલ્મ મિરાજને રિમેક કરવામાં આવી છે અને તેનું હિન્દી વર્ઝન ‘દોબારા’ બનાવવામાં આવ્યું છે. આ ફિલ્મને એકતા કપૂરે પ્રોડ્યુસ કરી છે, આ ફિલ્મ રિલીઝ થયા પછી કંઈ ખાસ કમાલ કરી શકી નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">